ચૂનો એ કેલ્શિયમનો ઉત્તમ સ્રોત છે, તેનાથી નપુંસકતા દૂર થાય છે.
આમ તો પાન ખાવાની ટેવને આપણા સમાજ તેમજ દેશમાં કૂટેવ તરીકે જ માનવામાં આવે છે. કારણ કે પાનમાં તંબાકુ, કાંથો અને સોપારી મુખ્ય પ્રમાણમાં હોય છે જેનાથી વ્યક્તિના શરીરને નુકસાન પહોંચે છે અને કેન્સર જેવા ગંભીર પ્રકારના રોગ પણ થાય છે તેમ છતાં આ પાનમાં એક વસ્તુ અમૃત સમાન છે. જે છે ચૂનો. ચૂનો આપણા શરીરના ઘણા બધા રોગોને દૂર કરે છે. ચાલો જાણીએ ચૂનાના અસિમ ગુણો વિષે.
પાન બનાવવામાં વપરાતા ચૂનાના ગુણો છે અદ્ભુત, તમે આ ચુનાથી સીત્તેર જેટલી બીમારીને દૂર કરી શકો છો. ચૂનો કમળા એટલે કે જોન્ડિસમાં ખૂબ રાહત આપે છે. ઘઉંના દાણા જેટલા ચૂનાને શેરડીના રસમાં નાખીને સેવન કરવાથી કમળામાં રાહત મળે છે.
ચૂનાના સેવનથી નપૂંસકતા પણ દૂર થાય છે. જો કોઈ પુરુષમાં શુક્રાણુ ન બનતા હોય અથવા ખુબ જ ઓછા પ્રમાણમાં બનતા હોય તો તેણે શેરડીના રસ સાથે ચૂનાનું સેવન કરવું. આમ કરવાથી માત્ર એક-ડોઢ વર્ષમાં જ તેનામાં શુક્રાણુનું પ્રમાણ વધવા લાગે છે. તેમજ સ્ત્રીઓના શરીરમાં ઇંડા નથી બનતા તેમણે પણ ચુનાનું નિયમિત સેવન કરવું જોઈએ, લાભ થશે.
આ ઉપરાંત ચૂનો શારિરીક બળની સાથે સાથે માનસિક બળમાં પણ લાભકારક છે. જો વિદ્યાર્થી ચૂનાનું નિયમિત સેવન કરે તો તેનું મગજ તિક્ષ્ણ બને છે. દહીં સાથે રોજ ઘઉંના દાણા જેટલા ચૂનાનું સેવન કરવું. જો દહીં ભાવતું ન હોય તો દાળમાં પણ જણાવ્યા પ્રમાણે ચુનો નાખી સેવન કરી શકાય છે. અને છેવટે કંઈ નહીં તો એક ગ્લાસ પાણીમાં ચૂનો નાખીને પણ પી શકાય છે. તેનાથી યાદશક્તિ વધે છે તેમજ બાળકની લંબાઈ પણ વધે છે.
ચૂનો એ મંદબુદ્ધિ વાળા બાળકો માટે એક ઉત્તમ ઔષધ છે. જો બાળક માં બુદ્ધિ ઓછી હોય, મગજ થોડું ધીમી ગતીએ કામ કરતું હોય તો આવા બાળકને નિયમિત ચૂનાનું સેવન કરાવવું જોઈએ.
સ્ત્રીઓને માસિક ધર્મ સમયે કોઈ પણ મુશ્કેલી થતી હોય તો ચૂનો એ ઉત્તમ ઉપાય છે. તેમજ પ્રૌઢ સ્ત્રીઓ કે જેમની ઉંમર 50 ઉપર થઈ ગઈ હોય જેમનો માસિક ધર્મ બંધ થઈ ગયો હોય તેમના માટે પણ ચૂનો એક સારી ઔષધી છે.
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ પણ ચુનાનું સેવન નિયમિત કરવું જોઈએ, કારણ કે ચૂનો એ કેલ્શિયમનો સારો સ્રોત છે. અને ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને સૌથી વધારે કેલ્શિયમની જરૂર પડે છે. ગર્ભવતી સ્ત્રીને ચૂનો દાડમના રસમાં ખવડાવવો જોઈએ. દાડમનો રસ એક કપ અને ચૂનો ઘઉંના દાણા જેટલો ભેળવીને રોજ પીવડાવવો. આમ નવ મહિના સુધી ચાલુ રાખવું. આ ઉપાયના ચાર લાભ છે.
1. ગર્ભવતિ સ્ત્રીને પ્રસૂતિ દરમિયાન જરા પણ મુશ્કેલી નહીં પડે અને સામાન્ય પ્રસૂતિ થશે.
2. તેનું બાળક હૃષ્ટપુષ્ટ અને તંદુરસ્ત જન્મશે.
3. માતાના ગર્ભાવસ્થા દરમિયાનના ચૂનાના સેવનથી તેનું બાળક જીવનમાં વધારે બિમાર પડતું નથી.
4. જન્મનાર બાળક ખુબ જ બુદ્ધિશાળી જન્મે છે અને તેનો આઇક્યુ અસામાન્ય હોય છે.
આ ઉપરાંત ચૂનામાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોવાથી તે આપણા શરીરના હાડકાને પણ મજબૂત બનાવે છે. ચૂનાના નિયમિત તેમજ પ્રમાણસરના સેવનથી ગોઠણના દૂખાવામાં લાભ થાય છે, કમર, ખભાના દુઃખાવામાં પણ ચૂનો ખૂબ રાહત આપે છે.
આપણી કરોડરજ્જુ સાથે જોડાયેલા હાડકાના દુઃખાવા માટે પણ ચૂનો એક અકસિર ઔષધી છે. આ ઉપરાંત કોઈ અકસ્માતમાં આપણું હાડકું ભાંગી ગયું હોય તો તેવા સંજોગોમાં પણ ચૂનો એક સારો ઉપાય છે. તેને ફળના રસ કે દહીં વિગેરે સાથે ઘઉંના દાણા જેટલી માત્રામાં લઈને સેવન કરવાથી તૂટેલું હાડકું જલદી જોડાય છે અને તે દરમિયાન કેલ્શિયમની ખોટ જે શરીરમાં હોય છે તેની પણ ભરપાઈ થઈ જાય છે.
મોઢાની કેટલીક તકલિફોમાં પણ ચુનો મદદરૂપ થાય છે. જો તમને કોઈ પણ વસ્તુ ઠંડી કે ગરમ ખાવાથી દાતમાં કળતર થતું હોય તો નિયમિત ચૂનાનું સેવન કરવું તે તમારી આ સમસ્યામાં રાહત આપે છે. આ ઉપરાંત મોઢાની ચાંદીઓમાં પણ ચૂનો લાભપ્રદ છે.
શરીરમાં લોહીની કમી સર્જાઈ હોય ત્યારે પણ ચૂનાનું સેવન ફાયદાકારક છે. એનિમિયા જેવા રોગમાં પણ ચૂનો તમને ઘણી રાહત આપે છે.
જો તમે નિયમિત પાનનું સેવન કરતાં હોવ તો આટલું ધ્યાનમાં રાખોઃ
પાનમાં ચૂનો એ અમૃત સમાન છે પણ તેની સાથે આવતા કાથો, સોપારી અને તમ્બાકુ એ ઝેર સમાન છે.
માટે પાનમાં તે ત્રણ વસ્તુઓની જગ્યાએ અન્ય ગુણકારી વસ્તુઓ જેમકે ઇલાઈચી, લવિંગ અને કેસર નખાવો અને પાન ખાઓ. આ પાન તમારા સ્વાસ્થ્યને અનેક લાભ આપશે.
જો તમારા ઘૂંટણની ઢાંકણી ઘસાઈ ગઈ હોય અને ડોક્ટર તમને ઓપરેશનની સલાહ આપતા હોય તો એકવાર આ ચૂનાનો ઉપાય અજમાવી જૂઓ. પારિજાતના પાનનો ઉકાળો અને ઘઉંના દાંણા જેટલા ચૂનાનું નિયમિત સેવન કરવાથી તમારે તમારો ઘૂંટણ કઢાવવો નહીં પડે પણ ઓપરેશન વગર જ તમે સાજા થઈ જશો.
ચૂનો આંતરિક તેમજ બાહ્ય રીતે પણ શરીરને ઉપયોગી દ્રવ્ય છે. ચૂનાથી તમારી ત્વચા સુંદર બને છે.
મધ અને ચૂનાના પાવડરના મિશ્રણથી બનેલા ઘરગથ્થુ ફેસપેકથી ત્વચા સુંદર બને છે. તેના માટે મોટી ચમચી ચૂનામાં એક નાની ચમચી મધ ભેળવી પેસ્ટ બનાવી તેને ચહેરા પર લગાવી 10 મિનિટ રાખી સૂકાવા દેવું. ત્યાર બાદ તેને પાણીથી ધોઈ લેવું. તે તમને ગોરી, સ્વચ્છ અને ચમકતી ત્વચા આપશે.
ઘઉંના દાણા જેટલો ચૂનાનો પાવડર લઈ તેને થોડા મધમાં ભેળવી ખીલ પર લગાવવું તેનાથી ખીલ જલદી ઠીક થઈ જશે.
ચૂનાથી મસ્સો પણ ઠીક થાય છે. ચુનાને પોટાશ, કોપર સલ્ફેટ તેમજ ટંકણખાર એક સાથે વાટી મસ્સા પર લગાવવું. આવું નિયમિત કરવાથી મસ્સો ઠીક થાય છે.
આ ઉપરાંત શરીર પર થતી ફોડકીઓમાં પણ ચૂનો રાહત આપે છે. તે માટે એક ચમચી ચૂનાના પાવડરમાં હળદરનો પાવડર મિક્સ કરી તેને ગરમ કરી લેવું. તેને હળવું ઠંડુ થાય ત્યાર બાદ ફોડકીઓ પર લગાવ્યા બાદ તેના પર એક ખાવાના પાનનું પત્તુ બાંધી લેવું. તમને ફોડકીની તકલીફથી થોડા જ સમયમાં રાહત મળશે.
સૂચના:
જે વ્યક્તિને પથરીની સમસ્યા હોય તેમણે ચુનાનું સેવન કરવું જોઈએ નહીં.
ચૂનાનું ક્યારેય ઘઉંના દાણાથી વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ નહીં. તેમ કરવાથી બીજી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર
શેર કરો આ રસપ્રદ માહિતી દરેક મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ.