લક્કી છો તમે, જો તમારા પાર્ટનરનું નામ આ અક્ષરથી શરુ થતું હશે તો ! તમારા પાર્ટનરનું કેવું છે ?

લવિંગ અને કરિંગ લાઈફ પાર્ટનર

જો તમે એક કેરિંગ અને લવિંગ લાઈફ પાર્ટનરની શોધ કરતા હોવ તો તે વ્યક્તિના નામની શરુઆત અંગ્રેજીના ‘M’ પરથી અથવા ગુજરાતીમાં ‘મ’ પરથી થતી હોય તો તમારી શોધ સફળ થઈ સમજજો. આ જીવન સાથી મળી જાય તો જરાય મોડું ન કરતા.

શું ખાસ છે આ અક્ષરવાળી વ્યક્તિમાં

આ સાંભળવામાં થોડું અટપટું લાગી શકે છે, પણ જ્યારે આવા નામવાળા લોકોની ખુબીઓ જાણશો તો તમે પણ સહમત થશો. તો આવો જાણીએ M પરથી શરુ થતા નામવાળા પાર્ટનરની ખાસ વાતો.

આકર્ષક વ્યક્તિત્વના માલિક

M અક્ષરથી શરુ થતા નામવાળા લોકો માત્ર દેખાવામાં આકર્ષક નહીં પરંતુ દિલથી પણ આકર્ષિત હોય છે. આ અક્ષરવાળા લોકો પોતાના લાઈફ પાર્ટનરની ભાવનાઓનો પૂરો ખ્યાલ રાખે છે. તેઓ ક્યારેય કોઈનું દિલ નથી દુખવતા અને કોઈને નુકસાન પણ નથી પહોંચાડતા.

વિશ્વાસુ પાર્ટનર

M અક્ષરવાળા લોકો ઘણા વિશ્વાસુ અને વાયદાના પાક્કા હોય છે. તેઓ પોતાના પાર્ટનર સાથે વિશ્વાસઘાત નથી કરતા અને તેમના ખરાબ સમયમાં તેમનો સાથ પણ નથી છોડતા. તેઓ સંબંધોને સમજીને પગલું ભરે છે માટે તેઓ તમારો જીવનભર સાથ આપશે.

રોમેન્ટિક

લગ્ન જીવનની વાત કરીએ તો M અક્ષરવાળા લોકોના સોમાન્સમાં ક્યારેય ઘટાડો નથી થતો. રોમેન્ટિક હોવાની સાથે સાથે તેઓ ઉસ્તાહી પણ હોય છે. તમારો પ્રેમ મેળવવા માટે તે કોઈ પણ હદ સુધી જતા રહે છે.

પાર્ટનરને સરપ્રાઈઝ આપવી

આ લોકો દુઃખી નથી થતા અને પાર્ટનરનું દિલ પણ તૂટે નહીં તેનું ખાસ્સું ધ્યાન રાખે છે. હંમેશા નવી ભેટ-સોગાદો આપીને તેઓ પાર્ટનરને સરપ્રાઈઝ આપતા રહે છે. તેમના જીવનમાં જીવનસાથીની હાજરી અનમોલ હોય છે, માટે તેઓ સંબંધોને સાચવવા માટે બધું કુરબાન કરી દે છે.

દિલની વાત સમજવાની શક્તિ

M અક્ષરવાળા લોકો પોતાના પાર્ટનરના દિલની વાતને સમજવાની અદ્ભૂત શક્તિ હોય છે. તેઓ તકલીફ ઉઠાવી લેશે પણ જીવનમાં ક્યારેક દર્દને આવવાની તક નહીં આપે. તેઓ તમને ક્યારેય એકલા નહીં પડવા દે.

સુંદર જીવન સાથી

આ અક્ષરથી શરુ થતા નામવાળા પાર્ટનર સુંદર જીવનસાથી સાબિત થાય છે. માટે જો તમે કોઈ M અક્ષરવાળી વ્યક્તિને મળ્યા તો સમજી જજો કે તમારો બેડો પાર થઈ જશે.

આ વાતો તમારા કેસ માં કેટલી સાચી છે ?? કોમેન્ટ કરી ને અચૂક જણાવજો..અને આ અક્ષર વાળા મિત્રોને ટેગ પણ કરજો..

સાભાર : આઈ એમ ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *