આજના આ સમયમાં મોટાભાગના લોકો વધેલુ વજન ઉતારવા અને પેટ પર જામેલાં ચરબીના થર ઘટાડવા નિત-નવી રીત અપનાવતા હોય છે તેમ છતા જોઇએ તે પ્રમાણમાં તેમને રિઝલ્ટ મળી શકતું નથી. જો કે ઘણા લોકો વજન ઉતારવા માટે ભૂખ્યારહે છે અને કસરત પણ કરે છે. આમ, આ બધુ આઠ દિવસ સુધી બરાબર ચાલે છે પણ પછી બધું જ ઠપ્પ થઈ જાય છે. એક અહેવાલ પ્રમાણે ભૂખ્યા રહેવાથી વજનમાં ઘટાડો નથી થતો પરંતુ વજનમાં વધારો થાય છે.
તમને જણાવી દઇએ કે, શરીર ખોરાક દ્વારા જે કેલરી મેળવે છે એ કેલરીરૂપી શક્તિનો વપરાશ પૂરેપૂરો તો જથાય જ્યારે તમારું મેટાબોલિઝમ સ્ટ્રોન્ગ હોય, નહીંતર એ શક્તિ મેદના રૂપેશરીરમાં જમા થતી જાય. આમ તો મેટાબોલિઝમ કુદરતી દેન છે, પરંતુ લાઇફ-સ્ટાઇલમાં થોડા ફેરફાર કરવાથી એને સ્ટ્રોન્ગ બનાવી શકાય છે. આમ, જો તમે તમારું વજન 1 વીકમાં 3 કિલો ઘટાડવા ઇચ્છો તો તમારા માટે આ ડ્રિંક બેસ્ટ છે. તો જાણી લો તમે પણ કેવી રીતે બનાવશો ઘરે આ ડ્રિંક…
સામ્રગી
9 કપ પાણી
1 ચમચી આદુ પાવડર
1 કાકડી બારીક સમારેલી
2 ચમચી લીંબૂનો રસ
ઝીણા સમારેલા 12 ફુદીનાના પાન
ડ્રિંક બનાવવાની રીત
સૌ પ્રથમ ઉપર જણાવેલી બધી સામગ્રીઓ ભેગી કરી લો. ત્યારબાદ તેને આખી રાત પલાળી રાખો. પછી બીજા દિવસે સવારે તેમાંથી લીંબૂની સ્લાઈસ, આદું અને ફુદીનાના પાન કાઢી લો અને આ ડ્રિંકને ગ્લાસમાં લઇને પી લો.ધ્યાન રહે કે, આ ડ્રિંક પીવાના 20 મિનિટ પહેલા અને 20 મિનિટ પછી કોઇ પણ ચીજવસ્તુને મોંમા નાખવાની નથી. બને ત્યાં સુધી આ ડ્રિંકને બ્રશ કર્યા પહેલા સવારમાં ઉઠીને તરત જ પી લો જેથી કરીને તેની અસર બોડીમાં સારી રીતે થાય.
જાણો કેવી રીતે આ ડ્રિંક કરે છે શરીરમાં વજન ઉતારવાનું કામ
પાણી પાણી શરીરની કેલેરીને પ્રાકૃતિક રીતે ઓછી કરવામાં મદદરૂપ થાય છે. પાણી દરેક એવા વ્યકિતઓ માટે વરદાનરૂપ છે જે વજન ઓછું કરવા માંગે છે. તે શરીરમાં સારી માત્રામાં કેલેરી બર્ન કરીને પાતળાથવામાં મદદરૂપ થાય છે. જોકે ઠંડુ પાણી પીવાથી શરીરમાં કેલેરી બર્ન થતી નથીતે માટે બને ત્યાં સુધી સાદુ પાણી પીવું જોઇએ.
લીંબૂલીંબૂમાં પેક્ટિન ફાઈબર હોય છે જે ફૂડ ક્રેવિંગને ઓછું કરે છે. આ સાથે લીંબૂ શરીરને કલીંઝિંગ કરવાનું પણ કામ કરે છે. આ સાથે નવશેકા પાણીમાં લીંબૂનો રસ મિક્ષ કરીને નિયમિત પીવાથી પણ ઝડપથી વજન ઘટાડી શકાય છે. તેના માટે પાણીને નવશેકું ગરમ કરીને તેમાં લીંબૂનો રસ મિક્સ કરો અને પીઓ, આનાથી તમારા શરીરની એનર્જીમાં વધારો થશે અને તમારા શરીરનું ફેટ બર્ન થશે.
ફુદીનો
ફુદીનો પાણીમાં સ્વાદ ભરવાનુ કામ કરે છે. આ ઉપરાંત ફૂડ ક્રેવિંગને પણ ઓછું કરે છે.
કાકડીકાકડીમાં બહુ ઓછી કેલરી હોય છે જે વજન ઉતારવા માટે બેસ્ટ સાબિત થાય છે.
આદુઆદુ પેટને પૂરી રીતે ભરેલું હોય તેવો અનુભવ કરાવે છે, જેથી તમને ઘણા લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. આદુના સેવનથી શરીરના મેટાબોલિઝમ પર સીધી અસર પડે છે, જેનાથી વજન ઘટવામાં મદદ મળે છે.
લેખન સંકલન : નિયતી મોદી
શેર કરો તમારા દરેક મિત્ર સાથે આ માહિતી અને દરરોજ આવી ઉપયોગી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.