સવારે કાચુ લસણ અને પાણીથી દીવસની શરૂઆત કરો અને આ ફાયદાઓ મેળવો
ભારતીય વ્યંજનોમાં લસણની જગ્યા લઈ શકે તેવો બીજો કોઈ વિકલ્પ નથી. વ્યંજનો ઉપરાંત પણ લસણને બીજી ઘણીબધી બીમારીઓને ઠીક કરવા માટે ઔષધી તરીકે પણ વાપરવામાં આવે છે. હિલીંગ ફૂડ નામના એક પુસ્તકમાં લસણને વૈશ્વિક રીતે તેની સ્વાસ્થ્યવર્ધક સંપત્તીના લાભો તેમ જ તેમાં સમાયેલા હૃદય રોગ માટે લાભપ્રદ ગુણો માટે ઓળખ આપવામાં આવી છે. તે તમારા શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢવા માટે પણ મદદરૂપ છે. આપણે આપણા ભારતીય વ્યંજનોમાં મોટા ભાગે બધા જ શાક-ભાજી, પરોઠા, કઠોળોમાં તેનો ઉપયોગ તો કરતા જ હોઈએ છીએ પણ જો સવારના પહોરમાં કાચા લસણનો પ્રયોગ કરવા આવે તો તે તમારા સ્વાસ્થ્યને અગણિત લાભ પહોંચાડી શકે છે. હા, તમારા ઉચ્છવાસ માટે તે કંઈ સારો ખ્યાલ નથી, પણ તમારા સ્વાસ્થ્યને થતાં લાભ સામે તો તમે આટલી કુરબાની તો આપી જ શકો.તો ચાલો જાણીએ સવારે નરણા કોઠે કાચુ લસણ ખાવાના વિવિધ સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ
1. ચરબી માટે ઉત્તમઃ
કેટલાક નિષ્ણાતનું એવું માનવું છે કે, સવારે નરણા કોઠે એટલે કે ખાલી પેટે કાચુ લસણ ખાવાથી તમારી લીપીડ પ્રોફાઈલ મજબુત બને છે. તે એક કુદરતી બ્લડ થીનર એટલે કે લોહી પાતળુ કરે છે, જે તમારા ઉચ્ચ રક્તપાતને સંતુલિત કરે છે અને સાથે સાથે તમારા કોલેસ્ટેરોલને પણ.
અભ્યાસો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે લસણમાં મળી આવતું સલ્ફર સંયોજન ટ્યુમર સેલ્સનો નાશ કરે છે. લસણ એક ખુબ જ તાકાતવાન એન્ટીબાયોટીક છે જે વિવિધ પ્રકારના ફેફસાના રોગો દૂર કરવામાં મદદ કરે છે તેમજ આંતરડાઓને ખોરાકમાંથી વધારે પોષકદ્રવ્યો શોષવા માટે મજબુત બનાવે છે.
2. પાવરફુલ કુદરતી એન્ટિબાયોટિકઃ
કાચુ લસણ એ એક સૌથી અસરકારક કુદરતી એન્ટિબાયોટિક છે. જો લસણને કાચુ ખાવામાં આવે તો તમને તેમાંથી વધારે ફાયદો મળી શકે છે અને તે પણ ખાલી પેટે ખાવાથી. માત્ર અરધી કળી લસણ ખાલી પેટે ખાવાથી તે આંતરડામાં થતી બેક્ટેરિયલ પ્રવૃત્તિઓને અટકાવવામાં મદદ કરી શકે છે. લસણમાં મહત્ત્વના એન્ટિબાયોટિક અને એન્ટિફન્ગલ સલ્ફરના કમ્પાઉન્ડ છે જેમાં એલિસિન, એલિન અને એજીઅનનો સમાવેશ થાય છે. લસણમાં સમાયેલા એન્ટિબાયોટિક ઘટકો અને તેનું તેલ શરદી અને ઉધરસમાં રાહત આપે છે.
3. પાચન અને વજન ઘટાડવામાં ફાયદાકારકસવારે ખાલી પેટે કાચુ લસણ ખાવાથી તમારુ પાચન તેમજ ભૂખ ઉત્તેજિત થાય છે. જો તમારી પાચનશક્તિ સારી હશે તો તમને ચોક્કસ વજન ઘટાડવામાં મદદ કરે છે. કાચુ લસણ ખાવાથી તમને પેટની સમસ્યા જેમ કે જાડા વિગેરે નથી થતા.
4. હાઇપરટેન્શનઃ (ઉચ્ચ રક્તપાત)
લસણમાં સમાયેલું સલ્ફરનું સંયોજનઃ એલિસિન, ડીઆલીલ ડીસલ્ફાઇડ, ડીઆલીલ ટ્રાઇસફ્લાઇડ, તમારા બ્લડ પ્રેશરને નિયમિત બનાવે છે.
5. ડીટોક્ષઃ
લસણમાંનું સલફાઇડ્રીલ કમ્પાઉન્ડ શરીરમાંના ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. અને માટે જો તમે આગલી રાત્રે ભારે ભોજન કર્યું હોય તો તમારે બીજા દિવસની શરૂઆત કાચા લસણથી કરવી જોઈએ જેથી કરીને તમારા શરીરમાંથી બધો જ કચરો સાફ થઈ જાય.
કાચુ લસણ આરોગવુ
કાચા લસણમાં રંધાયેલા લસણ કરતા ક્યાંય વધારે પોષકતત્ત્વો હોય છે, માટે જ સલાડ તેમજ કેટલાક શાકભાજીમાં ઉપર લસણનું ટોપિંગ કરવામાં આવે છે.
અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારે તમારા દીવસની શરૂઆત કાચા લસણથી કેવી રીતે કરવીઃ
1. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે લસણ તાજુ હોય. તે એટલા માટે કારણ કે, જેમ જેમ લસણ જુનું થતું જાય છે તેમ તેમ તેમાં રહેલા એલિસિન સંયોજનો નીચા થતાં જાય છે.
2. લસણને કાળજીથી ફોલવું અને બાકીનો ભાગ ફ્રીજમાં મુકી દેવો.
3. હવે તમે લસણની જે કળી ફોલી છે તેનો એક નાનકડો ટુકડો કાપો. ખાલી પેટે વધારે પડતુ લસણ ખાવું એ તમને બીમારપાડી શકે છે માટે ખુબ જ થોડા પ્રમાણમાં તમારે કાચુ લસણ ખાવાનું છે.
4. હવે એક ગ્લાસ પાણી સાથે લસણ ગળી જાઓ. લસણની પોતાની ફ્લેવર ખુબ જ તીવ્ર હોય છે, માટે તેને ચાવવું તે કદાચ ઘણા લોકો માટે ખુબ વધારે પડતું થઈ જાય છે. માટે એ જ યોગ્ય રહેશે કે તેનો ખુબ જ નાનકડો ટુકડો તમારે પાણી સાથે ગળી જવો. સવારે હુંફાળુ પાણી પીવાથી તમારા મેટાબોલિઝમને કીકસ્ટાર્ટ મળે છે.
આ કુદરતી ઉપચારને અપનાવો અને તમારી સવારની સાથે સાથે આખા દીવસને પણ સ્વસ્થ બનાવો.
લેખન.સંકલન : અશ્વિની ઠક્કર
સ્વાસ્થ્યને લગતી માહિતી તેમજ ઘરગથ્થું ઉપાયો જાણવા માટે આજે જ લાઈક કરો અમારું પેજ : જલ્સા કરોને જેન્તીલાલ “