રણમાં ખીલ્યું ગુલાબ – ખરેખર પ્રેમ આંધળો જ હોય છે એ આ વાર્તા વાંચીને તમે પણ કહેશો…

રણમાં ખીલ્યું ગુલાબ

આરઝૂ હસરત ઔર ઉમ્મીદ શિકાયત આંસુ
ઇક તેરા ઝિક્રથા ઔર બીચમેં ક્યા ક્યા નિકલા
વીસ વર્ષની મંજૂષા આજે પહેલી વાર આવી રીતે, આવા આશય સાથે, કોઇ યુવાન પુરુષની સાથે હોટલમાં બે-ત્રણ કલાક માટે એકાંતનો સહવાસ માણવા તૈયાર થઇ હતી.

હોટલનાં પગથિયાં ચડતી વખતે એનાં મનમાં એક સાથે અનેક પ્રકારના ભાવો ઊઠી રહ્યા હતા; મનની અંદર ગમી ગયેલા પ્રેમીને પામી લેવાનો થનગનાટ હતો, હૈયામાં જાતીય આવેગનો રોમાંચ હતો અને સાથે-સાથે ‘કોઇ જોઇ તો નહીં જાય ને?’ એવો છૂપો ભય પણ હતો.

એટલું વળી સારું હતુંકે એની સાથે, એની બાજુમાંજ એનો પ્રેમી માર્મિક પણ પગથિયાં ચડી રહ્યો હતો.
‘બિહેવ નોર્મલી!’ માર્મિક ગણગણયો, ‘તું જો આરીતે થરથર ધ્રૂજતી રહીશ તો કોઇને પણ શંકા જશે; આપણે પકડાઇ જઇશું.’

‘પણ ડર તો લાગેજ ને? આ પહેલાં આવી રીતે હું કોઇનીયે સાથે…..’

‘ધીમે બોલ! મને મરાવી નાખીશ. જિંદગીમાં ઘણું બધું પહેલી વારજ થતું હોય છે. મેં અહીં રૂમ બુક કરાવતી વખતે એવું લખાવ્યું છે કે આપણે પતિ-પત્ની છીએ. પણ તારું વર્તન એવું છે કે હોટલના સફાઇ કામદારને પણ સમજાઇ જશે કે તું કાચી કુંવારી…..’

રિસેપ્શનનું કાઉન્ટર નજીક આવી ગયું એટલે માર્મિકે ગણગણાટ બંધ કરી દીધો.
કાઉન્ટર પાછળ એક તરવરિયો જુવાન ઊભો હતો. પેન્ટ, શર્ટ અને ટાઇ પહેરેલો. વાણીમાં વ્યાવસાયિક નમ્રતા અને વર્તનમાં તાલીમ પ્રાપ્ત વિવેક,‘યસ સર! વ્હોટ કેન આઇ ડુ ફોર યુ?’

માર્મિકે શક્ય એટલા ઓછા શબ્દોમાં પતાવ્યું,‘મેં ફોન પર રૂમ બુક કરાવ્યો હતો. મિ.એન્ડ મિસિસ ભટ્ટના નામે.’
‘વેઇટ ફોર એ મિનિટ, સર.’યુવાને ટેબલ પર પડેલું રજિસ્ટર ઉઘાડ્યું. બુકિંગ લિસ્ટ તપાસ્યું. પછી સહેજ ઝૂકીને પૂછવા લાગ્યો, ‘કમિંગ ફ્રોમ…..?’

‘નડિયાદ.’ માર્મિક આવી પૂછપરછ માટે પૂરે પૂરો સજ્જ થઇને આવ્યો હતો,‘અહીં એક કોન્ફરન્સ માટે આવ્યાં છીએ. બે-ત્રણ કલાકજ રહેવાનાં છીએ. આરામ કરીને નીકળી જવાનાં છી એ.’યુવાને રજિસ્ટરમાં થોડીક વિગત ટપકાવી, પછી આઇ.ડી. પ્રૂફ માગ્યું. માર્મિકે પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવ્યું. પેલાએ રૂમની ચાવી આપી. વેઇટર આવીને બંનેને દોરી ગયો. રૂમ પાસે લઇ જઇને પાછો ફરી ગયો.બંધ રૂમનું એકાંત. ઉત્તેજિત દેહો. ઉન્માદ ભર્યા વિચારો. સાનુકૂળ વાતાવરણ. શરીર પરથી આવરણો ઊતરતાં ગયાં અને મન પરથી પણ.

ગાઢ આલિંગનમાં કેદ થઇને માર્મિક-મંજૂષા એક-મેકમાં ઓગળી રહ્યાં હતાં, ત્યારે અચાનક માર્મિકે ઊંહકારો કર્યો, ‘ઊંહ! ઓહ!’ અને પછી અચાનક અળગો થઇ ગયો.

‘કેમ, શું થયું?’ મંજૂષાને આશ્ચર્ય થયું.

‘મારી પીઠમાં કશુંક વાગ્યું? જ્યાં તારો હાથ અડ્યો ત્યાં……’

મંજૂષાએ પોતાની બંને હથેળીઓ ખુલ્લી કરીને માર્મિકની સામે ધરી દીધી, ‘લે, જોઇલે, મારા હાથમાં કાંટા નથી ઊગ્યાને?’

‘અરે, મારી ડાર્લિંગ! તારી હથેળીઓતો માખણ જેવી પોચી છે, પણ મને કશુંક ખૂચ્યું એતો….’ ત્યાંજ માર્મિકની નજર મંજૂષાના જમણા હાથની ત્રીજી આંગળી પર ગઇ. અમાં એણે એક હીરા જડિત વીંટી ધારણ કરી હતી.

‘હવે કારણ પકડાઇ ગયું. તારી આ વીંટીજ મને વાગી હશે. એ ભલે ધારદાર નથી, પણ જ્યારે તું મારી પીઠ ફરતે સખ્તાઇથી તારા બંને હાથ ભીંસી દે છે ત્યારે કદાચ એ વીંટીની ધાર……’

‘ઓહ! એમાં વળી ક્યાં મોટી વાત છે? લે, આ કાઢી નાંખી વીંટી! બસ? હવે તો કોઇ પ્રોબ્લેમ નથી ને?’
મંજૂષાએ સાચા હીરાની અંગૂઠી ઉતારીને ઓશિકાની નીચે દબાવી દીધી.

પછી ફરીથી પાછા બંને ગાઢ આલિંગનમાં જકડાઇ ગયાં. આવખતનું આલિંગન વધારે ગાઢ હતું, વધારે પ્રલંબ અને વધારે ઉત્તેજના પૂર્ણ.

એકાદ કલાક પસાર થઇ ગયો. કલાન્ત હાલતમાં માર્મિક હાંફતો પથારીમાં પડ્યો; મંજૂષા બાથરૂમમાં ચાલી ગઇ. થોડી વાર પછીએ બહાર આવી. બંને જણાં વાતોએ વળગ્યાં. રૂમ સર્વિસ પર ફોન કરીને માર્મિકે બે કટલેટ્સ મગાવી. સાથે ચા પણ.

અડધા કલાક પછી વાસંતી મહોત્સવની સેકન્ડઇ નિંગ્ઝ શરૂ થઇ. ફરીથી એજ ગરમ શ્વાસોની સરગમ, એજ ઉષ્ણ આવેગોની મૂઠભેડ અને એજ ભીની-ભીની ત્વચાઓની લપસણી રમત!

ત્રણ કલાક ક્યાં પસાર થઇ ગયા! ખબરજ ન રહી. બંને જવા માટે તૈયાર થવા લાગ્યાં.
માર્મિક તો ઝડપથી તૈયાર થઇ ગયો. મંજૂષાને વાર લાગી. વિખરાયેલા વાળ સરખા કરવામાં અને ચહેરા પર હળવો

‘મેકઅપ’ કરવામાં સ્વાભાવિક પણેજ વધુ સમય લાગે.

બંનેજણાં રૂમમાંથી બહાર નીકળવાની તૈયારીમાં હતા, ત્યારે અચાનક મંજૂષાને યાદ આવ્યું, ‘ અરે, મારી વીંટી? સારું થયું કે છેલ્લી ઘડીએ યાદ આવ્યું; નહીંતર ભુલાઇજ જાત!’

મંજૂષાએ ઓશિકું ઊઠાવ્યું. પણ વીંટી જોવા ન મળી. ક્યાંક ખસી ગઇ હશે એવું માનીને એણે બે-ત્રણ ફીટના ઘેરાવામાં બધું તપાસી લીધું.

‘માર્મિક, વીંટી જડતી નથી. જોને, ક્યાંક પડીતો નહીં ગઇ હોય ને?’ એણે પ્રેમીની મદદ યાચી.

‘અરે, પડી ગઇ હશે તોપણ આ રૂમમાંજ હશે ને? તું હટીજા; હું તપાસ કરું છું.’ કહીને માર્મિકે શોધ-અભિયાન પોતાના હાથમાં લઇ લીધું.

આખી બેડશીટ ખેંચીને ખંખેરી નાખી. બ્લેન્કેટ્સ ઝાટકી નાખ્યાં. ગાદલાં ઊંચકીને જોઇ લીધું. બેડની નીચે મોબાઇલની લાઇટ ફેંકીને તપાસ કરી લીધી. વીંટી ક્યાંય ન મળી.

હવે મંજૂષા રડવા માંડી. માર્મિક અકળાઇ ગયો, ‘પ્લીઝ, કંટ્રોલ યોર સેલ્ફ. એક વીંટી માટે તું આમ……’‘એ કોઇ સાધારણ વીંટી ન હતી, માર્મિક, એ મારી મમ્મીએ મને ગિફ્ટમાં આપેલી વીંટી હતી. મારી મમ્મી અત્યારે હયાત નથી. એ વીંટી મારી સ્વર્ગસ્થ મમ્મીની નિશાની હતી. મારે એ કોઇપણ ભોગે જોઇએજ.’

‘ડાર્લિંગ! તું હોશમાં આવ. એકતો આપણે અહીં જૂઠું બોલીને આવ્યાં છીએ. જો વધારે હંગામો થશે તો પોલીસ આવશે. આપણો ભાંડો ફૂટી જશે.’

‘હું સમજું છું; આપણે ભલે પોલીસ સુધી વાત ન લઇ જઇએ, પણ હોટલના મેનેજરને તો કહી શકીએને?’

માર્મિકને આ વાત યોગ્ય લાગી. તરતજ મેનેજર દોડી આવ્યો. એણે માણસોને આદેશ આપ્યો, ‘ રૂમનો એકએક ઇંચ જોઇ વળો! વીંટી જડવીજ જોઇએ.’

એક કલાકની છાનબીન પછી પણ વીંટી ન જડી. મેનેજરે હાથ ઊંચા કરી દીધા, ‘સોરી, સર! રૂમમાંતો વીંટી નથીજ. તમને ખાતરી છે કે મેડમ વીંટી પહેરીને આવ્યાં હતાં? એક્યુઅલી, દરેક ગ્રાહક પોતાની કિંમતી ચીજ વસ્તુ માટે પોતેજ જવાબદાર છે. જો તમે તમારું વોલેટ કે સોનાનાં આભૂષણો અમારા લોકરમાં સાચવવા માટે સોંપ્યાં હોય તોજ અમારી જવાબદારી…..!’ તમે કહોતો હું પોલીસને…..’‘નો, નો! ઇટ્સ ઓ.કે.! અમે જઇએ હવે.’ માર્મિક અને મંજૂષા પોલીસનું નામ સાંભળીને ભડકી ઊઠ્યાં. હિસાબ પતાવીને ઝડપથી બહાર નીકળી ગયાં.

ઘરે આવીને મંજૂષા પોતાના બેડરૂમમાં ભરાઇ ગઇ. ખૂબ રડી લીધા પછી એને લાગ્યું કે જો આવાત એ પોતાના મનમાંજ રાખશે તો કદાચ તણાવથી એની ખોપરી ફાટી જશે. કોને કહી શકાય? મમ્મીતો હતી નહીં. પપ્પાતો વઢશે. એને એની બેસ્ટ ફ્રેન્ડ યાદ આવી. એણે પ્રિયાંશીને ફોન કર્યો.

‘પ્રિયાંશી, આઇ વોન્ટ ટુ શેર સમથિંગ વિથ યુ. તું ધ્યાનથી સાંભળજે…..’ મંજૂષાએ એ દિવસની પૂરી ઘટના રજેરજ વિગત સાથે પ્રિયાંશીને જણાવી દીધી. પછી પૂછ્યું, ‘તને શું લાગે છે, વીંટી ક્યાં ગુમ થઇ ગઇ હશે?’

બે મિનિટની દીર્ઘ ખામોશી પછી પ્રિયાંશીએ પૂછ્યું, ‘મારી ભોળી મંજૂષા! મનેતો સાફ દેખાઇ રહ્યું છે બધું. તને કંઇજ દેખાતું નથી?’‘દેખાય છે ને? મને પણ હવે સહેજ સમજાવા માંડ્યું છે.’
‘શું તું એજ વિચારી રહી છે જે હું વિચારી રહી છું. જો તારો જવાબ ‘હા’ માં હોય તો આજ ક્ષણથી તું એ ઉઠાવગીરથી દૂર થઇજા! ફોન મૂકું છું.’ પ્રિયાંશીએ માત્ર આટલુંજ કહ્યું અને ફોન કાપી નાખ્યો.

મંજૂષા ભલે ગમે એટલી ભોળી હતી, પણ એને પોતાની બેસ્ટ ફ્રેન્ડની સલાહ પર પૂરો ભરોસો હતો, બીજાજ દિવસથી એ માર્મિકથી દૂર ખસી ગઇ.

બે વર્ષ પછી એને જાણવા મળ્યું. માર્મિકે બીજી એક ખૂબસૂરત છોકરીને ભોળવીને લગ્નનાં બંધનમાં ફસાવી લીધી હતી. એ પોતે ખાસ કંઇ કમાતો ન હતો. પત્નીનાં ઘરેણાંની ચોરી કરીને એ વેચી મારતો હતો; એમાંથી એ જુગાર અને સટ્ટો રમતો હતો. મંજૂષાની પહેલાં પણ એ બે-ત્રણ યુવતીઓને આવીજ રીતે હોટલમાં લઇ ગયો હતો.એની મોડસ ઓપરેન્ડી આજ હતી. બંધ ઓરડો. અનાવૃત શરીરો. પ્રગાઢ આલિંગન. પછી એક હળવો ઊંહ કારો. વીંટી ખૂંચે છે એવી ફરિયાદ…….. અને પછી…..!

હા, માર્મિક એની નવી પ્રેમિકાને હોટલમાં ખેંચી જતાં પહેલાં એ વાતની ખાતરી અચૂક કરી લેતો હતો કે એ યુવતીએ શરીર પર વીંટી, સોનાની ચેઇન અથવા કીમતી ઇઅરિંગ્ઝ પહેરેલાં છે જ!
(શીર્ષક પંક્તિ: સરવર આલમરાઝ)
——————————————————————————–

 

લેખક : ડૉ. શરદ ઠાકર

વાર્તા વિશેના અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો, અને દરરોજ અવનવી વાર્તાઓ અને માહિતી સભર પોસ્ટ વાંચો ફક્ત અમારા પેજ પર.

admin

Recent Posts

અભિમન્યુ ને ભૂલી ને અક્ષરા અભિનવ સાથે રોમેન્ટિક થતી જોવા મળશે, સ્ટોરી માં આવશે નવો વળાંક….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં ચાલી રહેલા કોર્ટ રૂમ ડ્રામામાં જીતશે પાખી, તો ભવાની આપશે સઈ ને દગો…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમા ને મેળવવા માટે નીચતા ની હદ પાર કરશે વનરાજ, અનુજને થશે તેની ભૂલનો અહેસાસ…

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

પાખી થી કંટાળીને વિરાટ આપી દેશે છૂટાછેડા, સઈ ફરીથી બનશે ચવ્હાણ પરિવાર ની વહુ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

6 months ago

અનુપમાની રેટિંગ માં થયો ધરખમ ઘટાડો, ગુમ હૈ કિસીકે પ્યાર મેં એ મારી છલાંગ, તો કંઇક આવ્યો રહ્યો યે રિશ્તા નો હાલ….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

6 months ago

માયા બનશે અનુજ ની પત્ની, તો વનરાજ બનશે અનુપમા ના ઘડપણનો સહારો…

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

6 months ago