અતિશય પ્રદુષણને કારણે સ્કિન પર તેની અનેક ઘણી ખરાબ અસર પડે છે. પ્રદુષણથી પોતાની સ્કિનનો બચાવ કરવા માટે છોકરીઓ અનેક ઘણી બ્યૂટીટ્રિટમેન્ટનો સહારો લેતી હોય છે. અનેક સમસ્યાઓમાંથી બચવા છોકરીઓ દર મહિને પાર્લરમાં જઇને ફેશ્યલ કરાવતી હોય છે. ફેશ્યલ કરાવવાથી તમારી ડેડસ્કિન દૂર થઇ જાય છે અને ફેસ પર ચમક આવે છે. આ સાથે જ ફેશ્યલ કરાવવાથી સ્કિનને બીજા અનેક ઘણા ફાયદાઓ પણ થાય છે.
જો કે આજની વર્કિંગ વુમન્સને ઓફિસ તેમજ ઘરના સમય સાચવવાના હોવાથી તેઓ રેગ્યુલરલી બ્યૂટી પાર્લરમાં જઇશકતી નથી. માટે તેઓ નિયમિપણે તેમની સ્કિનની કાળજી પ્રોપર રીતે કરી શકતા નથી. જે કારણોસર તેમની સ્કિન સમય જતા ડેમેજ થતી જાય છે. દર મહિને બ્યૂટી પાર્લરમાં જઇને ફેશ્યલ કરાવવાનો ખર્ચો પણ અનેક લોકોને પોસાતો હોતો નથી. આમ, જો તમે ફેશ્યલ વગર ઘરે જ પોતાની સ્કિનની કેર કરવા ઇચ્છો છો તો આ ફેસ માસ્ક તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. જો તમે આ માસ્ક ઘરે બનાવશો તો તમારો વધારે સમય પણ બગડશે નહિં અને રિઝલ્ટ પણ જોરદાર મળશે. તો આજે અમે તમને ચારકોલ ફેસ માસ્ક વિશે જણાવીશું. આ માસ્કથી તમારા ચહેરા પર નવી ચમક આવશે અને સાથે-સાથે ચહેરા પર થતા અનેક સ્કિન પ્રોબ્લેમ્સને રિમૂવ પણ કરી દેશે. આ માસ્ક સ્કિન પર નેચરલ ગ્લો લાવવાનુ કામ કરે છે.
સામગ્રી
– જેલેટિન પાવડરનુ એક નાનુ પેકેટ
– એક ટેબલ સ્પૂન ગરમ પાણી
– અડધી ટી.સ્પૂન ગરમ દૂધ
– બે ચમચી ચારકોલપાવડર
– એક પ્લાસ્ટિકનું કન્ટેનર
ચારકોલ માસ્ક બનાવવાની રીત
– આ માસ્ક બનાવવા માટે સૌ પ્રથમ એક નાનુ પેકેટ જેલેટિન પાવડરનું લો. ત્યારબાદ એક ટી.સ્પૂન ગરમ પાણી, અડધી ટી.સ્પૂન દૂધ અને બે ચમચી ચારકોલ પાવડર લઇને આ બધી સામગ્રીઓ એકઠી કરી લો.
– ત્યારબાદ એક પ્લાસ્ટિકનું કન્ટેનર લો.
– હવે ગરમ પાણી લો અને તેમાં જેલેટિન પાવડર મિક્સ કરી લો. પાવડર બરાબર મિક્સ ના થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો જેથી કરીને કણીના રહી જાય.
– હવે આ મિશ્રણમાં ગરમ દૂધ અને ચારકોલ પાવડર એડ કરીને મિશ્રણ બરાબર તૈયાર કરી લો. ધ્યાન રહે કે, બધી વસ્તુઓ એક સાથે એડ નથી કરવાની. દરેક વસ્તુઓને એક પછી એક એડ કરવાની છે. તો તૈયાર છે ચારકોલ માસ્ક.– હવે આ માસ્કને તમારા ચહેરા પર લગાવો અને તેને અડધો કલાક સુધી રહેવા દો. પછી થોડા નવાયા પાણીથી ચહેરો ધોઇ લો. ચહેરો ધોતી વખતે ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો નથી. જો તમે ઠંડા પાણીથી ચહેરો ધોશો તો આ માસ્કનું રિઝલ્ટ તમને મળશે નહિં.
– આ માસ્કનો તમે અઠવાડિયામાં એકવાર ઉપયોગ કરી શકો છો. આ માસ્ક તમારી સ્કિનનેસોફ્ટ બનાવશે અને સાથે-સાથે સ્કિનગ્લો પણ કરશે.
– આંખની આસપાસ આ માસ્ક લગાવતા પહેલા ખાસ ધ્યાન એ રાખો કે, તે તમારી આંખોમાં ના જાય.
લેખન સંકલન : નિયતી મોદી
દરરોજ આવી અનેક સ્કીનને ફાયદાકારક વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.