શરીર પર થતા સફેદ ડાગ કે જેને આપણે ગુજરાતી ભાષામાં કોઢના નામથી ઓળખીએ છીએ જેને મેડિકલ સાયન્સ ની ભાષામાં વીટીલીગો ના નામથી ઓળખવામાં આવે છે. આ રોગમાં શરીરના વિવિધ ભાગોમાં સફેદ ડાઘ જોવા મળે છે, અને ચામડી નો મુડ કલર જતો રહે છે. આ રોગ શરીરમાં કોઈપણ જગ્યાએ જેમકે ચહેરા પર, વાળ મા, હાથ પર, પીઠ પર અને આંખોની નીચે થઈ શકે છે.
આ રોગ ઉત્પન્ન થવાનું સાચું કારણ હજુ સુધી કોઈ વૈજ્ઞાનિકો જાણી શક્યા નથી, પરંતુ વૈજ્ઞાનિકોની લાંબી શોધખોળ બાદ એવું જણાવવામાં આવ્યું છે, કે જ્યારે શરીરની ઈમ્યુન સિસ્ટમ માં મેલેનોસાઈટ્સ કે જેની અંદર મેલેનીન નામનું દ્રવ્ય ઉત્પન્ન થાય છે તે ઘટી જવાના કારણે ચામડી પોતાનો મૂળ રંગ ગુમાવે છે, અને તેમાં સફેદ દાગ જોવા મળે છે. આ ઉપરાંત વધુ સમય માટે સૂર્યપ્રકાશમાં રહેવાને કારણે ઉપરાંત વિટામીન B૧૨ ની ઉણપને કારણે અને વધુ પડતા સ્ટ્રેસના કારણે પણ આ રોગ જોવા મળે છે.
સામાન્ય રીતે આ રોગ કાળી ચામડી વાળા લોકોને વધુ થાય છે. આ રોગ એલોપેથી દવા દ્વારા પણ ઠીક થઈ શકે છે, પરંતુ આજે અમે આપને જણાવી રહ્યા છીએ કઈ રીતે ઘરેલુ ઉપચાર દ્વારા જ આપ આ બીમારીમાંથી છૂટકારો મેળવી શકો છો.
લાલ માટી નો ઉપચાર:-
લાલ માટી ની અંદર ભરપૂર માત્રામાં કોપર હોય છે, જે ત્વચા માટે પિગ્મેન્ટેશન નું કામ કરે છે. લાલ માટી સાથે આદુનો થોડો તાજો રસ મેળવી અને સફેદ ડાગ વાળી જગ્યા ઉપર લગાવી દો હવે અંદાજે એક કલાક પછી તેને સાદા પાણીથી ધોઈ લો. આમ કરવાથી એક જ મહિનાની અંદર સફેદ દાગ ઓછા થઈ જશે.
કુવારપાઠા નો ઉપચાર:-
કુવારપાઠા માં ભરપુર માત્રામાં એન્જાઈમ આવેલા હોય છે, જે ત્વચા પરના સેલને ફરીથી બનાવવામા મદદરૂપ થાય છે. કુવારપાઠુ એન્ટીઓક્સીડન્ટ તરીકે પણ કામ કરે છે. આ ઉપરાંત કુવારપાઠામાં ભરપૂર માત્રામાં વિટામીન એ, B૧૨, સી, ઈ, અને ફોલિક એસિડ હોય છે જે કોઢના નિવારણ માટે ઉપયોગી છે.
તુલસીના પાંદડાના ઉપચાર:-
તુલસીના પત્તામાં એન્ટીવાયરલ અને એન્ટી એજીંગ ગુણ હોય છે, જે ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. તુલસીના પાંદડા અને લીંબુના રસ નું મિશ્રણ મેલાટોનિન ના ઉત્પાદનમાં વધારો કરે છે જેના કારણે કોઢમાંથી ઘણે અંશે રાહત મળે છે.
નારિયેળ તેલનો ઉપચાર:-
નારિયેળ તેલમાં પણ એન્ટીબેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ત્વચા પર એક પ્રકારના પિગ્મેન્ટેશન નું કામ કરે છે. અમુક સમય માટે નારીયલ તેલ લગાવવાથી શરીર પરના સફેદ ડાઘ ધીમે ધીમે ઓછા થતાં જોવા મળે છે.
એપલ સાઇડર વિનેગર નો ઉપચાર:-
વિનેગરની અંદર એન્ટી માઈક્રોબિયલ ગુણ હોય છે. જે શરીર પરની ફૂગને દૂર કરે છે. આથી એપલ સાઇડર વિનેગર લગાવવાથી ચામડી પર રહેલ આ ફૂગ ધીમે-ધીમે દૂર થાય છે. એપલ સાઈડર વિનેગરને દરરોજ થોડા પાણી સાથે ભેળવીને લગાવવું જોઈએ.
મૂળાના બીજ નો ઉપચાર:-
મૂળાના બીજ કુદરતી રીતે સફેદ ડાઘને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. અંદાજે ૫૦ ગ્રામ મૂળાના બીજ ને એકદમ બારીક વાટી તેમાં ૩ થી ૪ ચમચી વિનેગર ભેળવી અને સફેદ ડાઘ પર લગાવી દો. અંદાજે અડધો કલાક પછી તેને સાદા પાણીથી ધોઈ નાખો. આ ઉપચારના કારણે સફેદ દાગ માંથી અવશ્ય રાહત મળશે.
આ રીતે તમે ઘરે બેઠા જ આયુર્વેદિક ઉપચારથી તમારા સફેદ ડાઘને જડમૂળમાંથી દૂર કરી શકશો.
લેખન અને સંપાદન :- દિવ્યા રાવલ