“સુખદાયક હોય છે મૌન!” – ખરેખર ક્યારેક જિંદગીમાં મૌન સૌથી વધુ સુખદાયક હોય છે!

ગાંધીનગર જઈ રહેલ બસમાં બારી પાસે બેસેલ વીણા સતત રડ્યાં કરતી હતી. અવિરત એની આંખમાંથી આંસુઓ વહ્યાં જ કરતાં હતાં. બારીમાંથી આવી રહેલ પવનથી વીણાના ખુલ્લાં વાળ પવનને સાથ આપવાં ઉડી રહ્યા હતાં. આંખ પાસે ઉડીને આવતા વાળ એનાં આંસુઓથી ભીંજાઈને ભીનાં થઇ રહ્યા હતા…પણ, વીણા તો જાણે કૈક યાદ કરતી હોય એમ અવિરત બારીની બહાર જ સ્થિરમગ્ન થઈને જોયા કરતી હતી. બાજુની સીટ પર કોણ બેઠું છે….એ શું વિચારશે મારા માટે! એની કોઈ જ પરવા વીણાને ન હતી.

જેટલી સ્પીડે બસ ચાલતી હતી. તેટલી જ સ્પીડ હતી, વીણાનાં મનનાં વિચારોની.
“હેય, વીણા! આજે તું કેમ કોલેજ લેટ?….ઓલ ફ્રેન્ડસ પ્લીઝ કમ હિઅર……ફાસ્ટ ફાસ્ટ, આ નિયમિતતાની દેવીને વરેલી વીણા, જે રોજ રોજ કોલેજ નિયમિત આવવું જોઈએ…..ભણવામાં ધ્યાન આપવું જોઈએ. વિદ્યા વડે જ આપણા જીવનનું ઘડતર થાય છે વગેરે…..વગેરે….વગેરે. આવા લેકચર આપનાર વીણાજી આજે ખુદ મોડા પધાર્યા છે…ચાલો આપણે સૌ મોડા આવનાર વિણાજીનું સ્વાગત કરીએ.”, વીણાની મજાક ઉડાવતાં સુજલ બોલ્યો.

“સુજલ! તું નહિ જ સુધરે. એ નક્કી જ છે.” વીણાએ સુજલ પાસે જઈ મીઠાં ગુસ્સા સાથે આંખ જીણી કરતાં બોલી.
“ચલ હવે બહુ ડાહી ન થા. આમ પણ તું બે લેકચર કોલેજ લેટ આવી છે. કોલેજમાં હવે લેકચર ભરીને પણ તું શું શીખવાની છે. ચાલો ફ્રેન્ડ કોઈ મૂવી જોવાં જઈએ એના કરતાં.”

વીણા કશું બોલે એ પહેલા જ સુજલના પ્રસ્તાવને સૌએ કુદી કુદીને સ્વકાર્યો…અચાનક કરેલ નિર્ણયની તૈયારી પણ અચાનક જ હોય છે…જેની જોડે બાઈક હતાં,.એ બધાના બાઈકની પાછળની સીટમાં જેની જોડે વ્હીકલ નથી એ ગોઠવાઈ ગયા….સુજલના બાઈકને બાદ કરતા….હવે વીણા પાસે સુજલના બાઈક પર બેસવા સિવાય બીજો કોઈ ઓપ્સન ન હતો…એ પણ બીજા બધાની જેમ ચૂપચાપ એના બાઈક પર બેસી જાય છે.

મસ્તી કરતા, હાથ ઊછાળતાં સૌ આલ્ફા મોલના થીયેટર પર પહોચ્યા…ટીકીટ લઈને લીફ્ટમાં ગોઠવાઈ ગયા….થીયેટર થર્ડ ફ્લોર આવેલ હતું સો.

“નવી નવી યુવાનીને માણતા સૌ કેટલા ખુશ હતા….બધાં પોતાના ભવિષ્યથી અજાણ હતા….સારું હતું ને એ યુવાનેનાં આનંદમાં નિર્દોષ જીવન જીવવા મળે છે. બાકી પછી તો ખબર નહિ, આખા જીવનની વ્યાખ્યા જ બદલાઈ જતી હોય છે.”, કોલેજના દિવસો યાદ આવી ગયેલ વીણાએ ફરી આસું લૂછ્યાં.

યાદ ન કરવા ઈચ્છતી વિણાને પરાણે બધું યાદ આવવા લાગ્યું. વીણાની આંખોમાંથી ભૂતકાળ સ્વરૂપે આંસુ ટપકતાં જ હતાં. એનાં ધીમાં ડૂસકાં માત્ર એના કાન સુધી જ પહોંચતાં હતાં, કારણ કે બસનો સ્ટોપ હોવાથી આજુબાજુ ખૂબ ઘોંઘાટ હતો.

“‘ચાય બોલો ચાય,ચાય બોલો ચાય’ મેમસાબ ચાય પીલો, ગરમાં ગરમ ચાય….”ઉમરમાં સાવ નાનો પણ એનો અવાજ ખુબ પહાડી ને મીઠો લાગ્યો……ચા પીવાનું પણ કેટલું મીઠાશથી પૂછતો હતો….આ ચા વાળા છોકરાની બૂમો સાંભળી વીણાએ ભૂતકાળની બારીએથી વર્તમાનમાં ડોકિયું કર્યું. થોડી સ્વસ્થ થઈ. એણે ચા વાળાને બૂમ પાડી.
“‘સૂનો,ઓ ચાયાવાલે! મૂજે એક ચાય દે દો,”
“જી, મેમસાબ! આપ એ ચાય પીઓન્ગે તો આપકો આપકા પહલાં પ્યાર યાદ આ જાયેગાં”, ચા વાળો ચાય આપતા આપતા આટલું બોલી આગળ વધ્યો.

ચા પીધી ને પાછી બસ ચાલી…..ઝાડ, રસ્તાઓ પણ બસની સાથે સાથે ચાલી રહ્યાં હોય એવું લાગ્યું….જેમ જેમ બસે પાછી સ્પીડ પકડી તેમ તેમ વીણા પાછી એ ભૂતકાળની બારી પાસે પહોચી જાય છે.
‘વીણા…તું સગાઇ કેમ કરી શકે છે? તું અને સુજલ બંને એકબીજા માટે જ બન્યા છે. રોજ સવારે કોલેજ આવેને સવારની પહેલી ચા પણ જોડે પીવાની જેને આદત હતી..આજે એ જ વ્યક્તિ આ નિર્ણય કેમ લઇ શકે?’ , રાધિકાએ વીણાને પૂછ્યું.

“રાધિકા, શું કહું તને? એ જ કે મારા મમ્મી, પપ્પાને મારા પ્રેમ કરતાં એમની ઈજ્જત વ્હાલી છે. એમને પોતાની દીકરીની જિદગી કરતા સમાજ વહાલો છે..જે વ્યક્તિ સાથે હું મારી જિંદગી વિતાવવા માંગું છું…એ સુજલને હું સાત સાત વર્ષથી ઓળખું છું. મારા પરિવારના લોકો બધા એને સારી ઓળખે છે. એના પરિવારને પણ ઓળખે છે. એની જોડે નાં પાડે છે મને મેરેજ કરવાની. ને એવા પરિવારને મને સોપી દેવા માંગે છે. જેનું હજી ઘર પણ નથી જોયો…જે છોકરાં સાથે મેં ખાલી સાત મિનીટ જ વાત કરી…એ છોકરા સાથે મને પરણાવવા માંગે છે….લગ્ન મારા પણ મારી કોઈ ચોઈસ જ નહિ…જ્યારે મેં સુજલ સાથે લગ્ન કરવાની વાત કરી ત્યારે મારી મમ્મી એ શું કહ્યું મને એ તને ખ્યાલ છે?, મને કહ્યું કે આના કરતા તો અમને ભગવાને દીકરો આપ્યો હોત તો સારૂં થાત….તું તો અમારું નાક કપાવવા પેદા થઇ છે…આવી દીકરી ભગવાન દુશ્મનને પણ ના આપે!. જો મારે એમનું નાક જ કપાવવું હોત તો હું સુજલ જોડે ભાગી ને પણ મેરેજ કરી શકું ને?,પણ, અફસોસ મારા મા-બાપને આજે એમની જ પરવરીશ પર ભરોસો નથી!”,રડતા રડતા વીણા બોલ્યે જતી હતી.

“દુનિયાદારીની પરવા કરનાર મા-બાપ અમારો પ્રેમ સહજતાથી નહીં જ સ્વીકારે.રાધિકા! મારી પાસે હવે મૌન સિવાય કોઈ વિકલ્પ નથી….હું બધા સામે લડી શકું…પણ, મારા જ મા-બાપ સામે કેમ હું લડી શકું? જેનાં થકી હું આ દુનિયામાં આવી છું.”

“મારા સ્વપ્નોને, મારી જિંદગીને, મારા પ્રેમને હું મારા મૌનમાં સદા મહેસૂસ કરીશ….હું કશું આગળ બોલવા જ નથી માંગતી, હું હવે કોઈ રીપોર્ટીંગ કરવા નથી માંગતી, પ્લીઝ રાધિકા તું હવે સુજલને સંભાળી લે. તું એને પ્રેમ આપ જે હું નથી આપી શકવાની….તું પણ એને પ્રેમ તો કરે જ છે ને? મેં તારી આંખોમાં સુજલ પ્રત્યે પ્રેમ જોયો છે.”

“પરંતુ, એ તો તને..!”
“બસ, હવે આ જ જિંદગી છે…..તું મને હેલ્પ કર!”, રાધિકાને બોલાતી અટકાવી વીણા બોલી.
વીણાનાં મેરેજ સાગર સાથે થયાં. વીણાને બાદ કરતા ઘરના સૌ ખુશ હતા….એમાય એની મમ્મી તો એટલી ખુશ હતી કે એને જોઈ એવું લાગતું કે જાણે એ કોઈ યુદ્ધ જીત્યાં હોય!

વીણાનું નસીબ જ ઝાંખું પડી ગયું હતું….સાગર રોજ દારૂ પીને ઘરે આવતો, મારપીટ કરતો..વીણા આ બધું હતાશ મને સહન કર્યે જતી હતી.
ક્યારેક એ ખુદને જ પ્રશ્નો પૂછતી કે, “ક્યા સુધી મારે વગર વાંકે સજા ભોગવવાની? “
“હું ફરિયાદ પણ કોને કરું? એ જ મા-બાપને જેને મને હાથે કરીને આ કુવામાં ધક્કો મારીને નાંખી છે? જિંદગી મારી છે…હવે હું જ મારો નિર્ણય કરીશ!”

મક્કમ મને નક્કી કર્યું, ઘરે બેઠા સરકારી નોકરી મેળવવા માટેની તૈયારી શરૂ કરી. જેવી ભરતી પડે કે તરત જ ફોર્મ ભરવાનું ચૂકે નહી. આંખો દીવસ ઘરનું કામ કરે, રાત્રે પીધકકડ પતિનો માર ખાય, ગાળો ખાય તો પણ એ નિયમિત સમય કાઢી વાંચવાનું ચૂકતી નહિ.
સચિવાલયમાં કલાર્કની પરિક્ષા પાસ કરી, મેરીટમાં નામ પણ આવ્યું…ઈન્ટરવ્યું પણ પાસ કર્યું. આજે જોબનો પહેલો દિવસ હતો….પણ અફસોસ, મારી જિંદગીની આટલી મોટી ખુશી નથી મારા એ મારા મા-બાપને કહી. કે નથી મારા એ દારૂડિયા પતિને…!

પોતાનાં ભૂતકાળને ચાની ખાલી પ્યાલી સાથે ફેંકીને, આંસુઓ લૂછીને એક હળવા સ્મિત સાથે બારીની બહાર દેખાતા કુદરતી સૌન્દર્યને માણતી વીણા પાછી મૌન થઇ ગઈ વર્તમાનની ખુશી માટે!
ખરેખર ક્યારેક જિંદગીમાં મૌન સૌથી વધુ સુખદાયક હોય છે!

લેખક : તૃપ્તિ ત્રિવેદી

શેર કરો આ વાર્તા તમારા ફેસબુક પર અને લાઇક કરો આમારું પેજ.

admin

Share
Published by
admin

Recent Posts

અભિમન્યુ ને ભૂલી ને અક્ષરા અભિનવ સાથે રોમેન્ટિક થતી જોવા મળશે, સ્ટોરી માં આવશે નવો વળાંક….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં ચાલી રહેલા કોર્ટ રૂમ ડ્રામામાં જીતશે પાખી, તો ભવાની આપશે સઈ ને દગો…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમા ને મેળવવા માટે નીચતા ની હદ પાર કરશે વનરાજ, અનુજને થશે તેની ભૂલનો અહેસાસ…

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

પાખી થી કંટાળીને વિરાટ આપી દેશે છૂટાછેડા, સઈ ફરીથી બનશે ચવ્હાણ પરિવાર ની વહુ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

6 months ago

અનુપમાની રેટિંગ માં થયો ધરખમ ઘટાડો, ગુમ હૈ કિસીકે પ્યાર મેં એ મારી છલાંગ, તો કંઇક આવ્યો રહ્યો યે રિશ્તા નો હાલ….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

6 months ago

માયા બનશે અનુજ ની પત્ની, તો વનરાજ બનશે અનુપમા ના ઘડપણનો સહારો…

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

6 months ago