હે! ઘોડીયાની દેનારી, દીકરો કોણ દેશે? – અદભૂત વાર્તા. અચૂક વાંચો

એલાર્મ વાગ્યુંને તોરલની આંખ ખુલી. સવારના ૬ વાગ્યા હતાં. સંકેત એની બાજુમાં જ સુતો હતો. આજે રવિવાર હતો એટલે સંકેતને ઓફિસમાં રજા હતી. એટલે તોરલે સંકેતને જગાડ્યો નહી. પણ દિવાળી નજીક હતી અને ઘરમાં ઘણું કામ પણ હતું, એટલે તોરલ વહેલા ઉઠી હતી. વહેલા ઉઠવાનું બીજું કારણ એ હતું કે આજે તેના અને સંકેતના લગ્નની વર્ષગાંઠ પણ હતી. આજે એમના લગ્નને સાત વરસ થયા હતાં. સપ્તપદીના સાત ફેરાથી શરુ થયેલો તોરલ અને સંકેતનો સંગાથ સાત વરસના મીઠા દાંપત્ય જીવનથી ભરપુર હતો. તોરલ અને સંકેત નસીબદાર હતાં કે, તેમણે જીવનમાં જેમને ચાહ્યા હતાં તેમને જ જીવનસાથી તરીકે મેળવ્યા હતાં. બાળપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર તોરલ મામા-મામીના ઘરે ઉછરી હતી. પણ મા તે મા ને મામી તે મામી એ ક્યારેય માનો પ્રેમ પામી શકી ન હતી. પણ સંકેતના ઘરે આવ્યા પછી તેને સાસુ સસરાના રૂપમાં માં-બાપ મળ્યાં હતાં. એ તોરલને પોતાની દીકરી બનાવીને રાખતા હતાં. બસ ભગવાને એક જ વાતે ખોટ આપી હતી તે એ કે, લગ્નના સાત સાત વરસ પછી પણ તેનો ખોળો ખાલી હતો. પણ સંકેત કે તેને માતા-પિતાએ ક્યારેય આ વાતે તોરલને ઓછું લાગવા દીધું નહતું. એમ છતાં તોરલ તેના જીવનમાં એક ખાલીપો અનુભવતી હતી.

હજી બધા સુતેલા હતાં એટલે તોરલે સ્ટોરરૂમની સફાઈ શરુ કરી. સફાઈ કરતાં કરતાં તે નવી જૂની વસ્તુઓ બહાર કાઢવા લાગી. ત્યાં અચાનક એની નજર ઘોડિયા પર પડી. જે તેની બહેનપણી અર્ચનાએ તેને ગિફ્ટ આપ્યું હતું. આમ તો અર્ચના, તોરલ અને સંકેત બંનેની મિત્ર હતી કેમે કે કોલેજમાં ત્રણેય જણ એક જ ક્લાસમાં ભણતા હતાં. કોલેજ પૂરી કર્યા પછી સંકેત અને તોરલ લગ્ન કરવા માંગતા હતાં. સંકેતનો પરિવાર તો આ લગ્નથી રાજી હતો, પણ તોરલના મામા-મામીને આ સબંધ મંજુર ન હતો. તેની મામી તેના લગ્ન તેના ભાઈ સાથે કારાવવા ઈચ્છતી હતી. અને તોરલ એ માટે રાજી ન હતી. એટલે કોલેજ પૂરી કર્યા પછી સંકેત અને તોરલે કોર્ટમેરેજ કર્યા હતાં. અર્ચનાએ તેમને આ કામમાં પુરો સાથ સહકાર આપ્યો હતો. જયારે લગ્નના ૬ મહિના પછી તોરલને પ્રેગ્નેસી રહી હતી એ જ વખતે અર્ચનાને એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ મળી ગઈ હતી. અને તેનું પોસ્ટિંગ કેનેડા ખાતે થયું હતું. કેનેડા જતાં પહેલાં અર્ચના સંકેત અને તોરલને મળવા આવી ત્યારે આવનારા નાના બાળક માટે એ આ ઘોડિયું તોરલ અને સંકેતને ભેટ આપીને ગઈ હતી. જોકે તેનો તોરલ અને સાથેનો ફોન કોન્ટેક્ટ ચાલુ જ હતો. પણ થોડા સમય બાદ તોરલને નડેલી ગંભીર બીમારીમાં તેની પ્રેગનેન્સી મિસ થઈ ગઈ હતી. ત્યારથી માંડીને આજ સુધી તેને ફરી પ્રેગનેન્સી રહી જ નહી. અને ઘોડિયું પણ ખાલી જ પડ્યું સ્ટોર રૂમમાં જ સ્થાન પામી ગયું.

આજે અચાનક ઘોડિયાને જોઈને તોરલને અર્ચનાની યાદ આવી ગઈ. સાથે સાથે પોતાના દુર્ભાગ્ય પર રડવું આવી ગયું. એટલામાં જ સંકેત જાગ્યો અને તોરલને શોધતો સ્ટોરરૂમ સુધી આવી પહોચ્યો. તેણે આવીને જોયું તો તોરલ ઘોડિયા પર હાથ ફેરવતી રડી રહી હતી. તે આખી વાત સમજી ગયો, અને તોરલને પોતાની બાથમાં ઘાલી સમજાવતો બહાર ડ્રોઈંગરૂમમા લઇ આવ્યો. તેને સોફાપ્ર બેસાડી પાણી આપ્યું અને શાંત કરી.

થોડો સમય પસાર થયો અને જમવાનો ટાઈમ થયો. આખું ફેમિલી ડાઈનીંગ ટેબલ પર ગોઠવાયું. એ જ વખતે તોરલે તેના સાસુ-સસરાને ઉદ્દેશીને એક વાત કરી. “મમ્મી મને જીવનમાં સાચા મા-બાપનો પ્રેમ નથી મળ્યો. પણ તમે મને સગા માં-બાપથી પણ વિશેષ પ્રેમ આપ્યો છે. અને એક હું છું કે બદલામાં તમને કશું આપી શકતી નથી. છતાં તમે લોકોએ ક્યારેય મને કોઈ કડવા વેણ કીધા નથી” સંકેતના મમ્મી બોલ્યા, “બેટા એતો ભગવાનના હાથની વાત છે. એમાં તારો કોઈ વાંક નથી. તુ તારી જાતને શું કામ દોષી માને છે. આ અમારે જો ભગવાને એક સંકેત જ આપ્યો હતો. મને અને સંકેતના પિતાને એક દીકરીની ખુબ આશા હતી તે ભગવાને ના જ આપી. પણ આજે જો, મને તારા જેવી પુત્રવધુ આપીને દીકરીની ખોટ તેણે પૂરી કરી દીધી છે. એટલે ભગવાન પર ભરોસો રાખ બેટા. સૌ સરવાના થશે.” આ સાંભળી તોરલ બોલી, ”નહી મમ્મી મારાથી આ ઘરની આવી દશા જોવાતી નથી એટલે મે નક્કી કર્યું છે કે હું સંકેતના બીજા લગ્ન કરાવીશ.” આ સાંભળી બધાની આંખો ફાટી ગઈ. સંકેત તો રીતસર ઉભો જ થઈ ગયો, “તુ આ શું બોલે છે તોરલ, એ ક્યારેય શક્ય નથી. તારા હોતા હું બીજી કોઈને પત્ની તરીકે ક્યારેય સ્વીકારી નહી શકું” “તો મારા મરી ગયા પછી તો બીજી સ્વીકારશો ને ! ભલે એમ તો એમ પણ હવે મારા માતા બનવાના કોઈ સંકેત દેખાતા નથી. અને હું આ ઘરને આવો શાપ નહી વેઠવા દઉં” કહેતા તોરલ એકદમ ઉભી જ થઈ ગઈ. આ સાંભળી બાકીના બધા ઉભા પણ થઈ ગયા. તેમણે તોરલને સમજવાનો ખુબ પ્રયત્ન કર્યો, પણ તે સમજવા તૈયાર ન હતી.

ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા અને તોરલની માગણી જિદ્દ બનવા લાગી. રોજ જમતી વખતે ડાઈનીંગ ટેબલ પર તોરલ સંકેતના બીજા લગ્નનું પારાયણ શરુ કરી દેતી. સંકેતે તેને ખુબ સમજાવી, “તોરલ બીજી કોઈ આવશે તે તને અને મને સાથે નહી રહેવા દે. શું કામ જાતે કરીને તારા જીવનમાં દુખ લાવવા માગે છે માની જા જિદ્દ છોડી દે”. પણ તોરલની જિદ્દ દીવસે દિવસે વધતી જ ગઈ. એની જીદ્દથી થાકીને સંકેતના માતા-પિતા સંકેતના બીજા લગ્ન માટે રાજી થયા. પણ સંકેત કોઈપણ સંજોગોમાં બીજા લગ્ન માટે તૈયાર ના હતો.

એટલામાં એક દિવસ કેનેડાથી અર્ચનાનો ફોન આવ્યો તેણે તોરલને જણાવ્યું , કે “તે ગુજરાત પાછી આવી રહી છે. તેની કંપનીએ તેનું પોસ્ટિંગ અમદાવાદ ખાતે કર્યું છે. અને તે આવતાં મહિને અમદાવાદ આવી રહી છે.” સંકેતના ઘરમાં સંકેતના બીજા લગ્ન કરવાનું તોરલપુરણ ચાલુ જ રહ્યું. એટલામાં એક દિવસ અર્ચના આવી પહોંચી. ત્રણેય મિત્રો ઘણાં સમય પછી મળીને ખુબ રાજી થયા. જોબ ટ્રાન્સફર થઈ હતી એટલે અર્ચનાને થોડા દિવસનું મીની વેકેશન મળ્યું હતું. તોરલે તેને થોડા દિવસ પોતાની સાથે જ રોકાઈ જવાનો આગ્રહ કર્યો. અર્ચના તોરલના આગ્રહને નકારી ના શકી. ધીમે ધીમે અર્ચનાને પણ તોરલે આદરેલી જીદ્દની ખબર પડી ગઈ.

એકવાર રાતે જમ્યા પછી તોરલ અને અર્ચના બે બહેનપણીઓ ધાબા પર હવા ખાવા બેથી હતી. વાતો વાતોમાં તેઓ કોલેજની જૂની વાતોમા ખોવાઈ ગયા. તોરલે અર્ચનાને પૂછ્યું. “અર્ચના તે હજી સુધી લગ્ન કેમ ના કર્યા ?” તોરલના આવા સવાલથી અર્ચના સાવ ડઘાઈ જ ગઈ. “જે ગમતું હતું તે મળ્યું નહી અને જે મળે છે તે ગમતું નથી.” એવો જવાબ આપી તેણે વાત ઉડાડી દીધી. અર્ચનાની ગમવાવાળી વાત સાંભળીને તોરલને કંઇક યાદ આવ્યું. “એ..તોરલ . . . કોલેજમાં જયારે પહેલીવાર મે તને મારા અને સંકેતના પ્રેમની વાત કરી હતી ત્યારે તુ પણ મને કોઈ વાત કરવાની હતી ને ! તારા ગમતા પાત્રની. ! પછી મારા અને સંકેતના કોર્ટમેરેજના ચક્કરમાં હું એ વાત સાવ ભૂલી જ ગઈ. ચાલ આજે કહીદે કોણ હતો તારા સપનાનો રાજકુમાર ?” આ સાંભળી અર્ચના હસી પડી, “વાહ તોરલને તને આટલા વરસો પછી પણ એ અધૂરી વાત યાદ છે ! પણ જવા દે એ વાતોને. વીતેલી વાતો કરવાનો કોઈ અર્થ નથી.” એમ કહી અર્ચનાએ વાત ઉડાડી દીધી.

થોડા દિવસ પછી અર્ચનાની કંપનીએ તેના રહેવા માટે ફ્લેટની વ્યવસ્થા કરી. અર્ચનાએ હવે નવા ફ્લેટમાં શિફ્ટ થવાનું હતું. રવિવારના દિવસે તોરલ અને સંકેત અર્ચનાના સામાનને શિફ્ટ કરવામાં હેલ્પ કરવા માટે પહોંચી ગયા. બધી ઘરવકરીનો સમાન પેક થઈ ગયો. બસ ટ્રક આવાની રાહ જોવાતી હતી. ગરમી સખત હતી એટલે અર્ચના બધા માટે કોલ્ડ્રીંકસ લેવા માટે ગઈ. તોરલ અને સંકેત પેક કરેલો સમાન ઘરની બહાર લાવી રહ્યા હતાં. તોરલ એક જૂની બેગ લઈને ચાલી રહી હતી. અચાનક બેગનું હેન્ડલ તૂટી ગયું અને બેગ જમીન પર પડી ગઈ અને ખુલી ગઈ. બેગમાંથી બધા કાગળિયા બહાર નીકળી પડ્યા. તોરલ એ બધા કાગળ ભેગા કરી રહી હતી. એટલામાં એક ડાયરીમાંથી એક ફોટોગ્રાફ બહાર પડ્યો. તોરલે ફોટો ઉઠાવ્યો. એ ફોટાને જોઈને તોરલ ચમકી જ ગઈ. એ ફોટો બીજા કોઈનો નહી પણ સંકેતનો જ હતો. એ પણ કોલેજના સમયનો. તોરલ ફોટો હાથમાં લઈને ઉભી થઈ એટલામાં જ અર્ચના કોલ્ડ્રીંકસ લઈને આવી. તોરલના હાથમાં ફોટો જોઈને અર્ચનાના પણ હોશ-કોશ ઉડી ગયા. તે તોરલને બધાથી દૂર બીજા રૂમમાં લઇ ગઈ અને સમજવા લાગી, “જો તોરલ, તુ જેવું વિચારે છે એવું કઈ જ નથી. હા એવાત સાચી કે હું કોલેજ સમયમાં સંકેતને ચાહતી હતી. પણ મે ક્યારે સંકેત આગળ મારી ચાહતનો ઈઝહાર નથી કર્યો. સંકેતને તો આ વાતનો ખ્યાલ પણ નથી. તે દિવસે તુ જે ખાસ વાત પૂછતી હતી તે આ જ હતી. હું તને તે દિવસે સંકેત પ્રત્યેની મારી લાગણીની જ વાત કરવાની હતી. અને સંકેત સુધી મારા મનની વાત કેમ પહોંચાડવી તેની સલાહ લેવાની હતી. પણ હું તને કહું તે પહેલાં તે જ મને તારા અને સંકેતના પ્રેમની વાત કરી હતી. અને મે પણ જોયું હતું કે સંકેત પણ તને જ ચાહે છે. ત્યારથી માંડીને આજ સુધી મે ક્યારેય સંકેત વિષે વિચાર્યું પણ નથી. એટલામાં ટ્રક આવીને બધા સમાન ભરવામાં મશગુલ થઈ ગયા. બસ તોરલનું મન ચકડોળે ચઢ્યું.

બધા સામાન સાથે અર્ચનાના નવા ફ્લેટ પર ગયા. પણ તોરલ સાથે ના ગઈ. તે પોતાના ઘરે જ રહી. થોડીવાર પછી સંકેત પણ સામાન મુકાવીને પાછો આવ્યો. તે સીધો તોરલ પાસે આવ્યો અને પુછવા લાગ્યો, “તુ કેમ સામાન મુકાવા ના આવી ?” તેના પ્રશ્નો પર ધ્યાન ન આપતી તોરલ સંકેતને જ નીરખી રહી. તેણે કોઈની સાથે કોઈ વાત ના કરી અને સુઈ ગઈ. સંકેત પણ સુઈ ગયો. પણ તોરલને ઊંઘ ણા આવી તેના મનમાં અનેક જાતના વિચારોનું ઘોડાપૂર ઉમટ્યું. તેણે જેમ તેમ કરી રાત કાઢી.

બીજા દિવસે સવારે તેણે સંકેતને ઓફિસે ન જવા કહ્યું. એક અગત્યની વાત કરવી છે એમ કહી રોકી લીધો. જયારે સંકેતે પૂછ્યું તો કહ્યું, “બપોરે જામતી વખતે બધાની હાજરીમાં કહીશ.” તોરલે અર્ચનાને પણ ફોન કરી પોતાના ઘરે જમવા બોલાવી. અર્ચનાને તો ખુબ જ નવાઈ લાગી. તેને તો એમ જ હતું કે આ જાણ્યા પછી કે તે સંકેતને ચાહતી હતી તોરલ તેને જીંદગીમાં ક્યારેય બોલાવશે જ નહી. પણ આટો ઉંધુ થયું. એમ કરતાં બપોરનો સમય થયો. બધા જમવા માટે ટેબલ પર ગોઠવાયા. એટલામાં અર્ચના પણ ધબક્તે હૈયે આવી. તેને આવેલી જોઈ તોરલ તેને હસતાં ચહેરે દરવાજા સુધી સામે લેવા ગઈ. બધા જમવા બેઠા. સંકેતે પૂછ્યું, “શું વાત છે તોરલ, તુ શું કહેવા માગે છે ? એવી કઈ અગત્યની વાત છે કે તે મને આજે ઓફીસ પણ ન જવા દીધો.” તોરલે કહ્યું, “પહેલાં બધા જામી લો, પછી વાત કરું” બધા જમીને પરવાર્યા.

સંકેતે ફરી પૂછ્યું હવે તો બોલ તોરલ શું વાત છે?’ તોરલ ઉભી થઈ અને અર્ચનાની નજીક ગઈ અર્ચનાના હૃદયના ધબકારા વધી ગયા. “નક્કી તોરલ આજે મારા અને સંકેતના સબંધો પ્રત્યે વહેમાઈ ગઈ છે. આજે તે બધાની વચ્ચે ધમ્મા-ચકડી મચાવશે.” ત્યાંથી આગળ વધી તોરલ સંકેતની નજીક ગઈ તેને પગે લાગી અને કહ્યું, સંકેત હું જાણું છું કે તમે મને ખુબ પ્રેમ કરો છો. મારો ખુબ જ ખ્યાલ રાખો છો. પણ બદલામાં હું તમને કંઈ સુખ આપી શકતી નથી.” સંકેતે તોરલને ઉભી કરતાં કહ્યું, “તોરલ મે તને કેટલી વાર સમજાવી આવા વિચારો મગજમાંથી કાઢી નાખ. હું તારાથી ખુબ જ ખુશ છું.” તોરલ ત્યાંથી પાછી અર્ચના પાસે આવી, “અર્ચના તુ ખરેખર ખુબ મહાન છે. તે મારા સુખ ખાતર તારા સુખનું, તારી લાગણીઓનું અને તારા પ્રેમનું બલિદાન આપી દીધું. પણ આજે હું ફરી તારી પાસે કશુક માંગુ છું. તુ ના તો નહી કહે ને !“

અર્ચનાને ખુબ નવાઈ લાગી, “તુ શું કહેવા માગે છે તોરલ, શું વાત છે ! જે વીતી ગયું તે વીતી ગયું મે તને સવારે કહ્યુંતુ ને કે તુ વિચારે છે એવું કઈ હતું જ નહી. જે હતું તે એક તરફી જ હતું. સંકેત તો કશું જાણતો પણ નથી. એ સાવ નિર્દોષ છે. એ તને અને માત્ર તને જ ચાહે છે.” આ બધું સાંભળી સંકેત અને તેના માતા-પિતા અચરજમાં પડી ગયા. આ બધી વાતોથી અજાણ તેમને કંઈ સમજાતું નહતું. કે આ બધું શું ચાલી રહ્યું હતું. તોરલ અર્ચનાને પગે પડી ગઈ અને કરગરવા લાગી, અર્ચના તારા મારા પર ખુબ ઉપકાર છે. બસ એક છેલ્લો ઉપકાર કર. મારા સંકેત સાથે લગ્ન કરી લે” આ સાંભળી બધા ચમકી ઉઠ્યા. તોરલ આ શું કહી રહી હતી. સંકેતના મમ્મીએ તોરલ પાસે ગયા તેને ઉભી કરીને કહ્યું,”તોરલ તુ ગાંડી થઈ ગઈ છે ? આ શું બોલે છે એનું તને ભાન છે?” તોરલ પોતાની સાસુને ખોળો કાઢી કરગરવા લાગી “તમે પહેલાં મારી પૂરી વાત સાંભળો પછી જે કહેવું હોય તે કહો” એમ કહી તોરલે અર્ચનાની સંકેત પ્રત્યેની લાગણીની બધી વાત બધાને કરી. અને કહેવા લાગી. “હું તો તમને આ ઘરનો દીપક આપી શકું તેમ નથી. અને બીજી કોઈ અજાણ્યી વ્યક્તિ સાથે તમે સંકેતના લગ્ન નહી જ કરાવો. પણ અર્ચના તો આપણા સૌની પરિચિત છે. અને તે સંકેતને ચાહે પણ છે. જો એ સંકેત સાથે લગ્ન કરશે તો અર્ચના, સંકેત, હું, તમે બધા સુખી થાશું. અને એટલે જ મે નક્કી કર્યું છે કે હું સંકેતના બીજા લગ્ન કરાવીશ અને એ પણ અર્ચના સાથે જ. એકવાર અર્ચનાએ મારા માટે બલિદાન આપ્યું છે, અને આજે મારો વારો છે. અને મારે તો કઈ ગુમાવાનું પણ નથી. પણ ઉપરથી આ ઘરને પાપા પગલી કરતાં એક બાળકનો કિલ્લોલ મળશે.”

છેવટે તોરલની જિદ્દ આગળ સંકેત અને તેના માતા-પિતાને નમતું જોખવું પડ્યું. એ બધા સંકેતના અર્ચના સાથે બીજા લગ્ન માટે સહમત થયા. હવે માત્ર અર્ચનાના જવાબની રાહ જોવાતી હતી. અને ત્યાજ પોતાના જવાબમાં અર્ચના રડતા હૈયે તોરલને જઈને ગળે વળગી પડી. વર્ષોથી આંખોમાં ધરબાઈ પડેલો અફસોસ ખુશીના આંસુનો ધોધ બની અર્ચનાની આંખો માંથી વહેવા લાગ્યો. બધાને અર્ચનાનો જવાબ તેના આંસુઓમાં જ મળી ગયો. અને થોડા સમયબાદ અર્ચના અને સંકેતના લગ્ન થયા. સંકેત અને તોરલે તો કોર્ટમેરેજ કર્યા હતાં. એટલે એમની લગ્નની વિધિ પણ બાકી જ હતી. એટલે એ દિવસે ઇતિહાસમાં ભાગ્યે જોવા મળતી ઘટના બધાએ જોઈ. સંકેતે અર્ચના અને તોરલ સાથે એક જ ચોરીમાં લગ્નના સાત ફેરા ફર્યા. તોરલે જ સંકેત અને અર્ચનાને ઘરના ઉમરોટ પર આરતી ઉતારીને ઘરમાં આવકાર્યા. અર્ચના અને સંકેતના સુહાગ રાતની સેજ પણ તોરલે જ તૈયાર કરી. અને રાતે તોરલ જ સંકેતને નવી દુલ્હન બનીને આવેલી અર્ચનાના રૂમ સુધી હસતાં મોઢે મૂકી આવી.

લગ્ન પછી તોરલ અને અર્ચના સંકેતની એક કૃષ્ણની બે રાધા અને રુક્મણી બનીને રહેવા લાગ્યા. ધીમે ધીમે સમય પસાર થયો. અને અર્ચનાને પ્રેગનેન્સી રહી. તોરલ તો આ વાત જાણીને જુમી જ ઉઠી. તેણે આખી સોસાયટીમાં પેંડા વહેચાવ્યા. એક દિવસ તોરલ અર્ચનાનો હાથ પકડી પોતાની સાથે લઇ જવા લાગી. અર્ચનાને ખુબ નવાઈ લાગી. “પણ તુ મને ક્યાં લઇ જાય છે, એ તો કહે” “પણ તુ આવતો ખરા એમ કહેતી તોરલ અર્ચનાને સ્ટોરરૂમમાં લઇ ગઈ. અને તેણે જ ભેટ આપેલું ઘોડિયું તેને સોંપતા કહ્યું “આ ઘોડિયું તે જ આપ્યું હતું અને આજે તે જ આ ઘોડીયામાં ઝુલનારો આપી ઘોડિયાને સાર્થક પણ કર્યું છે” તેમ કહેતી તે અર્ચનાના માથાને ચુમી રહી. આ અર્ચનાએ નવ મહિને બાલકૃષ્ણ જેવા રૂપાળા દીકરાને જન્મ આપ્યો. જન્મતાની સાથે જ અર્ચનાએ એ બાળકને પહેલા તોરલના ખોળામાં આપ્યો. અને કહ્યું,”તોરલ આ તારોજ દીકરો છે ને તારો જ કહેવાશો. એના પર મારા કરતાં તારો અધિકાર પહેલો અને વિશેષ રહેશે. નાના બાળગોપાલને પોતાના ખોળામાં લઈને તોરલ તો ઝૂમી જ ઉઠી. તોરલે એ નાના મહેમાનું “કેશવ” એવું મીઠું નામ આપ્યું. થોડા દિવસો પસાર થયા. છ મહિનાનો સમય વીતી ગયો. તંદુરસ્ત થતા અર્ચનાએ પોતાની નોકરી સંભાળી. નાનો કેશવ તો તોરલને ખોળે જ હતો. તેને નાવડાવવાથી માંડીને જમાડવા અને સુવાડવા સુધીના બધા જ લાડ-કોડ તોરલ જ માણી રહી હતી. સંકેતનું ઘર હવે નાના બાળકની થણકારથી ચહેકવા લાગ્યું.

એક દિવસની વાત છે. ઘરના બધા જમવા બેઠા હતાં અને એક ટપાલ આવી. ટપાલ અર્ચના માટે હતી. અર્ચનાએ ટપાલ લીધી અને વાંચી. ટપાલ વાંચ્યા પછી તેણે બધાના ચહેરા તરફ નજર નાંખી. બધા આશ્ચર્યથી અર્ચનાના ચહેરા તરફ તાકી રહ્યા હતાં. અને એ જાણવા માટે ઉત્સુક હતાં કે શેની ટપાલ હતી. અર્ચના એ બધાને જણાવ્યું કે તેની ટ્રાન્સફરથઈ છે. કંપનીએ તેને પ્રમોશન આપ્યું હતું. અને તેની ટ્રાન્સફર વળી પાછી કેનેડા ખાતે કરી હતી. આ જાણી બધા નિરાશ થઈ ગયા. બધા અર્ચનાને જોબ છોડી દેવા સમજાવા લાગ્યા. પણ અર્ચનાએ ભવિષ્યનો લાભ સમજાવીને બધાને માનવી લીધા. ઘરમાં એક પ્રકારની ઉદાસી છવાઈ ગઈ. કેમ કે અર્ચનાની સાથે નાનો કેશવ પણ બધાથી દૂર થઈ જવાનો હતો.

એમ કરતાં અર્ચનાનો જવાનો દિવસ આવી ગયો. બધા અર્ચના અને નાના કેશવને એરપોર્ટ પર મુકવા માટે ગયા. ફલાઈટનું એલાઉન્સમેન્ટ થયું. અર્ચના ઉભી થઈ. પણ આ શું ! તે વિમાન તરફ જવાને બદલે તોરલ તરફ આવવા લાગી. તેણે કેશવને તોરલના હાથમાં મુક્યો અને કહ્યું, “તોરલ ભલે આ કેશવને જન્મ મે આપ્યો. પણ એની ખરી મા તો તુ જ છે. એ તારો છે અને તારો જ રહેશે. હું એની દેવકી છું. પણ એની જશોદાતો તુ જ છે.” આ જોઈને તોરલની આંખો હર્ષના આંસુઓથી છલકાઈ ગઈ. તે ઉપકારભરી નજરે અર્ચનાને વળગી પડી. બધાની આંખો આંસુથી છલકાઈ ગઈ. બધાને રડાવતી અર્ચના હસતા ચહેરે ફ્લાઈટમાં બેસી કેનેડા ચાલી ગઈ. બધા અશ્રુભીની આંખે તે મહાન હસ્તીને જતાં જોઈ જ રહ્યાં. નાનો કેશવ પોતાની જશોદાને જોઈને મલકી રહ્યો હતો !

લેખકઃ વિષ્ણુ દેસાઈ “શ્રીપતિ”

admin

Share
Published by
admin

Recent Posts

અભિમન્યુ ને ભૂલી ને અક્ષરા અભિનવ સાથે રોમેન્ટિક થતી જોવા મળશે, સ્ટોરી માં આવશે નવો વળાંક….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં ચાલી રહેલા કોર્ટ રૂમ ડ્રામામાં જીતશે પાખી, તો ભવાની આપશે સઈ ને દગો…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમા ને મેળવવા માટે નીચતા ની હદ પાર કરશે વનરાજ, અનુજને થશે તેની ભૂલનો અહેસાસ…

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

પાખી થી કંટાળીને વિરાટ આપી દેશે છૂટાછેડા, સઈ ફરીથી બનશે ચવ્હાણ પરિવાર ની વહુ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

6 months ago

અનુપમાની રેટિંગ માં થયો ધરખમ ઘટાડો, ગુમ હૈ કિસીકે પ્યાર મેં એ મારી છલાંગ, તો કંઇક આવ્યો રહ્યો યે રિશ્તા નો હાલ….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

6 months ago

માયા બનશે અનુજ ની પત્ની, તો વનરાજ બનશે અનુપમા ના ઘડપણનો સહારો…

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

6 months ago