લાઈટનું બિલ ઓછુ લાવવું છે, ફોલો કરો ફક્ત અહી જણાવેલી ટીપ્સ…

અન્ય સીઝનમાં જેટલો વીજળીનો વપરાશ નથી થતો તેટલો બધા વપરાશ ગરમીના સીઝનમાં થાય છે. જેને કારણે મસમોટુ બિલ જોઈને અનેક લોકોને તો ચક્કર આવવા લાગે છે. આપણે બધા જ વીજળીના વધતા બિલને કારણે પરેશાન થઈ જઈએ છીએ. ગરમીમાં દરેકના ઘરના તમામ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સનો ઉપયોગ વધી જાય છે જેમાં સૌથી વધુ બિલ તો એસીમાં વપરાય છે. ઈલેક્ટ્રોનિક આઈટમ્સનો જો સ્માર્ટ રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણે વીજળીના બિલનો ખર્ચ ઓછો કરી શકીએ છીએ. તો જાણી લો શું છે એ સ્માર્ટ ટ્રિક્સ.

– સૌથી પહેલા તો ઘરના બલ્બ બદલી નાખો. સામાન્ય બલ્બને બદલે એલઈડી બલ્બનો ઉપયોગ કરો. એલઈડીથી શક્યત તમારુ લાઈટ બિલ ઓછું આવશે. બને તો ડ્રોઈંગ રૂમમાં પણ એલઈડી બલ્બ લગાવો.
– આજકાલ દરેકના ઘરમાં એસી હોય છે. એસીની જરૂર માત્ર ગરમીમાં જ હોય છે. તેથી બાકીની સીઝન એટલ કે 7-8 મહિના એસી બંધ રહે છે, અને ડાયરેક્ટ ગરમીની સીઝનમાં ચાલુ કરવામાં આવે છે. આવામાં તમારુ એસી વધુ લોડ લઈ શકે છે. તેથી ગરમીમાં એસી શરૂ કરતા પહેલા તેની સર્વિસિંગ જરૂર કરાવી લો. તાપમાનના સેટિંગને પણ વ્યવસ્થિત રાખો.
– ઘરમાં વેન્ટિલેશન સારું હશે, તો બહુ લાંબા સમય સુધી પંખો ચલાવવા, લાઈટ ચાલુ રાખવાની જરૂર નહિ પડે. તેથી બને તો તમારા ઘરના બારી-બારણા બંધ ન રાખો. હવાની અવરજવર જેટલી સારી હશે, તેટલુ જ ઘરમાં હવાઉજાસ બની રહેશે. અને તમને બહુ લાઈટ-પંખાની જરૂર પણ નહિ પડે.

– વોશિંગ મશીનમાં કપડા ત્યારે જ ધુઓ, જ્યારે મશીનની ક્ષમતા મુજબના કપડા એકઠા થઈ જાય. આજકાલ મોટાભાગે ન્યૂક્લિયર પરિવારો જ હોય છે, તેથી નાનો પરિવાર હોવાથી કપડા પણ ઓછા નીકળે છે. આવામાં રોજ મશીન ચાલુ કરીને રોજના કપડા રોજ ધોવાની આદત તમારું બિલ લાંબુ લચક લાવી શકે છે.
– પાણીની પાઈપલીક થઈ રહી છે, તો તેને રિપેર કરાવી લો. ટીપા ટીપા પાણી પડતું રહેશે, તો ટાંકી ખાલી થઈ જશે. વોટર મોટરથી બિલ સૌથી વધારે આવે છે. તેથી બને ત્યા સુધી ઘરના દરેક લિકેજ પર ચાંપતી નજર રાખો.

– એક રૂમમાંથી બીજા રૂમમાં જાઓ, તો તરત રૂમના લાઈટ અને પંખા બંધ કરવાની આદત પાડો. ઘણા લોકોને એવી ખરાબ આદત હોય છે કે, તેઓ એક રૂમમાંથી બીજા રૂમમાં જાય છે, તો લાઈટ અને પંખા બંધ કરતા નથી. આવી રીતે લાંબા સમય સુધી ખાલી રૂમમા લાઈટ-પંખા ચાલુ રહે છે.
– હવેના સમયમાં સોલર ઉર્જાનું ચલણ વધી રહ્યું છે. જોકે, શરૂઆતમાં તમને તેના માટે વધુ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. પરંતુ બાદમાં તમારું લાઈટનું બિલ લગભગ અડધું થઈ જશે. તેથી થોડું સેવિંગ કરીને સોલાર ઉર્જા પેનલ લગાવી લો.

માહિતી આપને પસંદ આવી હોય તો બાકીના મિત્રો સાથે શેર કરો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *