મુકેશ અંબાણીની ખુશી થઈ ત્રણ ગણી, પુત્ર અંનતની ગુજરાતી ઉદ્યોગપતિની પુત્રી સાથે થશે સગાઈ…

તમે જાણીને ચોંકી જશો, હજુ તો સોમવારે મુકેશ અંબાણીની દિકરીની સગાઈ હતી, ત્યાં એક બીજા સમાચાર સામે આવ્યા છે. મુકેશ અંબાણીનો ખુશી હવે ડબલમાંથી ટ્રબલ થઈ ગઈ છે. બિઝનેસમેન મુકેશ અંબાણીના સૌથી નાના દીકરી અંનત અંબાણીએ વિરેન મરર્ચન્ટમી દીકરી રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી લીધી છે તેવી જાણકારી સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે. હવે ઈશા અંબાણી પછી અંનત અંબાણીની સગાઈની ચર્ચાઓ થઈ રહી છે.

મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંદ અંબાણીની પણ સગાઈ થવાની છે. અનંતની સગાઈ ગુજરાતી ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા સાથે થવાનું કહેવાય છે. જોકે સત્તાવાર રીતે આ વિશે કોઈ જાહેરાત કરવામાં નથી આવી.

મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશની સગાઈ શ્લોકા મહેતા સાથે થોડાક મહિલા પહેલા જ થઈ હતી અને તેના પછી સોમવારે બહેન ઈશાની સગાઈ આનંદ પીરામલ સાથે કરવામાં આવી. તેના પછી હવે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંતે પસંદ કરેલ કન્યા માટે અંબાણી પરિવારે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળે છે.

તેમજ મુકેશ અંબાઈની દીકરી ઈશા અંબાણીએપોતાના મિત્ર આનંદ પીરામિલ સાથે સોમવારે સગાઈ કરી હતી. આનંદે રવિવારે મહાબળેશ્વરમાં ઈશાને પ્રપોઝ કર્યું હતું. બંને પરિવારો છેલ્લા કેટલાય સમયથી એકબીજાને ઓળખે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આકાશ અને ઈશાના લગ્ન એકસાથે ડિસેમ્બરમાં કરવામાં આવશે. હવે મુકેશ અંબાણીના મોટા દીકરાની સગાઈ પણ રાધિકા મર્ચન્ટ સાથે થઈ ગઈ છે. જેથી અત્યારે અંબાણી પરિવારમાં ખુશીઓ ડબલ થઈ ગઈ છે.

જાણો કોણ છે રાધિકા મર્ચન્ટ-

વર્ષ 1954માં કચ્છી ભાટિા પરિવારના સૌથી મોટા ગોરધનદાસ જમનાદાસ જહાજમાં ઈટાલીના સાથે પેસેન્જર્સ પાસે પોલીમર કંપની વિશે જાણકારી મેળવી હતી. યુરોપમાં ત્રણ વર્ષ સુધી સંશોધન કર્યા પછી ગોરધનદાસ ભારત પાછા આવી ગયા હતા.

તેમણે 1957માં મુંબઈમાં ભારતની પહેલી ખોળ બનાવતી કંપની શરૂ કરી હતી. તેમજ 1974માં અમદાવાદના નરોડા ખાતે એકબીજા યુનિટની સ્થાપના કરી હતી. સમગ્ર વિશ્વમાં માંગ વધવાને કારણે જોધપુર, રાજસ્થાનમાં 1978માં ત્રીજી કંપની શરૂ કરવામાં આવી હતી. તેમજ 1998માં અજીતકુમાર ગોરધનદાસે કંપનીના અલગ અલગ નાના યુનિટ બંધ કરી દીધા હતા. અને ફરીથી આ ગ્રૂપે એન્કોર હેલ્થકેર નામની કંપની ઔરંગાબાદમાં શરૂ કરી હતી.

જાણો કોણ છે આકાશના સસરા-

કચ્છી ભાટિયા પરિવારના વિરેન મર્ચન્ટના પિતા અજીતકુમાર ગોરધનદાસ મર્ચન્ટ પણ ધીરુભાઈ અંબાણીની જેમ એક સામાન્ય વેપારીમાંથી મોટા બિઝનેસમેન બન્યા હતા. વિરેન મર્ચન્ટ એન્કર હેલ્થકેર, એન્કર પોલિમર, હેલસ્યોન લેબ્ઝ, જેવી કંપનીના માલિક છે. વિરેન મર્ચન્ટના પરિવારમાં પત્ની શૈલા, દીકરી અંજલી તથા રાધિકા છે.

જો કે, તમને જણાવી દઈએ કે, અંનત અંબાણીએ 18 મહિનામાં 108 કિલો વેટલોસ કર્યુ હતું. તેના પછી સોશિયલ મીડિયા પર તેમણી ખુબ ચર્ચાઓ થઈ હતી. અનંતે વજન ઓછું કરવા માટે બહુ મહેનત કરી છે. તેમજ તેણે જીમમાં ગયા વગર કુદરતી રીતે વજન ઓછું કર્યું છે. તે દરરોજ 21 કિલોમીટર સુધી ચાલતો, યોગ કરતો. તેમજ તેને ગળી વસ્તુ ખાવાનું બંધ કરી દીધું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુકેશ અંબાણીના ત્રણેય સતાનો સગાઈ થઈ ગઈ છે. તેમજ આજ વર્ષે ત્રણેયનાં લગ્ન ડિસેમ્બરમાં કરવામાં આવશે. તેથી સમગ્ર અંબાણી પરિવારમાં ખુશ છે. અંબાણી પરિવારે તેમણા ઘરે લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

સંકલન : પ્રિયંકા પંચાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *