શરીર ઉપરના મસા દૂર કરવાના ૩ કુદરતી ઔષધીય ઉપચારો :

 

 

મસા નેઈલપોલિશ, ચૂનો કે એવા બીજા ઉપાયોથી દૂર થઇ શકે છે પણ એ અત્યંત પીડાદાયક હોય છે. એના બદલે હું આ લેખમાં ઔષધીઓના ઉપયોગથી મસા દૂર કરવાની રીતો જણાવીશ.

ઔષધીય ઉપચારોનું સારું પાસુ એ છે કે બીજા- જલ્દીથી અસર કરનાર ઉપાયો જેવી તેની કોઈ આડઅસર હોતી નથી અને તેનું નબળું પાસુ એ છે કે તેમાં સમય વધારે લાગે છે. તમારે લાંબા સમય સુધી દ્રઢતાથી તેનો ઉપયોગ કરવો પડે છે.1045227_552143788181600_1349889467_n....

૧. ટી-ટ્રી ઓઈલ(લીલી ચાનું તેલ):

=====================

લીલી ચાનું તેલ મસા તેમજ તલને દૂર કરવા માટે ખુબ જ અસરકારક છે. લીલી ચાનું તેલ ઘણાબધા ચર્મ રોગોમાં ફાયદાકારક મનાય છે. થોડુંક રૂ લો તેને લીલી ચાના તેલમાં બોળો અને તેને મસા ઉપર લગાવો. આ ઉપાય દિવસમાં એક કે બે વાર ૪ અઠવાડિયા સુધી અથવા જ્યાં સુધી મસા અદ્રશ્ય ના થાય ત્યાં સુધી કરો.

કેસ્ટર ઓઈલ(દિવેલ):

============

તમારા માંથી ઘણાને એ વાતની ખબર નહિ હોય કે જુના સમયમાં દિવેલનો અનેક રીતે ઉપયોગ થતો હતો. આ તેલ આંતરિક(પીવાના) અને બાહ્ય(શરીરે,વાળમાં,અનાજ મોવાના) વગેરે રીતે વાપરી શકાય છે.

તમારા માટે ખુશખબર એ છે કે તમારે તેને પીવાનું નથી પણ મસા ઉપર લગાવવાનું છે. થોડુંક દિવેલ લો તેમાં થોડો ખાવાનો સોડા(બેકિંગ પાવડર)નાખીને તેની પેસ્ટ બનાવો તેમાં થોડુ સિટ્રસ ઓઈલ (લીંબુ નારંગી જેવા પદાર્થોનું તેલ) ભેળવો અને તેને મસા ઉપર લગાવીને પટ્ટી બાંધી લો ૨ થી ૪ અઠવાડિયામાં મસા ગાયબ થઇ જશે.

એપલ સાઈડર વિનેગર(સફરજનના રસનો આસવ):

==============================

સફરજનના રસનો આસવ મસાને દૂર કરવામાં અત્યંત ઉપયોગી છે. તમે તેને કોઈ કરીયાણાની દુકાન કે સ્ટોર-મોલમાંથી મેળવી શકો છો. લીલી ચાના તેલની જેમજ એને રૂમાં બોળીને સીધું મસા ઉપર લગાવવાનું છે. જોકે સફરજનના આસવથી તમને થોડી બળતરા થશે પણ એ એક બે મીનીટમાં બંધ થઇ જશે અને ૨ થી ૪ અઠવાડિયામાં મસા ગાયબ.

મિત્રો! આ ત્રણ ઔષધીય ઉપચારો છે કે જેનાથી તમે શરીર ઉપરના મસા ની સમસ્યામાંથી હંમેશા માટે છુટકારો મેળવી શકશો. તમારે માત્ર ૨ થી ૪ અઠવાડિયા જેટલો સમય રાહ જોવાની અને રોજ દિવસમાં ૧ કે ૨ વાર ઉપરોક્ત ઉપચાર કરવાની તૈયારી રાખવી પડશે તો તમારી સમસ્યા કાયમ માટે દૂર થઇ જશે.

મહેરબાની કરી એકવાર અચૂક શેર કરો અને તમારા મિત્રો સુધી આ માહિતી પહોંચાડો!!

સંકલન : ખુશાલી જોશી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *