ભારત દેશના પ્રાચીન આયુર્વેદ શાસ્ત્ર ની અંદર મનુષ્યના સ્વાસ્થ્ય સંબંધી અનેક વાતો દર્શાવવામાં આવી છે. તથા તેને ઠીક કરવા માટે અનેક પ્રકારના ઔષધો પણ બતાવવામાં આવ્યા છે. મોટે ભાગે દરેક રોગો માટે અલગ અલગ પ્રકારના ઔષધોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ જ આયુર્વેદ શાસ્ત્ર ની અંદર અમુક એવી આ ઔષધો અને ફળો ની વાત કરવામાં આવી છે, કે માત્ર તે એક જ વસ્તુ ના સેવન થી તમે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો. આજે અમે આપને વાત કરવા જઈ રહ્યા છીએ આવા જ એક ફળની કે જેના સેવનથી તમે ભગાવી શકશો સોથી પણ વધુ બીમારીઓને. તો ચાલો જાણીએ કહ્યું છે આ ફળ?
આપણે જે ઓષધીય ફળની વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે અખરોટ. અખરોટ સામાન્ય રીતે એક પ્રકારનું ડ્રાયફ્રુટ છે જે મોટેભાગે ઠંડા પ્રદેશો ની અંદર થાય છે. આ ફળનું બહારનું પડ એકદમ કડક હોય છે જેને તોડીને તેની અંદર રહેલું એકદમ નરમ ભાગ ખાવામાં આવે છે. લગભગ દરેક લોકોએ અખરોટ તો ખાતા જ હશે પરંતુ કોઈએ નહીં જાણતું હોય કે આ એક જ અખરોટ તમને અનેક બીમારીઓથી છુટકારો અપાવી શકે છે. તો ચાલો જાણીએ આ ખોટ ખાવાના ફાયદાઓ?
અખરોટ ખાવાના ફાયદા:-
• અખરોટ નો આકાર આપણા મગજ જેવું જ હોય છે આથી કહેવામાં આવે છે કે જો અખરોટનું સેવન કરવામાં આવે તો તમારો મગજ એકદમ સતેજ બને છે અને તમારી યાદશક્તિમાં પણ ખૂબ જ વધારો થાય છે.
• આથી જો નાના બાળકોને અખરોટ ખવડાવવામાં આવે તો તેને પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે તેની યાદશક્તિ વધે છે અને તેનો દિમાગ તેજ બને છે.
• અખરોટ ની અંદર રહેલ મેલેટિન નામનું દ્રવ્ય તમને વધુ સારી ઊંઘ આવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આથી અનિદ્રા નાં દર્દીઓ માટે તેં ખુબજ ઉપયોગી સાબીત થાય છે.
• રાત્રે ભોજન બાદ બે થી ત્રણ અખરોટ ખાવામાં આવે તો તમે રાત્રે ખૂબ સારી રીતે ઉઘી શકો છો તથા તમારા મગજની ગરમી દૂર થાય છે.
• અખરોટ ની અંદર ભરપૂર માત્રામાં કોપર હોય છે આથી તેનું સેવન કરવાથી તમારા શરીરમાં જરૂરી એવું કોપર મળી રહે છે. આથી તમને હાડકા અને સાંધા ને લગતી દરેક બિમારીઓથી રાહત મળે છે.
• અખરોટ ની અંદર રહેલા વિટામિન તમારી ત્વચાને એકદમ ચમકદાર અને ટાઇટ બનાવે છે આથી તમારા ચહેરો સુંદર બની જાય છે.
• અખરોટ ના સેલનો ઉપયોગ scrub બનાવવા માટે પણ થાય છે. અખરોટ માંથી બનેલા આ સ્ક્રબનો ઉપયોગ કરવાથી તમારા ચહેરા પરનો વધારાનું ઓઈલ દૂર થાય છે અને તમારી સ્કિન એકદમ ચમકદાર બની જાય છે.
• અખરોટનું સેવન કરવાથી તમારા મોંમાં લાળ ઉત્પન્ન થાય છે જે શરીરમાં ખોરાકને પચાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
• ડાયાબિટીસના દર્દીઓ માટે અખરોટ એ ખૂબ જ ઉત્તમ ડ્રાયફ્રુટ છે અખરોટનું નિયમિત સેવન કરવાથી તેના શરીરમાં સુગરનું લેવલ જળવાઈ રહે છે.
• અખરોટ ની અંદર રહેલા તત્વો તમારા માથાની ચોટ ને જલ્દી ઠીક કરી દે છે. આથી જે લોકોને મસ્તિષ્કમાં ચોટ લાગી હોય તે લોકો માટે આ ખુબ જ ગુણકારી સાબિત થાય છે.
• આ ઉપરાંત અખરોટ ખાવાથી તમારા વાળને લગતી દરેક સમસ્યાઓમાં રાહત મળે છે.
આમ દરરોજના માત્ર એક થી બે અખરોટ ખાવાથી જ તમે આવી અનેક પ્રકારની બીમારીઓથી રાહત મેળવી શકો છો આથી આજે જ શરૂ કરી દો આ ચમત્કારી ફળ નું સેવન.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.