રણવીર સિંહે સોનમના રિસેપ્શનમાં લગાવ્યા ચાર ચાંદ, પતિ આનંદને ઉંચકીને કર્યો ડાન્સ….

બોલિવૂડની અભિનેત્રી સોનમ કપૂરે 8 મે આંનદ આહુજાની સાથે લગ્નગ્રંથીથી જોડાય. તેના પછી ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બંનેના રિસેપ્શનમાં બોલિવૂડની મોટી મોટી હસ્તીઓ જોવા મળી હતી. સોનમનાં રિસેપ્શનમાં રણવીર સિંહ, શાહરુખ ખાન, સલમાન ખાન, શાહિદ કપૂર, જેવા સ્ટારે હાજરી આપી હતી અને મનમૂકીને નાંચ્યા હતા.

બંનેના રિસેપ્શનના કેટલાંક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં સોનમનાં પિતા અનિલ કપૂર, રણવિર સિંહ, શાહરુખ ખાન અને સલમાન ખાન ડાન્સ કરતા જોવા મળે છે.

રણવીર સિંહે તો સોનમના રિસેપ્શનમાં ચાર ચાંદ લગાવી દીધા. તેમણે ધમાકેદાર ડાન્સ કરીને પાર્ટીમાં ધમાલ મચાવી દીધી હતી. મીકા સિંહ પાર્ટીનું સોન્ગ ગઈ રહ્યા હતા.

તે દરમિયાન રણવીર સિંહ એટલો જોશમાં આવી ગયો હતો કે તેણે આનંદ આહુજાને ઉંચકીને ડાન્સ કરવા લાગ્યો હતો.

તેમાંથી એક વીડિયોમાં રણવીર સિંહ જોવા મળી રહ્યો છે અને તે સોનમમા પતિ આનંદ આહુજાને ઉંચકીને ડાન્સ કરી રહ્યો છે. તો બીજી તરફ શાહરુખ ખાન, સોનમન હાથ પકડીને તેણે પણ ડાન્સ કરવા માટે સ્ટેજ પર લઈ આવે છે.

તમને જણાવી દઈએ કે, કપૂર પરિવારની પેઢીના પહેલા લગ્ન છે. સોનમ કપૂર પરિવારમાં સૌથી મોટી છે અને તેમણા લગ્નમાં અનિલ કપૂર સૌથી વધારે ખુશ હતા. સોનમ બધા ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે. પોતાની મોટી દીકરીના લગ્નમાં અનિલ કપૂર સૌથી વધારે ડાન્સ કર્યો હતો.

તેમજ, સોનમના રિસેપ્શનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મીટા મુઝસે શાદી કરોગીં ગીત ગઈ રહ્યો છે,અને રણવીર સિંહ, શાહરુખ ખાન, સોનમ કપૂરની સાથે ડાન્સ કરી રહ્યા છે. સોનમ અને આનંદના લગ્ન મુંબઈમાં પંજાબી રિત-રિવાજથી થયા હતા. સોનમના લગ્નમાં આખું બોલિવૂડ જગત ઉમટયું હતું આશિર્વાદ આપવા માટે.

લેખન – સંકલન : પ્રિયંકા પંચાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *