હૃદયને રડાવે તેવી વાત “બસ, એક તું જ” !!

અવનીષા પટેલ એક મધ્યમપરીવારની દીકરી હતી. તેના પિતાને એક નાની દુકાન હતી હિંમતનગરમાં. થોડી ખેતીવાડી હતી. કોમળ સ્વભાવ, સદા હાસતો ચહેરો, ગોળ આખો, ગમેતેની નજર એક મિનિટ માટે તો તેના ઉપર ઠરી જાય. બોલવામાં પણ ખુબ મીઠી હતી. બાવીસ વર્ષમાં તેને પોતાના કદમ મૂકી દીધા હતા. તેના પિતાને પણ તેના લગ્ન માટેની ચિંતા ન હતી. અવનીષા માટે સારા ઘરના માઘા આવતા હતા. બસ! હા કહે તેની રાહ જોવાતી હતી. ઘણા લોકો તો એવું પણ કહેતા કે જ્યાં સુધી તે ભણવા માંગે ત્યાં સુધી અમે રાહ જોવા બેઠા છીએ. એવો એક પણ દિવસ ના હતો કે કોલેજમાં અવનીષાને પ્રપોઝના થતું હોય. કેટલાય જુવાનીયા તેની આગળ પાછળ દોડતા .

એક દિવસ સામે ચાલીને અવનીષાએ તેના પિતાજીને કહી દીધું.” પાપા હવે હું તમને નારાજ કરવા માંગતી નથી. તમે મારા માટે કઇક સારું જ વિચારેલ હશે. તમે જ્યાં કહેશો ત્યાં હું લગ્ન કરી લઇ”. તેના પિતા પણ વિચારમાં પડી ગયા. રોજ જેને હું સમજાવતો એ આજે સામે ચાલીને લગ્ન માટે તૈયાર થઇ છે. મનમાં તેમને વિચાર્યું જે હોય તે. વાત ચૂંથવામાં કઈ ફાયદો ન હતો. રાતે પોતાની પત્ની જોડે તેમને ચર્ચા કરી. સારા સારા માઘા આવેલા તેમાંથી એક યુવાન ઉપર તેમની પાસન્દગી ઉતરી. મન હિંમતનગરનીબાજુના ગામનો યુવાન હતો. તેના પિતાને સારી ખેતીવાડી હતી.તેના પિતા હરિદાસની ઉપર સુધીની પહોંચ હતી. પૈસા પણ ખુબ હતા. એથી સારી વાત એ હતી કે મન ખુબજ સાદગીભર્યું જીવન જીવતો યુવાન હતો. સદા તેના ચહેરા ઉપર ખુમારી જોવા મળતી. પૈસાનો તેને કઈ ગમન્ડ ન હતો. સહેજ શ્યામ હતો. તેની જોડે જ અવનીષાએ લગ્ન કરી લીધા.

સાસરિયામાં તે ખુબ સુખી હતી. તેની દરેક માગણીયો અહીં સંતોષવામાં આવતી. વહુ તરીકે નહિ પણ એક દીકરીની જેમ તેની સાચવણી કરવામાં આવતી. હરિદાસ પોતના દીકરા કરતો પણ તેને વધુ માંન આપતા. પોતાના ઘરની યાદ પણ તેને આવતી નહિ.તે પોતાના ઘરે પણ જવાનું ટારતી. લગ્ન પછી તેના સસરાએ અમદાવાદમાં એક ભવ્ય મકાન લઇ લીધું હતું. આખો પરિવાર ત્યાંજ રહેતો. મન એક ખાનગી કમ્પનીમાં મેનેજર હતો. ઘરમાં પણ નોકરો હતા. જમવાનુ જ બનાવ્યા છીવાય અવનીષા જોડે બીજુ કઈ કામ ભાગે આવતું નહિ. પોતાની દીકરીનું સુખ જોઈને તેના પિતા પણ ખુબ સુખી હતા.

મોઘી સાડીઓ અને મોંઘા દ્ધેશ તેની અલમારીમાં હતા. મન અને અવનીષા એકબીજાને ખુબ પ્રેમ કરતા. પર્ટીઓ માં પણ અવનીષા મન જોડે જ હોય . મન ક્યારેય એકલો ફરવા જતો નહિ. અવનીષા અને મન એકબીજાની પસઁન્દના કપડાં પહેરતો. અહીં આવ્યા પછી તે ક્યારેય ઉદાસ ન હતી. તેના પિતાજીની પસન્દગી ઉપર તેને ગર્વ હતો. ” આજે રાત્રે મારા દોસ્તની પાર્ટી છે. તું તૈયાર રહેજે અવનીષા . સાંજે હું આવું કે તરત આપણે નીકળી જઈશું “. ” ઓકે સ્વીટ , તમારો ઇન્તજાર કરીશ. જલ્દી આવજો “. મન પોતાના કામે નીકળી ગયો . અવનીષા પણ કામમાં હતી. થોડીવારમાં અવનીષાના મોબાઈલમાં એક કોલ આવ્યો. નામ હતું શીતલ . શિતલનો કોલ જોઈ અવનીષા ખુશ થઇ. બન્ને પાક્કી બહેનપણીઓ હતી. અવનીષા અને શિતલ બન્ને હિંમતનગરના હતા. અવનીષાએ કોલ રિસીવ કર્યો ” હેલો કેમ છે યાર ? શિતલ”.
” કઈ નહિ , મજામાં .તારા જેવું થોડું હોય મારે. તારે તો જલસા છે”.

” હા યાર! મન ખૂબસરસ છે. મારો ખ્યાલ પણ ખુબ રાખે”.
” એક વાત કહું યાર મને આજે જ સમાચાર મળ્યા કે પેલો તારો દિવાનો પ્રણયએ દસ દિવસ પહેલા જ સ્યુસાઇડ કર્યું”.
” ના હોય ? ખરેખર , તોતો સારું થયું યાર ઘણી છોકરીઓ બચી ગઈ હશે. પ્રણય જેવા છોકરા તો લોકોની જિંદગ બગાડે. સારું થયું કે હું પણ બચી ગઈ. એ મોટો બ્લેકમેઇલ હતો”.

શિતલને કામ હોવાથી તેને લોબી વાત ન કરી અને તેને કોલ કાપી નાખ્યો.જમવાનું બનાવીને તે પોતના બેડરૂમમાં જઈ. બિસ્તર ઉપર થોડીવાર માટે તે આડી પડી. જે જીવનને તે ભૂલી ગઈ હતી તે આજે તેનો ભૂતકાળ તેની આખો સામે રમવા લાગ્યો. તે પોતના ભૂતકાળમાં ડૂબી ગઈ. પ્રણય વદરાડનો વતની હતો. તે હિંમતનગર કોલેજ કરતો. અવનીષા તેની કલાસમેટ હતી. બંને એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા. જ્યારે પણ કોજેલમાં કોઈ તેને પ્રપોઝ કરતુ તો તે કહેતી ” મારે પ્રણય છે. બીજાની જરૂર નથી”. પ્રણય તેનો ખુબ ખ્યાલ રાખતો. અવનીષા કોલેજ બહાર પ્રણયના પલ્સર ઉપર જ જોવા મળતી. મહુડી, ગાંધીનગર અને અમદાવાદના ઘણાય સ્થળોએ બન્ને ફળી આવેલ.

શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હતો. પ્રણય અને અવનીષા શામળાજી ફરવા માટે ગયેલા. પ્રણય કહે ” તું મને કેટલો પ્રેમ કરે”. ” તે વિચારેલ પણ નહિ હોય, પ્રણય. હું તને કોઈ પણ ભોગે શોડીશ નહીં. ભલે મારા પ્રાણ જાય”. ” તું મારા માટે તારી જાન આપે”. ” હા, તારા માટે ગમે તે કરી શકું. બસ ! તું ખુશ રહેવો જોઈએ. બન્નેનો પ્રેમ એકબીજાના રૂહનો હતો. બન્ને સમજું હતા. બન્નેને ઘણા મોકા મળેલા છતા ક્યારય પ્રેમમાં કોઈ હદ વટાવી ન હતી. બન્ને વચ્ચે મજાક અને મસ્તી હોય. ક્યારેય ભરોષો પણ તૂટેલ નહિ. ઘરે આવ્યા પછી પણ બન્ને એકબીજા સાથે કોલ ઉપર વાતો જ કરતા. બન્નેના સાચા પ્રેમની સાક્ષી અતુલ હતો. જયારે બધા ભેગા થાય તો અતુલ કહેતો ” તમે બન્ને ભગ્યશાલી છો”.

દરેક સુખ સદાય ચાલતું નથી. એક દિવસ અવનીષા કોલેજમાં આવી. પ્રણય આજે આવ્યો ન હતો. તેને કોલ પણ લાગતો ન હતો. અવનીષાએ અતુલને કહ્યુ ” ભાઈ, તમારો દોસ્ત. આજે કેમ દેખાતો નથી. કોલ પણ લાગતો નથી”. નાની સ્માઈલ આપીને અતુલ બોલ્યો ” એ તારા જેવી એક રાધા, જોડે પ્રેમગોષ્ઠિ કરે”. ” મને મારા કરતા પ્રણય ઉપર ભરોષો વધુ છે”. ” મને ખબર છે તું નહિ માને માટે હું પ્રુફ લાઇને જ આવ્યો છું”. અતુલે તેના મોબાઈલમાં પ્રણયએ જે વાત કરી હતી તે બતાવી.અને એક ફોટો બતાવ્યો જે પ્રણય અને કામીનીનો હતો. આ જોઈ ને તે દન્ગ રહી ગઈ. પોતાનું માણસ જયારે દગો આપે ત્યારે ખુબ આઘાત લાગે. આજે તે આત્માથી તૂટી ગઈ હતી. બીજા દિવસે પ્રણય કોલેજમાં આવ્યો ત્યારે તેને વાત કરી . પ્રણય જોડે તેના ચાર મિત્રો પણ હતા. અવનીષાએ કહ્યું ” આટલો બધો અવિશ્વાસ . મેં તને મારી દરેક પળ આપી હતી. તું લફરબાજ નીકળ્યો. મારી જિંદગી સાથે રમતવાનો તારો કોઈ હક નથી. તું જેને પ્રેમ કરતો હોય તેની જોડે રહેજે. તું હરામી છે. આજ પછી મને ભૂલી જાજે. મારો પીછો પણ કરતો નહિ. હું બીજા જેવી નાથી કે તારી આગળ પાછળ ફરું.” અવનીષા થોડી નજદીક આવીને પ્રણય ઉપર થૂંકે છે. અને અખોમાં આશુ સાથે ચાલતી થાય છે. તે સમયે પ્રણય એટલુંજ કહે છે ” હું તો જીદગી શોખ થી જીવવા માંગુ છું. એટલું યાદ રાખ, લાખ કોશિશ કારીશ તો પણ તું મને નહિ ભૂલે. હું તારો હતો અને તારો જ રહેવાનો”. જતા જતા અવનીષા એટલુંજ બોલે છે. ” તારી ભૂલ છે. આ ચહેરો હવે તું કદી જોઈ નહિ શકે”.

ઘરે આવતો જ અવનીષા પ્રણયનો નંબર બ્લોક કરે છે. અને પોતાની મોબાઇલ ડિક્શનરીમાંથી તેંનો નંબર કાઢી નાખે છે. તે પોતાના ભૂતકાળમાં હતી ત્યાજ તેના પતિ મનનો કોલ આવે છે. તે કહે છે ” હું ઘરે આવું છું . તું તૈયાર થઇ જા, આપણે બહાર ફરતા આવીએ અને ત્યાંથી સીધા જ પાર્ટીમાં જાશું”. ” ઓક સ્વીટ હાર્ટ , આઈ વેટ”. તરત તે તૈયારીમાં પોતાનું ધ્યાન લગાવે છે. પ્રણયના મોતથી તે ખુશ હતી. હવે તો કદી તેનો ક્યાંય પણ સામનો નહિ થાય ને તેનું ઘર પણ તૂટે નહી.થોડીવારમાં જ મન આવી જાય છે. બન્ને ગાંધીનગર અક્ષરધામમાં જાય છે. ત્યાંથી સાંજના સમયે તેના દોસ્તની પાર્ટીમાં જાય છે. પાર્ટી ખુબ પ્રોફેશનલ હતી. બધા લોકો જુદા જુદા ટેબલો ઉપર બેસી ને ડિનર કરતા હતા. અવનિશાની નજર તેની પાછળના થોડેદુર એક ટેબલ ઉપર પડે છે જેના ઉપર અતુલ પોતાની પત્ની જોડે બેઠો હતો. તે મનને પાછળ બેઠેલા અતુલ વિષે વાત કરે છે અને કહે છે. ” તે મારો કોલેજ ફ્રેન્ડ છે. હું તેને મળીને આવું”.

યલો સાડીમાં અવનીષા ખુબ જ સુંદર લાગતી હતી. તે અતુલ જોડે જાય છે. અતુલ તેને જોઈને આવકાર આપે છે. તેને બેસવા માટે કહે છે. ” બોલ અવનીષા મજામાં ને ? શું ચાલે નવીનતા ? “. ” બસ , પ્રેભુની દયા છે. તારે કેવું ચાલે . શું નામ છે ભાભીનું”. ” હિના , નવીનતા હોય તો જણાવ અવનીષા”. અવનીષાને તો જોયતું હતું ને વૈધે કીધું. ” શું કરે તારો એ દોસ્ત? “. પોતાના દોસ્તની વાત આવતો જ અતુલના મુખમાંથી જમવાનું પણ બહાર આવી ગયું. તેને હિના ને કહ્યું ” હું તો ધરાઈ ગયો તું જમીલે. અવનીષા જવાદેને હવે એ વાતો . પ્રણય તો હવે આ દુનિયા પણ છોડી ચુક્યો છે”. ” એવા લોકોને તો મળવું જ પડે ને . લોકોની જિંદગી ને રમતની જેમ રમે તેમને તો કીડા પડવા જોઈએ”. તેના આવા જવાબોથી અતુલ ડગાઈ જાય છે. અને તે કહે ” અવનીષા ચુપ. એકપણ શબ્દ ના બોલે તો સારું. પ્રણય નહિ , પણ તું અભાગી છે કે આજે તારા જીવનમાં પ્રણય નથી.તારે જાણવું છે તો સાંભળ. પ્રેમ ક્યારય છુપાતો નથી. તારી અને પ્રણયની વાતો અમારા ગામમાં થવા લાગી. પ્રણયના પિતાને આ વાતની જાણ થઇ. તેમને તે દિવસે રાતે પ્રણયને ખુબ માર માંડ્યો. બે દિવસ સુધી તો તે ચાલી શકતો પણ ન હતો. તેનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો. તેના પિતાએ કહેલું કે અવનીષા બીજા સમાજની છે ભલે એ પટેલ હોય પણ આપના સમાજમાં જ તારા લગ્ન કરીશ.તારે કરવા જ પડશે. થોડા દિવસ પછી પર્ણયને હું તેના ઘરે મળવા ગયો.

તે તને ખુબ ચાહતો હતો. તે કહેતો કે હું જેટલો પ્રેમ અવનીષાને કરું એટલોજ પ્રેમ મારી માં ને મારા પિતાને કરું છું. અવનીષા મને નહિ છોડે. જો હું તેને ના પાડીશતો તે જીવી નહિ શકે. તેની જિંદગીના પાપનો હું ભાગીદાર બનવા નથી માંગતો. માટે અમે બન્ને એ ભેગા મળીને ખોટા એસ.એમ.એસ નું નાટક કર્યું. એ ફોટો પણ ખોટો હતો. પ્રણયનું કામ હતું કામિનીને તે જયારે તેની જોડે જાય છે કે હું તેમનો એક ફોટો લઇ લીધો. આ કામ પ્રણયએ જ મને કહેલું કરવા માટે. એ જાણતો હતો કે તેના અફેર વિષે તું જાણીશ તો તું કદી તેને માફ નહિ કરે.પોતાના માં – બાપની ખુશી માટે તે પાગલે આ પગલું ભરેલું.

તારા લગ્ન પછી પણ તે તને રોજ યાદ કરતો . મારી જોડે મન્દીરમાં આવતો ત્યારે કહેતો ” જો અવનીષા બતાવું “. મંદિરની રાધાની મૂર્તિ સામે હાથ કરતો. કહેતો ” કોઈ પણ જતનો શ્વર્થ ન હતો તે પાગલને ? તારી જ વાતો કરતો . એક પળ પણ એવી નહીં હોય કે તને યાદ ના કરી હોય. એ પાગલ તારા સુખ માટે વ્રત કરતો”.

” તું તો આજે સુખી હોઈશને”. અવનીષા ની અખોમાં થી પાણી આવતું હતું. તેને ખુબ દુઃખ થયુ પણ સમય હાથ તાળી આપીને ચાલ્યો ગયો હતો. રડતા અવાજે તે બોલી ” તો પછી સ્યુસાઇડ કેમ ?.” ” તારા કારણે , અવનીષા . તે કોઈ છોકરી પસન્દ કરતો ન હતો. સમાજમાં ઉંમર થાય પછી કોઈ છોકરી મળે નહિ . માટે તેના પિતાએ એક દિવસ કંટારીને દબાણ કર્યું કે સમાજમાં તને જ્યાં ગમે ત્યાં સબન્ધ કર. નહિ તો હું આપઘાત કરીશ. કાલે તારે છોકરી જોવાની છે અને હા પાડીને જ આવવાનું છે. એ રાતે તેનો મારા ઉપર કોલ આવ્યો હતો”. ” તેને કહેલું હું હવે આ દુનિયા છોડીને જાઉં છું. મારા માતા પિતાનો ખ્યાલ રાખજે . આ દુનિયા પ્રેમ ને સમજી નથી અને સમજવાની પણ નથી. દોસ્ત , તે મારી ખુબ મદદ કરી છે. એક કામ કરજે અવનીષા મળે તો કહેજે. મારા જીવનમાં તો બસ એક તું જ. મારી એક જ ઇચ્છા છે અવનીષા એક દિવસ મારા ઘરે ચા પીવા આવે . હું ઉપર જઈને તેના અવવાની રહ જોઇશ”. તરત તો ફોન કટ થયો ને બંધ આવવા લાગ્યો.એ દિવસે એજ બોલેલ મેં તો બસ, સોભર્યા કર્યું. હું તરત દોડીને તેના ઘરે ગયેલો પણ … “. અતુલની અખોમાં પણ આશુ હતા . તેને અવનિશાને રડતા રોકી . અને કહ્યું તાર માટે પ્રણય એ મને કોલ કર્યો તે પહેલા જ એક એસ . એમ .એમ કરેલો જેમાં તેનો અવાજ છે જે તારા માટે જ છે હું તને આપું.”

અવનીષાએ વોઇશ કોલ સાંભર્યો ” હાય , અવનીષા આ કોલ જયારે પણ તું સાંભરીશ ત્યારે હું ખુબ દૂર હોઈશ. મને માફ કરજે . હું ખુબ ડરપોક શું . માટે જ હું આ પગલું ભરેલ છે. પણ ક્યારેક અમુક સવાલો ના જવાબ જિંદગીને નથી મળતા . તને પામવા માટે મેં પિતાજીને ખુબ સમજાવ્યા પણ આપણું નસીબ… તું રડતી ના. મારી યાદ આવે તો ઉપર આકાશમાં જોજે હું સદાય તારી સાથે જ હોઈશ. મારા જીવનમાં બસ એક તું જ છે. આઈ લવ યુ”.

અવનીષા ના દુઃખ નો પાળ ન હતો. આજે તો તેના દિલમાં તેનું સ્થાન ખુબ ઊંચું હતું. તેને અતુલ નો નંબર લીધો અને કહ્યું હું કાલે જ પ્રણયના ઘરે આવીશ . તને કલ કોલ કરીશ. અવની ત્યાંથી પોતાના પતિ જોડે ગઈ. પાર્ટી પુરી કરી બંને ઘરે ગયા. અવનીષા આખી રાત સુઈ શકી નહિ. સવારે તૈયાર થઈને તે પ્રણયના ઘરે આવવા નીકળી ગઈ . ગામમાં આવીને તેને અતુલને કોલ કર્યો .તે આવી ગયો. બન્ને પ્રણયના ઘરે ગયા.

અતુલે પ્રણયના પિતાને અવનીષાની ઓરખાણ કરાવી . તેના પિતા ખુબ રડ્યા . પ્રણયની માતા અવનિશાને ભેટીને રડી . પ્રણયના પિતાએ અવનિષાની માફી માંગી ” મને માફ કર દીકરી . મેં મારા દીકરાને સમજી ના શક્યો. એની જિંદગી મેં જ બગાડી.” અવનીષાએ ચા પણ પીધી . અને તેનો એક ફોટો લીધો .થોડીવાર પછી તે ચાલતી થઇ . એકલીજ ગાડી લઈને આવેલી .

ગાડીમાં જતા જતા તેને વિચાર આવતો . જાણે આકાશમાં થી પ્રણય તેને બોલાવી રહ્યો હતો.

લેખક : મયંક પટેલ……✍?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *