એવુ બહુ ઓછું જોવા મળે છે, જ્યારે બોલિવૂડ સ્ટાર્સ એક સાથે જોવા મળે, પરંતુ મંગળવારે મુંબઈમાં બોલિવૂડના સુપરસ્ટારેની હાજરીથી જોરદાર જલસો પજી ગયો હતો. આ પ્રંસગ હતો, સોનમ કપૂરના રિસેપ્શનનો જ્યાં બોલિવૂ઼ડના કિંગ ખાન અને દંબગ ખાન એટલે કે શાહરુખ ખાન અને સલમાન ખાન એક સાથે જોવા મળ્યા હતા.
આ રિસેપ્શનમાં સલમાન-શાહરુખની ધમાકેદાર એન્ટ્રીએ ધમાલ મચાવી દીધી હતી. વર્ષો પહેલાં ફિલ્મ કરણ અર્જુનમાં સાથે જોવા મળેલા આ સુપરસ્ટાર્સ મંગળવારે સોનમમાં રિસેપ્શનમાં ફરીથી કરણ અર્જૂન બની ગયા હતા તેમજ સોનમમી મમ્મી સુનીતા કપૂર તેમણી માં બની ગઈ હતી. આ રિસેપ્શનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જેમાં શાહરુખ ખાન અને સલમાન ખાન માઈક લઈને ‘કરણ અર્જુનુ’ નું ‘ગીત યે બંધન તો પ્યાર કા બંધન હે’ ગીત ગાતા જોવા મળ્યા હતા. સ્ટેજ પર શાહરુખ અને સલમાનની સાથે અનિલ કપૂરની પત્ની સુનીતા કપૂર પણ હતી.
આ ગીત ગાતા ગાતા સલમાન ખાને સોનમની મમ્મીનો પલ્લૂ પણ પકડી લીધો હતો. બંને ખાનના જોરદાર અંદાજને જોઈને સુનીતા કપૂરે કહ્યું કે ‘કોઈ રોકો આમને, મને બચાવો કરણ-અર્જુનથી’, એટલું જ નહીં પોતાની પત્નીની આ હાલત જોઈને સ્ટેજ પર ઉભા રહેલા અનિલ કપૂર, રણવીર સિંહ હસી રહ્યા હતા. વીડિયોમાં છેલ્લે સોનમ તેણી માંને બચાવા આવે છે. તેમે પણ સલમાન અને શાહરુખનો આ મજેદાર વીડિયો જોઈ શકો છો.
તે સિવાય બંને શાહરુખ ખાન અને સલમાન ખાન રિસેપ્શન પાર્ટીમાં ધમાલ મચાવી દીધી હતી. પાર્ટીના કેટલાંક વીડિયો વાયરલ થયા છે. જેમાં શાહરુખ ખાન અને સલમાન ખાન ગીત ગાતા ઝૂમી રહ્યા છે. બંને સુપર સ્ટાર્સનો આ અંદાજ ખરેખરે જોવા જેવો હતો.
થયું એવું કે, સ્ટેજ પર સિંગર મીકા સિંહ ગીત ગઈ રહ્યા હતા. જેવું ‘ટન ટના ટન તારા’ ગીત વાગ્યુ સલમાન અને શાહરુખ ખાન સ્ટેજ પર આવી ગયા, પછી તો સલમાન, શાહરુખ, મીકા અને અનિલ કપૂરે માઈક લઈ લીધું. પછી ગીતા ગાતા ગાતા ડાન્સ કરવા લાગ્યા. વરુણ ધવન પણ પોતાની જાતને રોકી ન હતો શક્યો અને તે પણ સ્ટેજ પર જઈને સલમાન શાહરુખની સાથે ડાન્સ કરવા લાગ્યો.
તમને જણાવી દઈએ કે, તમામ હસ્તિયા સોનમ કપૂર અને આનંદ આહૂજાની રિસેપ્શન પાર્ટીમાં સામેલ હતી. શાહરુખ ખાન તેમણી પત્ની ગૌરી ખાનની સાથે આવ્યો હતો. જ્યારે સલમાન ખાન પોતાની બહેન અર્પિતા ખાન અને જીજા આયુષ શર્મા સાથે જોવા મળ્યો હતો.
જ્યાં સલમાન ગીત ગાય રહ્યો હતો, તો શાહરુખ ખાન તેમણી સાથે ડાન્સ કરી રહ્યો હતો. વીડિયોમાં સલમાન ખાન અને શાહરુખ ખાનની સાથે અનિલ કપૂર પણ જોવા મળ્યો હતો.
દીકરીમાં લગ્નની ખુશીમાં રિસેપ્શન પાર્ટીમાં સૌથી વધારે ડાન્સ અનિલ કપૂરે કર્યો હતો. વીડિયોમાં પણ જોઈ શકાય છે કે, અનિલ કપૂરએ પોતાનું બ્લેઝર ઉતારી દીધું હતુ અને મનમૂકીને નાચ્યોં હતો.
સંકલન : પ્રિયંકા પંચાલ