લસણની ચટણી
લસણ ની ચટણી બધા ના ઘરે બનતી જ હોય છે. હું આજે સૂકી લસણ ની ચટણી ની રેસિપી લાવી છું.. જે તમે 1 મહિના થઈ વધુ સ્ટોર કરી શકો છો. આ ચટણી તમે વડાપાઉં , ઢોકળાં, બટેટાવડા, શાક કે પછી કોઈ પણ ફરસાણ જોડે સર્વ કરી શકો છો. અને જો તમે ચટણી ના શોખીન છો તો ચોક્કસ થી તમે રોજ ખાઈ શકો એવી આ ચટણી છે.
ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળતા થઈ બની જાય એવી આ લસણ ની ચટણી ચોક્કસ થી ટ્રાય કરો.
સામગ્રી:-
1/2 કપ લસણ ની કળી,
2 ચમચા કપ સિંગદાણા,
1 ચમચો સફેદ તલ,
1 ચમચો સૂકા ટોપરનો ભુકો,
5-7 સૂકા લાલ મરચાં,
1 ચમચી સૂકા ધાણા ( જો ધાણા ના હોય તો 1 ચમચો ધાણાજીરુ ક્રશ કરવામાં ઉમેરો ),
મીઠું અને મરચું સ્વાદાનુસાર,
ચપટી હિંગ,
2 ચમચા તેલ,
રીત:-
સૌ પ્રથમ એક પૅન માં તેલ મુકો. તેમાં ચપટી હિંગ અને લસણ ની કળી ઉમેરી ને 1 મિનીટ સાંતળો. પછી સિંગદાણા અને લાલ સૂકા મરચાં નાખી ને સાંતળો.. ત્યારબાદ તેમાં સૂકા ધાણા, તલ અને ટોપરા નો ભુકો નાખી ને ધીમા ગેસ પર બધું ગુલાબી રંગ નું થાય ત્યાં સુધી સાંતળો અને ગેસ બંધ કરી લો.
હવે જ્યારે બધું ઠંડુ થઈ જાય એટલે મિક્સર જાર માં લો. તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરચું ઉમેરો. ( મેં 3 ચમચી લાલ મરચું ઉમેર્યું છે) પછી ધીરે ધીરે ક્રશ કરી લો .
મનગમતી વાનગી સાથે આ સ્વાદિષ્ટ ચટણી સર્વ કરો…
નોંધ:-
તેલ ઓછું પણ લઈ શકાય . વધુ લાંબો ટાઈમ સ્ટોર કરવી હોય તો વધુ તેલ હશે તો વધુ સારી રહેશે.
મેં મીડિયમ તીખી ચટણી બનાવી છે. તમે તમારા સ્વાદ મુજબ લાલ મરચું વધુ કે ઓછું ઉમેરી શકો છો.
તમને કલર વધુ લાલ કરવો હોય તો કાશ્મીરી લાલ મરચું ઉમેરો.
આ ચટણી માં આમચૂર પણ સારું લાગે જો તમને જરા ખટાશ વાળો ટેસ્ટ ગમતો હોય તો.
જો સૂકા ધાણા ના હોય તો ક્રશ કરવામાં ધાણાજીરુ ઉમેરી લો.
રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…