વિટામીન B12ની ઉણપના લીધે થાય છે આ બીમારી, જાણો આખો અહેવાલ

વિટામીન B12ની ઉણપના લીધે થાય છે આ બીમારી, જાણો આખો અહેવાલ

શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા બધા વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન્સ, કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઈબરની જરૂર હોય છે. વિટામિન B12એવું વિટામિન છે જે શરીરની સાથે સાથે મગજને પણ તેજ રાખવા માટે જરૂરી છે. B12ને Cobalamin પણ કહેવામાં આવે છે. જે શરીરના સ્વાસ્થય અને સંતુલન માટે ખુબ જ જરૂરી વિટામિન છે. શરીરમાં પૂરતાં પ્રમાણમાં B12 ન હોવાને ઉણપને લીધે એનીમીયા, કબજીયાત, હાથ-પગમાં ઝણઝણાટી કે યાદશકિત ઓછી થઈ જવી, અકળામણ રહેવી અને આળસ લાગવી જેવાં લક્ષણો જોવા મળે છે. આ ઉપરાંત જેમ ઉંમર વધતી જાય છે તેમ બ્રેઇન પાવર ઓછો થાય છે.

જો તમે શાકાહારી હોવ અને દૂધ પણ ખૂબ ઓછું પીતા હોવ તો તમારા શરીરમાં વિટામિન B12ની ઉણપ ચોક્કસ થઈ શકે છે. વિટામિન B12 શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, અને તેની ઉણપથી ન માત્ર તમારો સ્ટેમિના ઘટે છે, તેની સાથે તેની માનસિક અસર પણ ગંભીર હોય છે. એટલું જ નહીં, તમારી સ્કિન પણ આ વિટામિનના અભાવે ડલ થઈ જાય છે, અને ક્યારેક સ્કિન પર કાળા ચાઠા પણ પડી જાય છે. શરીરમાં લાલ રકતકણો અને DNA બનાવવામાં વિટામિન B12 બહુ મહત્વનું છે. સાથે જ્ઞાનતંતુઓ યોગ્ય રીતે કામ કરે તે માટે પણ વિટામિન B12 જરૂરી છે.
વિટામીન B12ની કમીથી થઈ શકે છે આ સમસ્યા –

ચામડી કાળી પડી જાય-

વિટામિન B12ની ઉણપ ધરાવતા લોકોની ચામડી અને કીકીનો સફેદ ભાગ પીળો પડી ગયો છે, જે રીતે કમળાનો રોગ થાય ત્યારે પડે તેવો. આવું ત્યારે થાય જ્યારે તમારા શરીરમાં લાલ રક્તકણો બનવાનું પ્રમાણ ઘટી ગયું હોય. વિટામિન B12 રક્તકણો બનાવવા માટેના જરૂરી DNA બનાવવાનું કામ કરે છે. વિટામિન B12 વિના લાલા રક્તકણો બનવામાં મુશ્કેલી થાય છે. આના કારણે તમારા શરીરમાં મેગાલોબ્લાસ્ટિક એનિમિયા થાય છે, જેમાં તમારા બોન મેરોમાં બનતા લાલ રક્તકણો મોટા અને નાજુક હોય છે.

વારંવાર મૂડ બદલાઈ જવોB12ની ઉણપ હોય તો મૂડમાં વારંવાર ફેરફાર થાય છે તે રિસર્ચમાં સાબિત થયું છે. આના કારણે મગજના ડિસઓર્ડર જેવા કે ડિપ્રેશન અને ચિત્તભ્રમ થઈ શકે છે. જો કે મહત્વનું છે કે મૂડમાં ચેન્જ થવો અને ડિમેન્શિયા (ચિત્તભ્રમ) કે ડિપ્રેશનની સ્થિતિના અન્ય ઘણાં કારણો હોઈ શકે છે. B12ની ઉણપ હોય તો તમે એવો ખોરાક ખાવ જે તમારા મૂડને સારો કરે. જો કે ચિત્તભ્રમ કે ડિપ્રેશનની સ્થિતિ માટે મેડિકલ ટ્રીટમેન્ટ જરૂરી જ છે.

રક્તકણોની ઉણપઆ પ્રકારના રક્તકણો મોટા હોવાથી બોન મેરો અને બ્લડ સર્ક્યુલેશન દરમિયાન પસાર થઈ શકતા નથી. જેના કારણે તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ દરમિયાન લાલ રક્તકણોની સંખ્યા ઓછી હોય છે અને સ્કીન પીળી દેખાવા લાગે છે. આવા પ્રકારના રક્તકણો નાજુક હોવાથી તૂટી પણ જાય છે જેનાથી શરીરમાં બિલીરુબિનનું પ્રમાણ વધી જાય છે. બિલીરુબિન આછા લાલ કે બ્રાઉન રંગનો પદાર્થ હોય છે, જે પિત્તાશયમાંથી ઉત્પન્ન થાય છે જ્યારે તેમાં જૂના રક્તકણો તૂટે છે. બિલીરુબિનનું વધારે પ્રમાણ આંખો અને ચામડીને પીળી પાડે છે.

અશક્તિ અને થાકઅશક્તિ અને થાક વિટામિન B12ની ઉણપના સામાન્ય લક્ષ્ણો છે. આમ થવાનું કારણ છે કે વિટામિન B12ની ઉણપ હોવાથી તમારા શરીરમાં રક્તકણો નથી બનાતા. જેના કારણે શરીરમાં ઓક્સિજનનું પૂરતું પ્રમાણમાં નથી મળતું. ઓક્સિજનનું પૂરતા પ્રમાણમાં ન મળવાથી આખો દિવસ થાક અને અશક્તિ લાગ્યા કરે છે. વૃદ્ધોમાં આ પ્રકારનો એનિમિયા જોવા મળે છે જેને પેરેનિશિયસ એનિમિયા કહે છે.

આંખોની સમસ્યાવિટામિન B12ની ઉળપના કારણે તેની અસર આંખો પર પણ થાય છે. ઉણપના કારણે ઓછું દેખાય છે. તેથી જો B12ની સારવાર ન કરવામાં આવે તો જ્ઞાન તંતુઓ જે આંખ સાથે જોડાયેલા છે તેને નુકસાન થાય છે. જેના કારણે જે સિગ્નલ આંખોથી મગજ સુધી પહોંચે છે તે નબળા હોય છે. આ સ્થિતિને ઓપ્ટિર ન્યૂરોપથી કહેવાય છે.

તેમજ વિટામીન B12ની ઉણપને દૂર કરવા માટે દહીંમાં બી-કોમ્પલેક્સ વિટામિન્સ જેવા વિટામિન બી2, બી1, બી12 હોય છે. જેથી લો ફેટવાળું દહી ખાવ .બ્રેકફાસ્ટમાં ઓટમીલ ખાવ, કારણ કે તેમાં વિટામિન B12 હોય છે. ફુલ ફેટવાળા દુધમાં vitamin B12 હોય છે. શાકાહારી છો તો દુધ એક સારો ઓપશન છે. સોયા પ્રોડક્ટ સોયા બીન અને સોયા દુધમાં વિટમિન B12 હોય છે. ચીઝમાં પણ વિટામિન બિ12 હોય છે. કોટેજ ચીજમાં વિટામિન B12ની માત્રા સૌથી વધારે હોય છે.

લેખન.સંકલન : અશ્વિની ઠક્કર 

સ્વાસ્થ્યને લગતી માહિતી તેમજ ઘરગથ્થું ઉપાયો જાણવા માટે આજે જ લાઈક કરો અમારું પેજ : જલ્સા કરોને જેન્તીલાલ “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *