ચહેરાની સાથે વાળ પણ આપણી પર્સનાલિટી વધારવામાં અગત્યતા ધરાવે છે. જો ઉંમર પહેલા જ માથા પરના વાળ જવા લાગે તો અનેક પ્રકારની શરમ અનુંભવાતી હોય છે. મહિલાઓની સરખામણીમાં પુરુષોને વધુ પ્રમાણમાં ટાલ પડવાની સમસ્યા સતાવતી હોય છે. માથામાં ટાલ પડવાને કારણે કેટલાક લોકો એટલી બધી શરમ અનુંભવે છે કે તેઓ સ્ટ્રેસમાં આવી જાય છે જેની સૌથી મોટી અસર હેલ્થ પર પડે છે. જો કે ટાલિયાપણું દૂર કરવા માટે પુરુષો અનેક ઘણી ટ્રિટમેન્ટનો સહારો લેતા હોય છે તેમ છતા તેમને જોઇએ તે પ્રમાણમાં રિઝલ્ટ મળી શકતુ નથી. જો કે ઘણા લોકો પોતાની ટાલને છુપાવવા માટે માથામાં વિગ પણ પહેરતા હોય છે.
આમ, જો તમે પણ ટાલિયાપણાંની સમસ્યાથી હેરાન-પરેશાન થઇ ગયા છો તો આ તેલ તમને ખૂબ જ કામમાં આવશે. આ તેલ ફુદીનાનું છે જેમાં અનેક એવા તત્વો છે જે વાળની સમસ્યાઓ જેમ કે, ટાલિયાપણું, વાળનું ખરવુ, માથાનો ખોડો જેવી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તમને જણાવી દઇએ કે, આ તેલથી જો તમે માલિશ કરો છો તો તમને માથામાં થતા દુ:ખાવાથી પણ રાહત મળે છે.
ટાલમાં વાળ આવે
જો તમારા વાળ સતત ખરવાને કારણે માથામાં ટાલ પડી ગઇ છે તો ફુદીનાનું તેલ તમારા માટે એકદમ બેસ્ટ છે. ફુદીનાના તેલથી માથામાં માલિશ કરવાથી રોમછિદ્રો ખુલી જાય છે અને નવા વાળ આવવાના શરૂ થઇ જાય છે. આ તેલની માલિશ કર્યા પહેલા એક વાતનું ખાસ ધ્યાન એ રાખો કે, તેમાં પહેલા વિટામીન ઇની કેપ્સુલ મેળવો. આમ, આ તેલથી તમે રોજ રાત્રે સૂતા પહેલા 20 મિનિટ સુધી માલિશ કરો. ફુદીનાના તેલથી માલિશ કરવાથી રક્ત પ્રવાહ તેજ થાય છે જે કારણોસર માથામાં વાળ એકદમ ઝડપથી આવવા લાગે છે.
વાળ મજબૂત થાય છે
ફુદીનાના તેલમાં પ્યૂલગોન અને મેન્ટોન તત્વ હોય છે જે વાળને ખરતા અટકાવે છે અને વાળને જડમૂળથી મજબૂત બનાવવાનું કામ કરે છે. તમે ફુદીનાના તેલથી જો ડાયરેક્ટ માલિશ કરવા ના ઇચ્છતા હોવ તો આ તેલમાં નારિયેળનું તેલ અથવા બદામનું તેલ પણ મિક્સ કરી શકો છો.
ખોડાથી છૂટકારો
માથામાં ખોડો થવો એ એક સામાન્ય સમસ્યા છે. માથામાં ખોડો થવાથી વાળ વધુ પ્રમાણમાં ખરવા લાગે છે. જો તમે ખોડાની સમસ્યામાંથી છૂટકારો મેળવવા ઇચ્છતા હોવ તો આ તેલ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આમ, જો તમે આ તેલનો નિયમિત ઉપયોગ કરશો તો તમે આ સમસ્યામાંથી સરળતાથી છૂટકારો મેળવી શકો છો.
મગજને ઠંડુ રાખે
ફુદીનામાં એક નેચરલ જ ઠંડક હોય છે જે મગજને ઠંડક પહોંચડાવાનું કામ કરે છે. જો તમે આ ગરમીમાં ફુદીનાના તેલથી રાત્રે માથાના વાળમાં મસાજ કરો છો તો તમે રિલેક્સ થઇ જાઓ છો અને મગજ એકદમ ઠંડુ પણ થઇ જાય છે. આ સાથે ફૂદીનાના તેલથી વાળમાં મસાજ કરવાથી આખા દિવસનો થાક પણ ઉતરી જાય છે.
લેખન સંકલન : નિયતી મોદી
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…