ભારતીય સંસ્કૃતિ એટલી બધી વૈવિધ્યતાથી ભરેલી છે કે આટલા વર્ષો પણ ઓછા પડ્યા છે સમજતા…વૈજ્ઞાનિકો હજી પણ સંસોધનો કરે છે અને રોજ કઇક નવું આપણને ચોંકાવી દે એવું આપણી આંખો સામે લાવી આપે છે… આ વાત છે હમણાં થોડા દિવસ પહેલા ની જ, જયારે NASAના સેટેલાઈટ મધ્ય પ્રદેશની ધરતીના ઘઉંના પાકની તસ્વીરો લેતાં હતા અને ત્યાજ એક ચોંકાવનારી ઘટના સામે આવી પડી…જયારે વૈજ્ઞાનીકો એ આ આંખ પર વિશ્વાસ ન આવે એવો નજારો જોયો !મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી થોડે દુર ભોજપુર નામે નાનકડા શહેર જેવું ગામ આવેલું છે જે આજે ભારતભરમાં તેમની ભૂમિ પર રહેલા ભોજેશ્વર મહાદેવના મંદિરને લીધે વિખ્યાત છે.અહિં દરવર્ષે લાખો શ્રધ્ધાળુઓ દર્શને આવે છે.કહેવાય છે કે, ભોજેશ્વરની શિવલિંગ ભારતભરમાં રહેલા શિવમંદિરોની શિવલિંગો કરતા વિશાળ કદની છે…!
આ મંદિરનુ નિર્માણ રાજા ભોજે ૧૦૦૦ વર્ષ અગાઉ કર્યું હોવાનું કહેવાય છે.ભવ્યતાની સાથે પ્રાચીનતા આ મંદિરની શાલીનતામાં ઔર વધારો કરે છે. ભોજેશ્વર મહાદેવના મંદિરને “ઉત્તર ભારતનું સોમનાથ” કહેવામાં આવે છે. એ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે તેમનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ કેટલું અને કેવું હશે…! અમુક પુરાવા કહે છે કે,આ મંદિર પાંડવોએ બાંધેલું.પણ રાજા ભોજનો ખ્યાલ વ્યાપક છે.
આ મંદિર ભોપાલથી લગભગ ૨૮ કિલોમીટર દુર આવેલ છે. ભોપાલથી લઇને ભોજપુર અને તેમની આગળ સુધી પહાડીઓની હારમાળા પથરાયેલી છે.આ પહાડીઓથી વિશાળ ખીણ [ Valley ]નું નિર્માણ થાય છે,જેને “ૐ વેલી” [ ૐ Valley ] તરીકે ઓળખવામાં આવે છે જેની મધ્યમાં ભોજપુર અને ભોજેશ્વર મંદિર આવેલ છે એમ કહો તો ચાલે છે. આ પહાડી ભોજપુરથી આગળ તરફ પણ લંબાય છે.
હમણાં મધ્ય પ્રદેશ વિજ્ઞાન અને પ્રોદ્યૌગિક મંત્રાલયના વૈજ્ઞાનિકો રિસોર્સ સેટ – 2 સેટેલાઇટ વડે ઓમ વેલીનો ડેટા તૈયાર કરવા માટે તસ્વીરો લઇ રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, તેઓ ઘઉંની ખેતી માટેની જમીનની તસ્વીરો લઇ રહ્યા હતાં. એ વખતે જ તેમની સામે એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો. તેમણે સેટેલાઇટ વતી ઉપરથી દેખાતો જનારો જોયો તો, ભોપાલ અને ભોજપુરનો સમાવેશ કરતી પહાડીઓની હારમાળા અર્થાત્ ઓમવેલી બિલકુલ એક વિશાળ “ૐ” આકારનો નજારો ઉભો કરતી હતી…!આ પહાડીઓની હારમાળાથી જોરાવર “ૐ”ની રચના થતી હતી…! અને આ “ૐ”ની બરાબર મધ્યમાં ભોજેશ્વર મહાદેવનું શિવલિંગ આવેલું હોવાનું પણ જણાયુ…! વૈજ્ઞાનિકો માટે હવે આ એક રહસ્ય અને સઘન શોધખોળ માંગી લેતો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે, ભગવાન શિવના શિવલિંગને અને “ૐ”ને પુરાણકાળથી જ ઘનિષ્ટ સબંધ રહ્યો હોવાનું કહેવામાં આવે છે.હવે તેનો એકદમ સ્પષ્ટ અને વિશાળ દાખલો મળી ગયો…!
આખરે શું કારણ હોય શકે આ પહાડીઓની ભુગોળથી બનતા ઓમનું ? અને એ ઓમની બરાબર મધ્યમાં જ ભગવાન ભોજેશ્વરનું શિવલિંગ…!ઉત્તર ભારતના સોમનાથ બરાબર વચ્ચે જ બિરાજે છે…! આ બધું જોઇને બીજો એક પ્રશ્ન પણ થાય કે શું આ પ્રાચીન ભુગોળનો રાજા ભોજને ખ્યાલ હશે ? અથવા આ કોઈ યોગાનુયોગ પણ હોઈ શકે ? ઈતિહાસ પ્રમાણે મહારાજા ભોજ એક મહાન વિદ્વાન રાજા હતાં.તેઓ અનેક કલાઓમાં પારંગત હતા.જગ વિખ્યાત વાત છે કે, વિદ્યાની બાબતમાં તો તેમનો મુકાબલો અસંભવ જ હતો…! પણ તે ઉપરાંત તેઓ વાસ્તુકલાના પણ શ્રેષ્ઠ જાણકાર હતાં. વાસ્તુશાસ્ત્ર ઉપર તેમણે પુસ્તક પણ લખેલ છે. આ સિવાય અનેક વિષય ઉપર ભોજ રાજા એ ૬૦ કરતા પણ વધારે પુસ્તકો લખ્યા હતા….
આ પ્રમાણે તો એવું લાગે છે કે આ કોઈ યોગાનુયોગ નઈ હોય…આમ કઈ થોડી એમણે મધ્યમાં જ ભોજેશ્વર મહાદેવના શિવલિંગની સ્થાપના કરી હશે…! પણ તો સવાલ એ ઊભો થાય કે,ભોજ રાજા પાસે એવા તો કેવા યંત્રો હશે કે તેમને આ વિશાળ જમીનના ભૃપુષ્ઠના આકારનો ખ્યાલ આવ્યો અને ખબર પડી કે આ ૐ આકારની ભૂમિ છે…? ત્યારે કોઇ આસમાન માંથી નજારો જોવાની ટેક્નોલોજી તો હતી નહિ અને જમીન પર રહીને તો શક્ય જ નથી કે, આ વિશાળ ભુપૃષ્ઠના આકારનો ખ્યાલ આવે….! વૈજ્ઞાનિકો માટે આ બધા સવાલો ગહન ચર્ચા અને શોધખોળનો વિષય બન્યા છે.અલબત્ત,આ રહસ્યએ બધાને અચંબામાં જરૂર નાખી દીધાં છે…!
આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે, ભોપાલની રચના તેમણે પોતાના જ અભ્યાસ અને મંથનના આધારે સ્વસ્તિક અર્થાત્ સાથિયાની ડિઝાઇનમાં કરી હતી…! અત્યારે કેટલાક વિકસિત થયેલા દેશો પણ જે SMART સીટી બનાવવા અદ્યતન TECHNOLOGYની મદદથી તન-તોડ મહેનત કરી રહ્યા છે ત્યાં આ રાજા ભોજ એ ભોપાલને લગભગ એક હજાર વર્ષ પહેલાં ખરા અર્થમાં સ્માર્ટ સીટી બનાવ્યું હતું…! અત્યારે મધ્ય પ્રદેશના વિજ્ઞાન અને પ્રોદ્યૌગિકી મંત્રાલયને આ વિષયમાં ગહન રીસર્ચ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ પુરો ડેટા એકઠો કરીને શોધખોળ માટેની તૈયારીઓ શરૂ કરી છે.વિશ્વના ઘણા દેશોના મંત્રાલયો આ માટે ઉત્સુક હોવાનું જાણવા મળે છે.
આખરે આ એક રહસ્ય જ છે…! ઘણા કિલોમીટરનો એરિયા બિલકુલ ઓમ આકારનો છે અને તેમની વચ્ચે બરાબર કેન્દ્રમાં ભગવાન ભોજેશ્વર બીરાજે છે…!આપણે પણ ગુગલ મેપ પરથી આ તસ્વીરો જોઇને કહી શકીએ કે,આ પહાડીઓ બિલકુલ ઓમ આકારમાં પથરાયેલી છે અને શિવલિંગ એની મધ્યમાં છે…!
ચોમાસાની મોસમમાં આ નજારો એકદમ સ્પષ્ટ રીતે ઉપસી આવે છે.કારણ કે,ચોમાસા દરમિયાન વેલીના વૃક્ષો ખીલી ઉઠે છે. ચારેબાજુ હરિયાળી છવાઇ જાય છે અને બાજુના જળાશયો પાણીથી છલકાઇ જાય છે…! ત્યારે આ વેલીમાં પહાડીઓ અને પ્રકૃતિ દેખીતી રીતે ક્લીન એવો ઓમનો આકાર ઉપજાવે છે. અને જાણે એક રહસ્ય પોકાર કરે છે…! ભારતીય સંસ્કૃતિ આવા ઘણા બુધ્ધિમત્તામ્ વરિષ્ઠમ્ ના દાખલાઓથી સજ્જ છે.આ દાખલો જોતા પુરવાર થાય છે કે,મહારાજા ભોજની ટેક્નોલોજીકલ સમજ હજાર વર્ષ પહેલાં પણ આજના માનવીઓ કરતાં વધારે હતી…!
અને એવું હોય તો જ આવા અદ્ભુત સમન્વયને તેઓ પારખી શક્યા અને તેમનો બેજોડ ઉપયોગ કરી શક્યા…! આ બધું જોઇને એવું લાગે છે કે આપડે હજી કશું જોયું જ નથી… શું તમને લાગે છે કે આટલી વિશાળ ભારતીય સંસ્કૃતિ સમજવા આ એક જનમ કાફી છે ? મારી તો ના જ છે.
લેખન – સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ અલગ અલગ વિષયની વાતો જાણવા ફક્ત અમારા પેજ પર.