વિશ્વના ૧૫ જિદ્દી મકાન માલિકો, જેઓ કોઈપણ સંજોગોમાં પોતાના મકાન છોડવા તૈયાર નથી…ખુબ રસપ્રદ…

આ લોકો કોઈપણ સંજોગોમાં પોતાનું ઘર છોડવા માગતા નથી

કેટલાક લોકો પોતાના ઇરાદાના એટલા પાક્કા હોય છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં ડગી નથી જતા. એવા લોકો જે પોતાના હક્ક માટે લડે છે અને મોટી સત્તાઓ સામે લડીને પણ પોતાનો હક્ક લઈને રહે છે. તેઓ આપણને આશા બંધાવે છે કે આપણે સામાન્ય માણસ પણ કંઈ ઓછા નથી.1. એડીથ મેકફીલ્ડે પોતાનું ઘર વેચવાની ના પાડી દીધી, જો કે તેને તે માટે 1 મિલિયન ડોલર કરતા પણ વધારે ઓફર કરવામા આવ્યા હતા છતાં. પોતાનું ઘર નહીં છોડવાની તેણીની આ લડાઈ હોલીવૂડ મૂવી ‘Up’ માટે પ્રેરણાસ્રોત બની.2. મેરી કુકે પોતાનું સુંદર નાનકડું ઘર વેચવાની ના પાડી દીધી જો કે તેણીના પાડોશીઓએ પોતાના ઘર વેચી દીધા અને તે બધાને તોડી પણ નાખવામાં આવ્યા, પણ મેરી પોતાનું ઘર કોઈપણ સંજોગોમાં વેચવા મગતી નહોતી. આ ફોટામાં તમે જોઈ શકો છો કે મેરીનું ઘર બે ગગનચુંબી ઇમારતો વચ્ચે કેવું ક્યૂટ લાગી રહ્યું છે.3. વેરા કોકીંગ પોતાનું આ ઘર કસીનોના માલિકને વેચવા નહોતી માગતી અને ત્યાર બાદ તેણે તેનું આ ઘર આજના અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને પણ વેચવાની ના કહી દીધી હતી.4. મેલબોર્નમાં પણ એક વ્યક્તિએ પોતાનું ઘર નહીં વેચવાનો ઇરાદો પાક્કો કરી લીધો હતો. તમે જોઈ શકો છો કે આધુનિક ઇમારત વચ્ચેનું આ ઘર કેવું લાગી રહ્યું છે.5. ટોરોન્ટો ડુપ્લેક્સના એક માલિક પોતાનું ઘર વેચવા નહોતો માગતો ત્યારે અરધી પ્રોપર્ટી ખરીદનારે એક અનોખો ઉપાય અજમાવ્યો અને તે મક્કમ ઘર માલીકની માલીકીની પ્રોપર્ટી અરધી કાપી નાખી. જેને તમે આ ફોટોમાં જોઈ શકો છો.6. આ સુંદર ગોથીક ટાઉનહાઉસને બે મોટી એપાર્ટમેન્ટ બિલ્ડીંગ દ્વારા ઘેરી લેવામાં આવ્યું છે. અહીં પણ કારણ એ જ છે કે મકાન માલિક પોતાના મકાનને વેચવા નહોતો માગતો.

7. ચાઈનાની સરકાર આ જગ્યામાંથી એક વિશાળ હાઇવે પસાર કરવા માગતી હતી પણ તે જગ્યા પર આવેલા મકાનમાલીકો પોતાના ઘરને છોડવા નહોતા માગતા. જો કે પાછળથી ત્યાનાં રહેવાસીઓનું બીજે સ્થળાંતર કરવામાં આવ્યું. હવે આ મકાન જેને તમે આ ફોટોમાં જોઈ શકો છો તે શહેરના વિકાસ-વિરોધનું પ્રતિક સમાન બની ગયું છે. 8. રેન્ડલ એકર પોતાનું આ સુંદર વિક્ટોરિયન હોમ વેચવા નહોતા માગતા, છેવટે સરકારે તેમના ઘરની ફરતે યુનિવર્સિટી રેસિડેન્સ હોલ બનાવવો પડ્યો.9. હોંગકોંગના ગુઆંગઝોઉમાં આ એપાર્ટમેન્ટના ત્રણ માલિક પોતાના મકાન વેચવા નહોતા માંગતા છેવટે ત્યાંની સત્તાએ તે ફ્લેટની આસપાસ એક રીંગ રોડ બનાવવો પડ્યો.10. વોશિંગ્ટન ડીસીમાં આવેલું આ મકાન તેનો માલિક 3 મિલિયન ડોલરમાં પણ વેચવા નહોતો માગતે છેવટે તેની આસપાસ ઉંચી ઇમારતો બંધાઈ ગઈ અને જ્યારે તેને અન્ય ખરીદાર પાસેથી 4 મિલિયન ડોલરની ઓફર મળી ત્યારે તેણે તેનું મકાન વેચ્યું.11. વોશિંગ્ટન ડીસી માંના આ બે મકાનોની આસપાસ ત્યાંના ડેવલપર્સે વિશાળ ઇમારતો બનાવવી પડી કારણ કે તે મકાનના માલીકો પોતાના મકાન વેચવા તૈયાર નહોતા. તમે આ ફોટામાં જોઈ શકો છો કે મોટી ઇમારતોથી આ મકાન કેવા ઘેરાઈ ગયા છે.12. પુલ નીચેનું મકાનઃ અહીં પણ વાત મકાન નહીં વેચવાની જ છે. છેવટે સત્તાવાળોએ તે મકાન ઉપરથી પુલ બાંધવો પડ્યો.13. શ્રીમતી વુ પીંગ 241 મકાનોમાંની એક માત્ર એવી મકાન માલિકણ હતી જેણે યોગ્ય કિંમત ન મળે ત્યાં સુધી પોતાનું મકાન ન વેચ્યું અને છેવટે તેણીને સારું વળતર મળતાં તેણે પોતાનું મકાન છોડી દીધું.14. સાંઘાઈનું આ ઘર ટ્રાફિક જામ કરી રહ્યું છે. અહીં પણ એ જ ડેવલપર્સ અને મકાન માલિકનો પ્રશ્ન છે.15. ઝેંગ મીજુ પોતાનું ઘર નહોતી વેચવા માગતી. સત્તાવાળાએ તેના ઘરની ઇલેક્ટ્રીસીટી અને વોટર સપ્લાયના કનેક્શન કાપી નાખ્યા ત્યાર બાદ પણ તેણી તેના આ મકાનમાં એક વર્ષ સુધી રહી હતી.

છે ને એકદમ રસપ્રદ મકાન માલિકોની સ્ટોરી ? તમને સૌથી સુંદર ને રસપ્રદ સ્ટોરી કઈ લાગી ? ચાલો કોમેન્ટમાં જણાવી અમારો ઉત્સાહ વધારો જેથી અમે તમારી પસંદને ધ્યાને રાખીને આગળ પણ આવી જ અનેક ખબરો તમારા સુધી પહોચાડી શકીએ…!!

રોજ આવી અનેક રસપ્રદ ખબરો વાંચવા માટે અમારું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” લાઈક કરવાનું ભૂલતા નહિ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *