શું તમારે હાડકાં તેમજ શરીરને લોખંડ જેવું મજબૂત બનાવવું છે?, તો જાણો આ ઉપાય.. શેર કરવાનું ભૂલતા નહિ..

હળદર અને ચૂનાનો આ નુસખો તમારા શરીર તેમજ હાડકાંને નક્કર લોઢા જેવાં બનાવી દેશે.

હળદર અને ચુનાનો ઉપાય

કેલ્શિયમ હાડકાં અને દાતની સંરચનામાં મુખ્ય ભાગ ભજવે છે. કેલ્શિયમની ઉણપથી હાડકાંમાં કેટલાએ પ્રકારના રોગ થાય છે, સ્નાયુઓ અકડાવા લાગે છે. સાંધામાં દુઃખાવો થવા લાગે છે. કેલ્શિયમની ઉણપના કારણે શરીરમાં પીડા રહ્યા કરે છે.  આવા ઘણાબધા રોગો કેલ્શિયમની ઉણપને કારણે થાય છે. સ્ત્રીઓમાં આ સમસ્યાઓ વધારે જોવા મળે છે.

આજે અમે તમને એક એવો નુસખો જણાવીશું જેના ઉપયોગથી તમારી કેલ્શિયમની ઉણપ દૂર થઈ જશે અને તમારા હાડકાં લોઢા જેવા બની જશે.

સામગ્રી :

  1. હળદરની ગાંઠ 1 કિલોગ્રામ
  2. હોલવાયા વગરનો ચૂનો (હોલવાયા વગરનો ચૂનો એટલે જેનાથી આપણે દીવાલો પર ચૂનો કરીએ છે તે)

રીતઃ

સૌ પ્રથમ કોઈ માટીના વાસણમાં ચૂનો નાખી દો. હવે તેમાં ચૂનો ડૂબે તેટલું પાણી નાખો. પાણી નાખતાં જ ચૂનો ઉકળવા લાગશે. જ્યારે ચુનો કંઈક શાંત પડે ત્યારે તેમાં હળદર નાખી દો અને કેઈ છોકરીની મદદથી તેને બરાબર મિક્સ કરી દો.

આ હળદરને લગભગ 2 મહિના સુધી ચૂનામાં પડેલી રહેવા દે. જ્યારે પાણી સુકાઈ જાય તો એટલું પાણી ચોક્કસ નાખી દો કે તે સુકાઈ ન જાય.

બે મહિના બાદ હળદરને કાઢી બરાબર ધોઈ લો અને પછી તેને સુકવી પીસીલો અને કોઈ કાચની બરણીમાં સ્ટોર કરી લો.

ઉપયોગની રીત:

  1. વયસ્ક વ્યક્તિ ત્રણ ગ્રામ હુંફાળા દૂધમાં મિક્સ કરી દિવસમાં બે વાર નાશ્તા કે ભોજન બાદ લઈ શકે છે.
  2. બાળક એક થી બે ગ્રામ હુંફાળા દૂધમાં મિક્સ કરી દિવસમાં બે વાર નાશ્તા કે ભોજન બાદ લઈ શકે છે.

ફાયદા:

કુપોષણ, બીમારી કે ખાવાપીવાની અનિયમિતતાના કારણે શરીરમાં આવેલી કેલ્શિયમની ઘટ જલદી દૂર થશે અને શરીરમાં ઘર કરી ગયેલી પીડા દૂર થઈ જશે.

આ દવા વધતા બાળક માટે એક સારું બોન ટોનિક છે અને લંબાઈ વધારવામાં ખુબ જ લાભપ્રદ છે. ટૂટેલા હાડકા ન જોડાતાં હોય અથવા ગોઠણ કે કમરમાં દુઃખાવો રહેતો હોય તો ચાલુ દવાની સાથેસાથે આ હળદરનો પ્રયોગ પણ સારું પરિણામ આપે છે.

નોંધ- જેને પથરીની તકલીફ હોય તેમણે આ દવાનો પ્રયોગ કરવો નહીં.

લેખન સંકલન : દીપેન પટેલ

હેલ્થને લગતી અવનવી માહિતી જાણવા માટે આજે લાઇક કરો અમારું પેજ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો અમારા પેજ પરની માહિતી શેર કરીને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *