હવે ચપટી વગાડતા કપડા પરથી ગાયબ કરો ડાઘ, આ ટિપ્સ અપનાવો…

બાળકોથી લઈને મોટા સુધી બધાને પોતાના કપડાની સંભાળ રાખવી પડે છે. પરંતુ હાલના સમયમાં પ્રદૂષણને કારણે કપડા જલ્દી ખરાબ થઈ જાય છે. પ્રદૂષણ ઉપરાતં પણ અનેક એવા કારણો છે જેને કારણે કપડા ગંદા થઈ જાય છે. તેમાં પણ બાળકોના કપડા સાફ કરવામાં તો ભારે મથામણ કરવી પડે છે. અનેક જિદ્દી ડાઘ તો એવા છે, જેમને છોડાવવા બહુ આસાન નથી. તેમાં પણ કપડા પર પેનના ડાઘ કે ખાવાના ડાઘ પડી જાય તો તે કાઢવા મુશ્કેલ બની જાય છે. જ્યારે પણ આપણા ફેવરિટ કપડા પર ડાઘ લાગે તો બહુ જ ગુસ્સો આવે છે. આમ તો હાલ માર્કેટમાં ડાઘ દૂર કરવા માટે અનેક પ્રોડક્ટ છે, પરંતુ તેમાં કેમિકલ વધારે હોય છે. જે કપડાને નુકશાન પહોંચાડી શકે છે. તેથી તમે ઘરેલુ ઉપાયથી ડાઘ દૂરી કરી શકો છો. તો જાણી લો આ સરળ ટિપ્સ…

સહીના ડાઘ હટાવવા માટે છાશનો પ્રયોગ કરો. તેના માટે 30 મિનીટ સુધી કપડાને છાશમાં પલાળીને રાખો. તેનાથી ડાઘ જતા રહેશે.

5 મિનીટ સુધી ડાઘવાળા કપડા પર હેર સ્પ્રેનો પ્રયોગ કરો. પરંતુ ડ્રાયર કરતા પહેલા ધ્યાન રાખો કે ડાઘ બરાબર નીકળી ગયો હોય. નહિ તો તે ત્યાં પરમનન્ટ સ્ટીક થઈ જશે.

થોડા કોર્નસ્ટાર્ચને દૂધમાં મિક્સ કરો અને તેની પેસ્ટ બનાવીને ડાઘવાળા કપડા પર લગાવો. થોડી મિનીટ બાદ તેને બ્રશથી સાફ કરી લો.

કપડા પર તૈલીય શાકભાજી, ગ્રેવી, સોસ કે ચટણી પડી જાય તો તે ડાઘ પર બટાકો ઘસો. બધા ડાઘ નીકળી જશે.

એક કોટન બોલને નેલ પોલિશ રિમૂવરમાં ડુબાડો અને પછી તેને ઈંકના ડાઘ પર રગડી રગડીને દૂર કરો. તેના બાદ કપડાને નોર્મલ રીતે સર્ફ અને પાણીથી ધોઈ લો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ઉપયોગી ટીપ્સ વાંચો ફક્ત અમારા પેજ પર.

(એકલા એકલા બધી ટીપ્સ ના વાંચો મિત્રો સાથે શેર ના કરવી હોય તો એમની જોડે આપણું પેજ લાઇક તો કરાવી જ શકો છો.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *