દરરોજ સવારે કેળાનું સેવન કર્યા બાદ ગરમ પાણી પીવું, એકજ મહિનામાં વજન થશે ઓછું
ઝડપથી વજન ઉતારવા દરરોજ સવારે કરો કેળાનું સેવન વજનથી છુટકારો મેળવવા માટે જરૂરી નથી કે તમે ડાયેટિંગ કરો. બેઠાડુ જીવન, બદલાતી લાઇફ સ્ટાઇલના કારણે લોકોને શરીર વધવાની સમસ્યા સતાવતી રહે છે. મોટાપાથી પરેશાન લોકો પાતળા થવા અને ચરબી ઉતારવા માટે અનેક વસ્તુઓ કરતા હોય છે. મોટાપો ઘટાડવાની સાથે અનેક રીતે કારગર સાબિત થાય તેવું છે. કેળાનું સેવન કર્યા બાદ ગરમ પાણી પીવામાં આવે તો તમને વધેલા વજનથી છૂટકારો મેળવી શકો છો . તે સિવાય સતત 1 મહિના સુધી કેળા ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે. રેગ્યુલર કેળા ખાવાથી ડાઈજેશન પ્રોબ્લેમ, બીપી, અસ્થમા જેવા રોગોને કંટ્રોલ કરી શકાય છે.
કેળા પછી ગરમ પાણી પીવું
જો તમને આખો દિવસ કેળા ખાતા હોવ તો તેની અસર તમારા શરીરના વજન પર પડશે નહીં. પરંતુ સવારે કેળાનું સેવન કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આ માટે સવારે ખાલી પેટ એક કેળું ખાવું જોઇએ તેના પછી હુંફાળુ પાણી પીવું જોઇએ. આમ કરવાથી ઝડપથી પેટની વધેલી ચરબીથી છૂટકારો મળે છે.
પાચનશક્તિ મજબૂત રહે છે
આ રીતે જ સવારે કેળાનું સેવન કરવામાં આવે તો પાચનશક્તિ વધે છે અને પાચનશક્તિમાં સુધારો થાય છે. કેળામાં ગ્લાઇસેમિક અને સ્ટાર્ચ મળી આવે છે. જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી શરીરમાં દિવસ દરમિયાન તાજગી જોવા મળે છે. કેળાને ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત પણ માનવામાં આવે છે.
ક્યારે ખાવા જોઈએ કેળા
સવારે કેળા ખાવા જોઈએ. રાતે પણ જમ્યા પછી ગળી વસ્તુ ખાવાની જગ્યાએ તાજા કેળાનું સેવન કરવું. જો તમે કેળાનું સેવન કર્યા બાદ હુંફાળુ પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ કેળા ખાધા પછી ક્યારે પણ ઠંડુ પાણી ન પીવું જોઈએ. તેનાથી તમારી પાચનશક્તિ નબળી પડી જાય છે અને વજન પણ ઘટતુ નથી.
વજન ઓછું કરવા માટે આ રીતે ખાવ કેળાં
પાકેલાં કેળાંમાં વિટામિન અને મિનરલ્સ કેળામાં કાટેચિન અને ડોપામાઇન જેવા એન્ટી ઑક્સિડેન્ટ્સ હોય છે, જે બૉડીની ફિઝિકલ ફિટનેસ માટે ફાયદાકારક છે. તેને સવારના સમયે ખાવાથી ફાયદો થાય છે, કારણ કે તે તમારી ભૂખને શાંત કરે છે. તેનું ફાઇબર શરીરમાં એનર્જીમાં કન્વર્ટ થાય છે, જેથી શરીરને યોગ્ય રીતે કામકાજ કરવામાં મદદ મળે છે.
જિમ જતા લોકો માટે બેસ્ટ છે કેળા
કેળું એક એવું ફળ છે, જે વર્કઆઉટ કરનારા લોકો માટે બેસ્ટ માનવામાં આવે છે. તે વિટામિન, મિનરલ્સ અને રેસિસ્ટન્ટ સ્ટાર્ચનો એક સારો સ્રોત છે. તેમાં ઓછા પ્રમાણમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ હોય છે. તે પાચનને વધુ સારું બનાવે છે અને ફેટ બર્ન કરવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે. એટલે કે વજન ઓછું કરવા માગતા લોકો માટે તે એક શ્રેષ્ઠ ફળ છે. એક્સપર્ટ્સના અનુસાર, રોજ સરેરાશ 10-15 ટકા કેલેરીની ઉણપથી વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે.
વજન ઘટાડવા કેમ કેળા ખાવામાં આવે છે જાણો.
કેળાં પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન, ફાઇબર, મિનરલ્સ અને ઊર્જાનો એક સારો સ્ત્રોત છે. 100 ગ્રામ કેળાંથી શરીરને લગભગ 90 કેલેરી મળે છે. કેળું એક હેલ્ધી કાર્બોહાઇડ્રેટ છે, જે ખાધા બાદ તમે એક્ટિવ રહો છો. વધુ માત્રામાં પોટેશિયમ હોવાને કારણે તે બ્લડપ્રેશર લેવલ ઓછું કરવામાં મદદ કરે છે. આ સિવાય કેળાંમાં ફાઇબરનું પ્રમાણ પણ વધુ હોય છે, જેને કારણે તે તમારી ભૂખ મટાડે છે અને તમને અનહેલ્ધી વસ્તુઓ ખાતાં રોકે છે. તેનું પરિણામ એ આવે છે કે, તમને વજન ઓછું કરવામાં મદદ મળે છે. આ ફળમાં નેચરલ સુગર હોય છે, જેનાથી તમને વર્કઆઉટ દરમિયાન એનર્જી મળે છે. એટલે કે તે તમારા શરીર માટે એક ઇંધણની જેમ કામ કરે છે.
લેખન સંકલન : પ્રિયંકા પંચાલ
દરરોજ આવી અનેક ઉપયોગી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર… તમે લાઇક કર્યું કે નહિ…