“વહુ છો તો વહુ જ થઈ ને રહો!”- “અતિતના ઘા” ખુબ સુંદર અને લાગણીસભર વાર્તા…

કલ્પના આજે સવારથી જ ખૂબ દોડધામમાં હતી. અને હોય પણ કેન નહિ! ભલા, આજે એનાં એકનાએક દીકરા વંશની સગાઇ હતી. એનું વેવિશાળ એમનાં જ સમાજનાં ખુબ જ ધનીષ્ટ એવા ઘરમાં થયો હતો. જેની સાથે વેવિશાળ નક્કી કર્યું છે એ દીકરી શિવાન્યા પણ ખુબ જ સંસ્કારી, કલેવર, મોડર્ન તેમજ રાજકુમારી જેવું તેનું સ્વરૂપ.

“વંશ! આઠ વાગી ગયાં છે. આપણે સૌએ નવ વાગ્યાની આસપાસ ત્યાં પહોચાવાનું છે. સાડા નવનું તો સગાઈનું મુર્હત છે. આવીજા હવે નીચે …..કેટલી વાર?” સીડી પાસે ઉભા ઉભા ઉપર વંશના રૂમ તરફ અવાજ કરે છે.
“હા, મોમ..જસ્ટ ટૂ મિનીટ……વેઇટ….મોમ…..વેઈટ. હજી આપડી પાસે પૂરતો સમય છે.”
“આ આજકાલનાં છોકરાઓને કશી ચિંતા જ નથી. નથી સમયનું કોઈ ભાન….આ તો ઠીક છે. અહીયાને અહિયાં જ જવાનું છે….બહારગામ જવાનું હોત તો? શું આ સમયસર પહોચી શકે! ફોટાંપાડવામાંથી નવરા જ નહિ થાય ને!”
‘એ કિશન! મારી વ્હાલી મમ્મી તો આજે કેવી સરસ લાગે છે. મેં એનું આવું સ્વરૂપ આજ પહેલાં ક્યારેય નથી જોયું…..આજ સુધી મેં એને કોઈ સાજ-શણગારમાં જોઈ જ નથી…..ભલે મુર્હત ના સચવાય….પણ મારી મમ્મીનાં એક નહિ, પણ હજાર ફોટાં પાસ!”, સીડી ઉતરતા ઉતરતાં વંશે કલ્પનાને જોઈ કિશનને કહ્યું.
આ સાંભળતા જ કલ્પનાની આંખોમાં વહેવા લાગી…..એક આંખમાં દીકરાની ખુશીના આંસુ છે….તો બીજી આંખમાં અતિતના વાગેલ ઘા નાં આંસુઓ.

“શિવાન્યાસાથે ફોટાં પડાવીશું, મારે એકલીને ફોટાં પડાવી ક્યા જવું છે….ચાલ પેલી તારી રાહ જોવે છે.”
ઘરને લોક કરી બધા કારમાં ગોઠવાઈ ગયાં. શિવાન્યાના ઘર તરફ કાર પણ ચાલવા લાગે. જેટલી સ્પીડમાં કાર ચાલતી હતી. તેટલી જ સ્પીડમાં કલ્પનાનાં વિચારો ભૂતકાળ તરફ ગતિ કરી રહ્યા હતાં.

“હજી તું સુધરી જા! ધણી નું ધણી કોઈ ના હોય! જો હું એકવાર તારો હાથ છોડી દઈશ, તો પછી તારો બાપ પણ તારો હાથ નહી પકડે. સમજી?” એમ બોલી પ્રિયમે મને જોરથી પકડી દીવાલ સાથે પછાડી..બહાર ગયો….દીવાલ વાગી એનાં કરતાં….મારા દિલમાં એનાં કહ્યાં શબ્દોથી જ હું ઘવાઈ ગયેલી! એ કેમ ભૂલું?”

મોડે સુધી ઘરની બહાર રહેવું……પતા રમવા…..ખોટી સંગત થઈ હોવાથી હવે તો પ્રિયમ દારૂ પણ પીવા લાગ્યો હતો….એનું જીવન ઐયાશીભર્યું થઈ ગયું હતું…ના એને સમાજની પડી હતી…ના મારી કે નાં મારા બે વર્ષનાં ફૂલ જેવા કોમળ વંશની!, અફસોસ!……નસીબ પણ કેવા છે…જ્યારે સગાઈ થઈ ત્યારે આ જ પ્રિયમ કેટલો આજ્ઞાંકિત ને સંસ્કારી હતો.

આ ઉપરાંત એનો વ્હેમીલો સ્વભાવ……જે મારા જીવનમાં અભાવ આપી ગયો. હજી મને યાદ છે….જ્યારે અમે બહાર હોટેલમાં ડીનર પર જઈએ ત્યારે, મોટેભાગે પ્રિયમ જ ઓર્ડર આપે….પણ એક પ્રિયમ વોશરૂમમાં ગયાં. થોડીવાર થઈ એટલે વંશની જીદના લીધે…..મેં ખાલી વંશ પૂરતો જ ઓર્ડર આપેલ….આ જોઇને ત્યારે તો કશું ન બોલ્યો….ઓઅન…ઘરે આવીને સતત આઠ દિવસ સુધી કેવા કેવાં શબ્દો કહેલાં….જે યાદ આવતા આજે પણ મારા કાન ફાટી જાય છે.

“ કાં, ઓર્ડર આપ્યો? એ વેઈટર તને બહુ ગમે છે?એની સાથે ઓર્ડર આપીને તારે વાત કરવી હતી એટલે? જો તને એ બહુ ગમે તો તું એની જોડે જ જતી રહે ને !”, એક પતિ થઈ એની પત્નીને આવા શબ્દો કહે, તો કેમ સહન થાય….છતાં હું સહન કર્યે જતી હતી.

મારા હાથનું જમવાનું નહિ! નહિ ઘરમાં કોઈ વસ્તુ લાવી આપવાની. આખો દિવસ ચાર દીવાલની વચ્ચે જ રહેવાનું. નહિકોઈ આડોશ પાડોશમાં કોઈ સાથે બોલવાનું.

જ્યારે એ ઘરે ના હોય ત્યારે, એનાથી છાનામાના આજૂબાજૂવાળાં લોકો સાથે બ-ઘડી બોલીને મન હળવું કરતી…વંશ જ મારી દુનિયા…..મારા જીવવા માટેનો આધાર એક વંશ હતો….હું મારો બધો જ પ્રેમ મારા માસૂમ દીકરા વંશને આપતી….હું એની ખુશી જ મારી ખુશી છે હવે, એમ મન મનાવી મારૂ જીવન હસતા હસતા જીવવાનો પ્રયાસ કરતી.
પણ, કદાચ કુદરતને એ પણ મંજૂર નહિ હોય…..અમારાલગ્નની વર્ષ ગાંઠે જ પ્રિયમે મને માનસિક રીતે ગાંડી છું..એ સાબિત કરી….કોર્ટમાં કાયદેસર ડાઈવોર્સ લેવાં માટે અપીલ કરી.

મેં પાંચ પાંચ વર્ષ સુધી એનાં તમામ અત્યાચાર સહન કર્યા. મારું ઘર બચાવવા મૂંગે મોઢે બધું સહન કર્યું….પણ અંતે મને શું મળ્યું…હું ગાંડી છું…. એવું લેબલ જ ને?

“હા….હું પ્રિયમને ખુબ ચાહતી હતી…..ગાંડી હતી પણ, એનાં પ્રેમમાં….! અફસોસ અહિયાં પ્રેમને સમજી શકે એવા લોકો જ ઓછા છે.”

હજી પણ મને યાદ છે….જ્યારે મેં આ સઘળી હકીકત ગામડે રહેતા પ્રિયમના પપ્પાને કરેલી, તોએમને પણ પૂત્રના પ્રેમમાં આંધળા થઈ એક જ શબ્દ કહેલો કે, પ્રિયમ પૂરૂષ છે. એનો હાથ પણ ઉપડે, તો સ્ત્રીએ સહન કરવું પડે. કદાચ એ આખી રાત ઘરે ના આવે તો શું થયું? ઘરની ઈજ્જત સ્ત્રીનાં હાથમાં હોય…સહન તો તમારે જ કરવું પડશે!”

“શા માટે સ્ત્રી જ સહન કરે? જો સ્ત્રી આખી રાત કોઈ કારણ વગર ઘરની બહાર રહેશે તો તમે સહન કરી શકવાના?”

“તમારી જીભને કાબૂમાં રાખો…..વહુ છો તો વહુ જ થઈ ને રહો!”, આટલું બોલી એ ગુસ્સાથીઉભા થઈ જતાં રહ્યા.

“હુંત્યારે મક્કમ બની. મારી જેવી જિદગી છે. એવી મારા વંશની નહિ થવા દાવ!, હુંપગભર થઈશ….હું ભણીશ…હું મારા જીવનમાં ખુબ આગળ આવીશ…ભલેથોડી તકલીફનો સામનો કરવો પડશે. એ પણ હું કરીશ…પણ હવે આ લોકોનાં ઘરે તો નહિ જ જાવ!”

જ્યાંથીઅધૂરો અભ્યાસ હતો. ત્યાંથી, આગળ ભાગવાનું શરૂ કર્યું….પછી જોબ મળી ગઈ….સમયનો સાથ મળ્યો…મારું ખોવાયેલ આત્મસન્માન મેં પાછું મેળવ્યું. આજે આટલાં વર્ષે પછીજેને મને ગાંડી કહેલી…..એને આજે એનો જ પરિવાર….એનાં જ મિત્રો ગાંડો કહે છે…મેં સાંભળ્યું હતું કે, કર્મનું ફળ તો મળે જ છે. આજે એ સત્ય સાબિત પણ થયું.

“મમ્મી, ક્યા ખોવાઈ ગઈ…..શિવન્યાનું ઘર આવી ગયું છે. તુંકયાંક એ તો નથી વિચારતી ને કે, હું મારી વહુ સાથે ક્યા પોઝમાં ફોટાં પડવું? હે ને એવું જ વિચારતી હતી ને?” પ્રિયમ, મમ્મીની વ્યથા સમજી ગયો…એટલેતે મૂડ બદલવા થોડી મસ્તીભર્યા અંદાજમાં બોલ્યો.

ચશ્માં પાછળ છૂપાયેલ ભૂતકાળને લૂછીને, અતિતના ઘાને ભુલાવતી એ ભવિષ્યને હસતે મુખે વટને ગર્વ સાથે સ્વાભિમાનથી કલ્પના એનાં દીકરાની કલ્પનાને વધાવવા શિવાન્યાના ઘરમાં પ્રવેશ કરે છે.

લેખક : તૃપ્તિ ત્રિવેદી

મિત્રો શેર કરો આ સુંદર વાર્તા તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *