સાફ સફાઈની અમુક સરળ અને સસ્તી ટીપ્સ…… શેર કરો, લાઇક કરો….

૧૯ ટિપ્સ સાફ સફાઈના

૧. કાપડાઓમાં નીલ(ઘડી) લગાવતા સમયે જો અપને પાણીમાં ૧ નાની ચમચી મીઠું નાખી દઈએ તો કપડામાં નીલનાં ધબ્બા નથી લગતા.

૨. સફેદ કપડાંઓમાંથી પીળાશ દૂર કરવા માટે ફટકડી ભેળવેલા પાણીમાં કપડાંઓને થોડીવાર પલાળી રાખવા જેથી કપડાંઓ પરની પીળાશ જતી રહે.

૩. રાઈના તેલમાં એક સરખી માત્રામાં માટીનું તેલ ભેળવી જો અપને લાકડાના ફર્નિચરને સાફ કરીએ તો ફર્નિચર સાફ તો થશે જ સાથે ચમકી પણ ઉઠશે.

૪. ટોયલેટના પોટમાંથી ડાગ હટાવવા માટે જો આપણે પોટ પર સફેદ સરકો નાખી દઈએ તો ડાગ હટી જાય છે.

૫. કપડાં પર લાગેલી ચીગમ હટાવવા માટે બરફના ટુકડાને હળવા હાથે રગડવો તો ચીગમ આસાનીથી નીકળી જશે.

૬. કંબલ ધોતી વેળાએ જો આપણે એક ચમચી ગ્લિસરીનની નાખી દઈએ તો કંબલ મુલાયમ રહે છે.

૭. કપડાં પરથી પાનના ડાગ હટાવવા માટે ડાગ પર લીંબુનો રસ લગાવીને ૧૦ મિનિટ માટે રાખી મુકો અને પછી ડિટર્જન્ટથી ધોઈ નાખો ડાગ હટી જશે.

૮. કલર કરવાથી પહેલાં જો આપણે ફર્શ પર મિટ્ટીના તેલથી પોતું કરી નાખીએ તો જમીન પરના રંગના ડાગ ધબ્બા આસાનીથી નીકળી જશે.

૯. બાથરૂમની ટાઇલ્સ સાફ કરવા માટે એક કપ મીઠું અને એક કપ બેકિંગ પાઉડર અને એક કપ સરકો ભેળવી લ્યો અને તે મિશ્રણ ટાઇલ્સ પર લગાવી દયો થોડા સમય પછી સ્પંજને લીંબુના રસમાં બોળીને સાફ કરો ટાઇલ્સ ચમકી ઉઠશે,

૧૦. તાંબાની ચીજો તથા મૂર્તિઓને સાફ કરવા માટે લીંબુનો ઉપયોગ કરવો.

૧૧. કાંચના દરવાજા તથા બારીઓના કાચ સાફ કરવા માટે જૂની પસ્તીનો ઉપયોગ કરવો. સાફ કરવા માટે પસ્તીને પાણીમાં ભીની કરી લેવી

૧૨. જો તમારા ઘરમાં કાચનું ટેબલ છે અને તેના પર ચાય કોફીના ડાગ લાગી ગયા છે તો થોડું ટૂથપેસ્ટ એક કપડાં પર લ્યો અને ટેબલ પર જે હિસ્સામાં ડાગ છે તેના પર ઘસો ચાય કોફીના ડાગ આસાનીથી સાફ થઇ જશે.

૧૩. જો તમારા કપડાં પર લિપસ્ટિક અને બોલપેનની શાહીના ડાગ લાગી ગયા છે જે ખુબ મુશ્કેલીથી નીકળે છે તો ત્યાં તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો દસ મિનિટ માટે ટૂથપેસ્ટ લગાવીને ધીમે ધીમે ઘસો આનાથી ડાગ ખુબ હળવા થઇ જશે

૧૪. ટૂથપેસ્ટ ચાંદીના ઘરેણાં અને ચાંદીના વાસણોને ચમકાવવા માટે ખુબ કારગર છે તેનાથી ચાંદીની કાળાશ દૂર થાય છે.

૧૫. રસોડાંમાં ફર્શ તથા સ્લીપને સાફ કરવા માટે એક કપ સરકામાં ગરમ પાણી નાખીને સાફ કરવું ફર્શ ચમકવા લાગશે.

૧૬. માઇક્રોવેવને સાફ કરવા માટે એક કટોરીમાં ૨ પ્યાલા પાણી લ્યો અને તેમાં ૧ ચમચી લીંબુનો રસ નાખો. ત્યારપછી માઇક્રોવેવને ૫ મિનિટ માટે ચાલુ કરીને મૂકી દયો. ત્યારપછી માઇક્રોવેવને અંદરથી એક પેપર ટુવાલ લઇને સાફ કરો.

૧૭. જો રસોડાંમાં કોઈ ચીકણી વસ્તુ ઢોળાઈ જાય, તો તેના પર બ્લીચ નાખી દયો અને પછી તેને બ્રશથી સાફ કરી લ્યો.

૧૮. જો તમે ઈચ્છો છો કે તમારા સિંક અને ગેસ ચૂલો બંને હંમેશા સાફ રહે, તો તમારે દર રાત્રે તેની સફાઈ કરવી જોઈએ. સિંકને સાફ કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ.

૧૯. ફ્રિજના અંદરના ભાગની સફાઈ કરવા માટે તમારે ગરમ પાણી અને બેકિંગ સોડાનો ઉપયોગ કરવો જોઈએ. અને તેના પછી ફ્રિજરને પણ સાફ કરવું જોઈએ.

લેખન-સંકલન : ભૂમિ મેહતા

શેર કરો આ માહિતી તમારા મિત્રો સાથે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *