બોલિવૂ઼ડ ઈન્ડસ્ટ્રીમાં લગ્નની સીઝન ચાલી રહી છે. એક જ સપ્તાહમાં બોલિવૂ઼ડમાં ત્રણ સ્ટાર્સ લગ્ન બંધનમાં જોડાય ગયા. તમને જણાવી દઈએ કે, બધા લોકો સોનમ કપૂરના લગ્નમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક કોઈને ખબર પણ ન પડે તેવી રીતે નેહા ધૂપિયાએ પણ લગ્નની જાહેરાત કરી દીધી તેના પછી બી-ટાઉનનાં પ્રખ્યાત સિંગર અને મ્યૂઝિક કમ્પોઝર હિમેશ રેશમિયાનું નામ લગ્ન કરવાના લિસ્ટમાં સામેલ થયું.
હિમેશ રેશમિયાએ પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સોનિયા કપૂર સાથે લ્ગન કરી લીધા. લગ્ન પછી દુલ્હા હિમેશ અને દુલહન સોનિયાની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે.
જો કે, હિમેશે રેશમિયાએ ટીવી અભિનેત્રી સોનિયા કપૂર સાથે લગ્ન કર્યા તેના પછી બંનેએ 11 મે રિસેપ્શન પાર્ટી રાખી હતી. ત્યાપં બંનેએ લગ્ન પછી પોતાના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
હિમેશે ખુદ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સોનિયાની સાથે તસવીર પોસ્ટ કરી છે જે લગ્નની છે. દુલ્હન બનેલી સોનિયા એકદમ રૂપાળી દેખાતી હતી અને હિમેશ પણ સારો દેખાતો હતો.
મીડિયા રિપોર્ટના અનુસાર, બંનેએ નવી દિલ્હીના એક ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. બંનેમા લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર હતા. તમને જણાવી દઈએ કે, હિમેશના આ બીજા લગ્ન છે.
તેમણી પહેલી પત્ની કોમલ હતી અને તેમણે ગયા વર્ષે જૂનમાં પોતાની પહેલી પત્નીને ડિવોર્સ આપી દીધા હતા. રિપોર્ટના અનુસાર, હિમેશ અને સોનિયા એકબીજાને છેલ્લા 10 વર્ષથી ડેટ કરી રહ્યાં છે.
જાણો કોણ છે સોનિયા કપૂર-
સોનિયા કપૂર ટીવીની પ્રખ્યાત અભિનેત્રી છે. સોનિયાએ ઘણી ટીલી સીરિયલમાં કામ કર્યુ છે. છેલ્લા ઘણા સમયછી તે હિમેશ રેશમિયાના કારણે ચર્ચામાં હતી.
સોનિાએ કિટ્ટી પાર્ટી, પિા કા ઘર, આ ગલે લગ જા, સતી સત્યની શક્તિ, જય હનુમાન. કભી-કભી, કૂસૂમ, કભી હા કભી ના, ઝારા, કેસા યે પ્યાર હૈ, જુગની ચલી જલંધર, નીલી આંખે, લવ યૂ જિંદગી, યસ બોસ અને જય ગણેશ જેવી સીરિયલમાં કામ કર્યુ છે.
તમને જણાવી દઈએ કે હિમેશ રેશમિયાએ સિંગર, એક્ટર અને મ્યૂઝિશિયન તરીકે બોલિવૂડમાં ઓળખ છે. બલિવૂડમાં તેમણે સલમાન ખાનની કેટલીક ફિલ્મોમાં મ્યૂઝિક આપ્યું છે અને ટીવી પર જજ તરીકે પણ જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે રેશમિયાએ તેણી જૂની પત્ની કોમલને ડાઈવોર્સ ફાઈલ કરેલા હતા જે થોડા સમય પહેલા જ મંજૂર થયા હતા…!!!!
લેખન – સંકલન : પ્રિયંકા પંચાલ