હાડકાને તાકાત આપે છે આ વસ્તુઓ, રોજ ભૂલ્યા વગર કરો તેનું સેવન…

આપણા શરીરમાં સ્વસ્થ અને મજબૂત હાડકા બનાવવા માટે કેલ્શિયમની જરૂર હોય છે. માત્ર એટલું જ નહિ, આપણી માંસપેશીઓ અને નર્વ સિસ્ટમ સારી રીતે કામ કરે તે માટે પણ કેલ્શિયમ બહુ જ જરૂરી હોય છે. તો આજે જાણી લો કે, કેલ્શિયમથી ભરપૂર એ ચીજો વિશે, જે તમારા શરીરના હાડકાને મજબૂત બનાવશે અને શરીર રહેશે સ્વસ્થ.

દૂધજ્યારે આપણે કેલ્શિયમ વિશે વિચારીએ છીએ, તો આપણા દિમાગમાં સૌથી પહેલા જે ચીજ આવે છે, તે દૂધ છે. આસાનીથી પાચ્ય દૂધ કેલ્શિયમનો સૌથી સારો સ્ત્રોત છે. બાળપણથી લઈને મોટેરા સુધીનાઓને હાડકા મજબૂત કરવા માટે દૂધ બહુ જ જરૂરી છે. એક કપ દૂધમાં 280 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે.

સંતરાએક સંતરામાં 60 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. સંતરા આપણા રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. તેમાં વિટામિન ડીની સાથે કેલ્શિયમ પણ પ્રચુર માત્રામાં હોય છે. વિટામિન ડી શરીરમાં કેલ્શિયમના અવશોષણમાં બહુ જ જરૂરી છે.

બદામ1 કપ રોસ્ટેડ બદામમાં 457 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. કેલ્શિયમની ઉચ્ચ માત્રાવાળી ચીજોમાં તે સૌથી ઉપર છે. તે પ્રોટીનથી પણ ભરપૂર હોય છે. તેનાથી હાર્ટની બીમારીઓનો ખતરો પણ ઓછો થઈ જાય છે. સાથે જ બદામ તમારી યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.

અંજીર1 કપ સૂકા અંજીરમાં 242 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. ફાઈબર અને પોટેશિયમથી ભરપૂર અંજીરમાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોય છે. તે તમારા હાડકાને મજબૂત કરે છે. મેગ્નેશિયમની સાથે અંજીર હાર્ટ બીટને પણ સારી રાખે છે.

યોગર્ટ

યોગર્ટને રોજ ખાવામાં સામેલ કરો, કેમ કે તે કેલ્શિયમથી ભરપૂર છે. જો તમને દૂધ પસંદ નથી, તો તમે પ્રોટીનથી ભરપૂર યોગર્ટ ખાઈ શકો છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી અને માહિતીસભર પોસ્ટ વાંચવા માટે લાઇક કરવું પડશે અમારું પેજ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *