રોટલીને નરમ રાખવા સાથે રાખો આદુનો ટુકડો, જાણો બીજી ઘણી આવી જ ટિપ્સ

રસોડામાં રસોઈ બનાવતી વખતે કેટલીક ખાસ ટિપ્સ અપનાવો અને ભોજન સ્વાદિષ્ટ બનાવો તથા સમય પણ બચાવો.

તો હવે જાણીએ આવી જ કેટલીક ટિપ્સ કે જેનાથી ભોજનનો સ્વાદ અને તાજગી બને લાંબા સમય સુધી તાકી રહેશે.

– જો રોટલી ને લાંબા સમય સુધી નરમ બનાવી રાખવી હોય તો રોટલી રાખવાના વાસણ માં રાખો આદુ ના થોડા કટકા.

– જો તમારે ભજીયા ને ક્રીશ્પી (કુરકુરિયા) બનવા માંગતા હોય તો એમાં મકાઈ નો લોટ અથવા ચોખા નો લોટ ઉમેરો.

– ભીંડાની ચિકાસ દૂર કરવા માટે શાક બનાવતી વખતે તેમાં થોડો લીંબુનો રસ અથવા અડધી ચમચી આમચૂર નો પાઉડર ભેળવી દો. તેનાથી ભીંડા માં રહેલી ચિકાસ દૂર થઈ જશે.

– કડવા કારેલા ની કડવાશ દુર કરવા માટે તેને સમારી લીધા પછી તેમાં નિમક ઉમેરી અડધો કલાક માટે રહેવા દો, કરેલા ની કડવાશ થઈ જાશે દુર.

– લીલા શાકભાજી ને ક્યારેય પ્લાસ્ટીક ની થેલીમાં ના રાખવા જોઈએ, તેનાથી શાકભાજી જલ્દી થી ખરાબ થાય જાય છે.

– પૂરી અથવા ભજિયા તળતી વખતે તેલમાં ચપટી એક મીઠું ભેળવી દો. તેનાથી ભજિયા માં ઓછું તેલ શોષશે અને તેલની બચત પણ થઈ જાશે.

– ઈડલી ને નરમ રાખવા માટે ઈડલી નું ખીરું બનાવતી વખતે તેમાં રાંધેલા ભાત ઉમેરો.

આ માહિતી મિત્રો સાથે જરૂર share કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *