હવેથી RTO ના નવા નિયમ મુજબ વાહનચાલકોને આટલા નિયમો માંથી મળશે મુક્તિ અને દંડમાથી રાહત

અત્યારે હાલ ગુજરાતના મુખ્ય શહેરોમા ઠેર ઠેર સીસી ટીવી કેમેરા લગાવ્યા પછી તમે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ઈ.મેમો મોકલવાની પ્રથા શરૃ થઈ છે જેનાથી વાહનચાલકોમા રોષ વ્યાપ્યો હતો પણ એટલુ જ નહી હેલ્મેટની ખરીદીમા પણ તડાકો પડયો હતો પરંતુ ઈ.મેમો અંગે વિરોધ થતા હાલના રાજયના ગૃહ વિભાગે હવે ઈ.મેમો આપવાની પ્રથા પર બ્રેક મારી છે અને રાજયના તમામ શહેરોના પોલીસ કમિશનરને મૌખિક સૂચના આપી હતી કે અત્યારે આ કાર્યવાહી રોકવા જણાવ્યુ હોવાનુ બિન સત્તાવાર રીતે જાણવા મળ્યુ છે.

અને ગુજરાતના મુખ્ય શહેરોમા ઠેર ઠેર જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામા આવ્યા હતા અને તાજેતરમા જ સ્માર્ટ સિટિ અંતર્ગત અહી કમાન્ડ એન્ડ કંટ્રોલ ના સેન્ટરના ૧૦૦ કરોડના પ્રોજેકટમા શહેરના તમામ મેંઈન રોડ તેમજ સંવેદનશીલ વિસ્તારમા પણ સીસીટીવી લગાવવામા આવ્યા છે.

અત્યારે હાલ ગુજરાતમા જે વિધાનસભાની ચૂંટણી પૂર્વે પોલીસ કોન્સ્ટેબલો વાહન ચાલક ને ઘેર ઈ.મેમો આપવા જતા હતા પરંતુ ત્યારબાદ ઈ.મેમો પોસ્ટ દ્વારા મોકલવા માટેની વ્યવસ્થા કરવાનુ નક્કી કરવામા આવ્યુ હતુ. અને વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઈ.મેમો અને ખાસ કરીને જો હેલ્મેટ સામે ઉગ્ર વિરોધ વંટોળ શરૃ થતા છેલે રાજય સરકારે ઈ.મેમો ની પ્રથા બંધ કરાવી અને જે તે વાહન ચાલકો ને ઈ.મેમો મળ્યા હોય તેઓ પાસેથી દંડ વસૂલ નહી કરવા તેમણે આ પ્રમાણેની સૂચના પણ આપવામા આવી હતી.

અત્યારે હાલ વિધાનસભાની ચૂંટણી પતી ગઈ તે પછી ફરી એકવાર હેલ્મેટ વગરનાને સ્થળ પર કે પછી ઈ.મેમો મારફત દંડ ફટકારવાની જાહેરાત થઈ હતી આ ઉપરાંત અત્યારે ટ્રાફિકના નિયમો તોડનારને પણ દંડ કરવાનુ નક્કી થયુ તે પ્રમામે અહી મહાનગરોમા ઈ.મેમો પોસ્ટ દ્વારા મોકલવાની શરૃઆત થઈ હતી અને તેમજ હેલ્મેટ નહી પહેરનારને રસ્તામા રોકીને પણ દંડ ફટકારવામા આવતા હતા તેનાથી વાહન ચાલકોમા ફરી રોષ વ્યાપ્યો હતો.

અત્યાર જો હાલ વાહનચાલકોના રોષને જઈ હવે રાજય સરકારે તાજેતરમા પાછું એકવાર ઈ.મેમો અને ખાસ કરીને હેલ્મેટના નિયમ માથી છુટકારો આપવાની મૌખિક સૂચના પણ મુખ્ય શહોરના પોલીસ કમિશનરને આપી છે માટે જેનાથી હાલ તરત જ ઈ.મેમો ઈસ્યુ કરવા પર બ્રેક લાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *