મનુષ્યો માટે વિશેષરૂપથી મહિલાઓ માટે કદાચ સૌથી વધુ ચિંતાનુ કારણ વાળનું સફેદ થવું હોય છે. જો કે એ વાત સાચી છે કે સમયની સાથે અને વધતી જતી ઉંમરની સાથે વાળ સફેદ થાય છે. પંરતુ આજકાલ જોઈએ છીએ કે ૩૦ વર્ષથી ઓછી ઉંમરના યુવાન લોકોને પણ સફેદ વાળની સમસ્યાથી બાકાત નથી. જ્યારે પિગમેન્ટ (જે વાળના કાળા રંગના માટે ઉત્તરદાયી હોય છે)નું ઉત્પાદન બંધ થઈ જાય છે તો વાળ સફેદ થવા લાગે છે.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે અમેરિકાના લોકોના વાળ ૩૦ વર્ષની મધ્યવસ્થમાં, એશિયાઈ લોકોના વાળ ૩૦ વર્ષ પછી અને આફ્રીકી – અમેરિકી લોકોના વાળ ૪૦ વર્ષની મધ્યવસ્થાથી જ સફેદ થવાનું શરૂ થઈ જાય છે. જો કે એવું માનવામાં આવે છે કે ઘણાં કારણોથી તેમના વાળ પ્રાકૃતિક રૂપથી હાઈડ્રોજન પેરોકસાઈડનું ઉત્પાદન કરે છે જેના કારણે તેમના વાળનો રંગ ઉડી જાય છે. આવો આ લેખમાં જોઈએ કે સફેદ વાળ માટે કયા ઘરગથ્થું ઉપાયો ઉપલબ્ધ છે તથા તેના માટે શું કરી શકાય એમ છે.
૧. આંમળા અકાળે સફેદ થનાર વાળ માટે આમળા એક ઉત્કૃષ્ટ ઉપાય છે. આમળાના થોડા ટુકડાને નારિયેળ તેલમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે કાળા ના થઈ જાય પછી વાળમાં આ તેલથી માલિશ કરો. આ પ્રકારે તમે પ્રાકૃતિક રૂપથી વાળને સફેદ થવાથી રોકી શકો છો.
૨. આદુ પીસેલું આદુ તથા એક ચમચી મધને દરરોજ લેવાથી વાળને સફેદ થતાં રોકી શકાય છે.
૩. નારિયેળ તેલ ત્વચાની ઘણી સમસ્યાઓ માટે સારો ઉપાય સમજી શકીએ તેવું નારિયળ તેલ વાળને સફેદ થતા રોકી શકે છે. કાળા અને ચમકતા વાળ પ્રાપ્ત કરવા માટે નારિયેળના તેલમાં લીંબુનો રસ મેળવીને આ મિશ્રણથી માથાની ત્વચાની માલિશ કરો.
૪. ઘી અઠવાડિયામાં બે વખત ઘી થી માથાની ત્વચાની માલિશ કરવાથી પણ વાળની સફેદ થવાની સમસ્યા દૂર થાય છે.
૫. મીઠી લીમડીના પાંદડા મીઠી લીમડીના પાંદડાને નારિયેળના તેલમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે કાળા ન થઈ જાય. તેને તમારા માથાની ત્વચા પર ટોનિકની જેમ લગાવો. તે વાળ ઉતરવાની સમસ્યા અને વાળની પિગમેટેંશનની સમસ્યા માટેનો એક ઉપાયની જેમ છે. મીઠી લીમડીના પાંદડાને દહી કે છાશની સાથે પણ ઉપયોગમાં લઈ શકાય છે.
૬. હિના ૨ ચમચી હિના પાવડર, ૧ ચમચી મેથીના દાણાની પેસ્ટ, ૨ ચમચી તુલસીના પત્તાની પેસ્ટ, ૩ ચમચી કોફી, ૩ ચમચી ફુદીનાનો રસ અને એક ચમચી દહીનું મિશ્રણ વાળને સફેદ થવાથી રોકવા માટે ખૂબ પ્રભાવકારી છે. સારુ પરિણામ મેળવવા માટે આ મિશ્રણને નિયમિત રીતે લગાવો. પ્રાકૃતિક ડાર્ક બ્રાઉન રંય માટે હિનાને નારિયેળ તેલની સાથે મેળવીને પણ લગાવી શકાય છે.
૭. તુરિયા તુરિયાને નારિયેળ તેલમાં મેળવીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે કાળા ના થઈ જાય, લગભગ ૩-૪ કલાક સુધી. આ તેલથી માથાની ત્વચાની માલિશ કરવાથી વાળને અકાળે સફેદ થતા રોકી શકાય છે.
૮.બ્લેક ટી એક કપ સ્ટ્રોગ બ્લેક ટી લો અને તેમાં એક ચમચી મીંઠુ મેળવો. તેનાથી તમારા માથાની ત્વચાની માલિશ કરો અને એક કલાક પછી ધોઈ લો. સફેદ વાળની સમસ્યાને દૂર કરવા માટે આ ઉપાય નિયમિત રીતે ઉપયોગ કરો.
૯. ડુંગળી ડુંગળીનો રસ વાળને અકાળે સફેદ થવાથી બચાવે છે અને સાથે સાથે વાળ ઉતરવા અને ટાલિયાપણાની સમસ્યા સામે લડવામાં પણ મદદરૂપ થાય છે.
૧૦. કાળા મરી ૧ ગ્રામ કાળા મરી અને ૧/૨ કપ દહીના મિશ્રણથી માથાની ત્વચાની માલિશ કરવાથી પણ સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ મિશ્રણમાં લીંબુનો રસ પણ મેળવી શકાય છે.
૧૧. કેમોમાઈલ કેમોમાઈલ પાવડરને ૨૦ મિનીટ સુધી પાણીમાં ઉકાળો પછી તેને ઠંડુ કરીને ગાળી લો. સફેદ વાળ માટે તેને નિયમિત રીતે આ કાઢાનો ઉપયોગ કરો.
૧૨. મહેંદી એક કપ પાણીમાં કપૂર અને મહેંદીના પત્તાને બરાબર માત્રામાં લઈ લો. તેને પલાળીને ગાળી લો તથા તે તરલ પદાર્થનો ઉપયોગ વાળને કલર કરવા માટે કરો. રોજમેરી તેલ સીધુ વાળ પર પણ લગાવી શકાય છે.
૧૩. બદામનું તેલ બદામનું તેલ, લીંબુનો રસ તથા આમળાનો રસ બરાબર માત્રામાં મેળવો. સફેદ વાળની સમસ્યાથી બચવા માટે આ મિશ્રણનો ઉપયોગ કરો.
૧૪. શિકાકાઈ શિકાકાઈની ત્રણ ચાર ફળીઓ અને ૧૦-૧૨ અરીઠાને એક જગ પાણીમાં આખી રાત પલાળીને રાખો. તેને ઉકાળો અને એક બોટલમાં ભરીને રાખો તથા તેનો ઉપયોગ પ્રાકૃતિક શૈમ્પૂની જેમ કરો. આમળાના થોડા ટુકડા જુદા પલાળીને રાખો અને પછી તેને ઉકાળો અને તેનો ઉપયોગ કંડીશનરની જેમ કરો. આ ઉપચાર વાળની અનેક સમસ્યાઓ જેવી કે વાળનું સફેદ થવું, રુખાપણું, વાળનું પાતળું થવું અને વાળ ઉતરવા વગેરેને દૂર કરવામાં સહાયક હોય છે.
૧૫. જામફળના પાન જામફળના પાન પણ સફેદ વાળને કાળા બનાવવામાં સહાયક હોય છે. જામફળના થોડા પત્તાંને પીસો તથા નિયમિત રીતે તેને તમારા માથાની ત્વચા પર લગાવો.
૧૬. ગુલમખબલ વાળના રંગને પ્રાકૃતિક બનાવી રાખવા માટે તાજી ગુલમખબલનો રસ લગાવો. આ એક ખૂબ જ ઉપયોગી ઘરગથ્થું ઉપચાર છે.
૧૭. એલોવીરા જેલ અકાળે થતા સફેદ વાળની સમસ્યાને દૂર કરવા માટે ઉપાય તરીકે એલોવેરા જેલનો ઉપયોગ કરો.
૧૮. સરસિયાનું તેલ ૨૫૦ ગ્રામ સરસિયાનું તેલ લો અને તેમાં ૬૦ ગ્રામ હિના મેળવીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે સરસિયાના તેલમાં પૂરી રીતે બળી ના જાય. કાળા અને ચમકદાર વાળ માટે આ મિશ્રણને તમારા વાળમાં લગાવો.
૧૯. અશ્વગંધા સફેદ વાળના ઉપચાર માટે અશ્વગંધા કે ઇન્ડિયન જિનસેંગને માથાની ત્વચા પર લગાવો. તે વાળના મેલેનિન ઘટકને વધારવામાં સહાયક હોય છે.
૨૦. લિગુસ્ટ્રામ લિગુસ્ટ્રામ વુલ્ગારે કે વાઈલ્ડ પ્રિવેટ એક ચાઇનીઝ જડીબુટ્ટી છે જે વાળના પ્રાકૃતિક રંગ પાછો મેળવવા માટે ઉપયોગી છે.
૨૧. બાયોટિન એવા ખાદ્ય પદાર્થ ખાવો જેમા બાયોટિનની પ્રચુર માત્રામાં હોય કેમકે આ પ્રાકૃતિક રૂપથી વાળને સફેદ થતા રોકે છે. ઈંડાની જર્દી, ટામેટા, યીસ્ટ, સોયાબીન, અખરોટ, ગાજર, ગાયનું દૂધ, બકરીનું દૂધ, કાકડી, ઓટ્સ અને બદામમાં બાયોટિન પ્રચુર માત્રામાં મળી આવે છે.
સાભાર – બોલ્ડ સ્કાય