” મુંબઈ એરપોર્ટ : આ સત્યઘટના વાંચી ને તમને આઘાત લાગશે.”- શેર કરજો અચૂક….!!!

ગયા વર્ષે મારા પપ્પા જગદીશ ત્રિવેદી અમેરિકાના લોસ એન્જલસ એરપોર્ટ ઉતર્યા. તેમની એક બેગ કર્મચારીઓની ભૂલના કારણે બીજા દેશમાં જતી રહી. માત્ર ૨૪ કલાકમાં એરપોર્ટનો એક માણસ લખાવેલાં સરનામે રૂબરૂ આવીને બેગ આપી ગયો.

પપ્પાએ ટીપ આપી તો એણે પ્રેમથી સ્વીકારવાની ના પાડી દીધી અને લગભગ ૫ વખત સોરી બોલ્યો. ત્યારે પપ્પાએ કહ્યું કે તમે બીજા દેશમાં ગયેલી બેગ ૨૪ કલાકમાં લઇ આવ્યા.ઘણી વખત મારા ઘરમાં બેગ ખોવાઈ જાય છે તો પણ મને અઠવાડિયા સુધી મળતી નથી.

હવે એક દાખલો આપું આપણા ભારતનો ! ૨ દિવસ પહેલા હું ટોરોન્ટોથી સાડા ચૌદ કલાકની સળંગ મુસાફરી કરીને મુંબઈ એરપોર્ટ ઉતર્યો. બેલ્ટ આગળ મારો સામાન લેવા ઉભો હતો ત્યા એક કર્મચારી નજીક આવી હળવેકથી મને કહે ‘બીના કસ્ટમ કિએ આપકી બેગ બહાર નિકાલ દેતા હું, સિર્ફ ૩૦૦ રૂપિયે દે દેના. ગયા વર્ષે હું કેનેડાથી આવ્યો ત્યારે પણ મને આ કડવો અનુભવ થયો હતો. ફરક એટલો કે ત્યારે બસો રુપિયા માંગતા હતા, જ્યારે હવે ત્રણસોમાં કામ પતે છે. મોંઘવારી વધે એમ ભાવ તો વધે ને !

અમેરીકાનો કર્મચારી સામેથી આપેલી ટીપ સ્વીકારવાની ના પાડે છે. જ્યારે આપણો માણસ સામેથી લાંચ માંગે છે.

આ આઘાતમાંથી હું બહાર નિકળી થોડો આગળ ગયો ત્યાં બીજા દુખદ સમાચાર મળ્યા. મુંબઈ એરપોર્ટ ઉપર વાઈ-ફાઈ વાપરવા માટે ભારતનું સીમકાર્ડ હોવું ફરજીયાત છે. તમે ત્યારબાદ પણ એક નંબરથી માત્ર ૪૫ મિનિટ્સ જ યુઝ કરી શકો. મુંબઈમાં આખી દુનિયામાંથી મુસાફરો આવે છે. એવું જરૂરી છે કે દરેક લોકો આગળ ભારતનું સીમકાર્ડ હોય ?

જે લોકો આગળ સીમકાર્ડ નથી એમના પાસપોર્ટ સ્કેન કરી પોણી કલાક વાઈ-ફાઈ વાપરવા દે અને એ પણ માત્ર એક વખત.
આખા એરપોર્ટ ઉપર અસંખ્ય લોકોના પાસપોર્ટ સ્કેન કરવા માટે ૨ કર્મચારીઓ અને ફક્ત એક કાઉન્ટર રાખેલું હતું.

એક ભુરીયો મને કહે India is a Funny Country ! મેં પૂછ્યું કેમ ? તો મને કહે તમારા દેશમાં ૪૫ મિનિટ્સ વાઈ-ફાઈ કરવા માટે ૩૦ મિનિટિસ લાઈનમાં ઉભું રહેવું પડે છે.
દુનિયાના કોઈ વિકસિત દેશના એરપોર્ટ ઉપર વાઈ-ફાઈની આટલી ખરાબ હાલત નથી.

મારી જેમ કોઈ મુસાફર ૧૪-૧૫ કલાકની મુસાફરી કરીને સુરક્ષિત પહોંચી ગયો છે એ સમાચાર એના ઘરે કઈ રીતે આપી શકે ?
વિમાનમાંથી બહાર નીકળ્યા બાદ પણ ૧-૨ કલાક પછી એ પોતાના ઘરે વાત કરી શકે. આમા, પરદેશી લોકો શું છાપ લઈને જાય આપણા દેશની ?

ભારતના લગભગ તમામ એરપોર્ટ ઉપર આજ હાલત છે. અમદાવાદ એરપોર્ટ ઉપર તો ઘણી વખત ગાય-ભેંસ અને રન-વે ઉપર તો કૂતરાં પણ આવી જાય છે.

મારે ૨ ફ્લાઈટની વચ્ચે ૬ કલાકનો સમય હતો છતાં હું માત્ર પોણી કલાક ઈન્ટરનેટ કરી શક્યો. પરદેશના લોકોને તો નિયમિત ઇમેઇલ ચેક કરવાના હોય, ક્યારેક કોન્ફરન્સ મિટિંગ પણ કરવાની હોય. આ ટેક્નોલોજીના જમાનામાં તમે ઈન્ટરનેટ વગર મુસાફરોને કઇ રીતે રાખી શકો ?

લોકો ૬૦-૭૦ હજારની ટિકિટ ખરીદ્યા પછી તમારી આગળ વાઈ-ફાઈની અપેક્ષા રાખે છે. કોઈ મફત નથી માંગતું. અને ભારત સિવાય તમામ દેશના એરપોર્ટ ઉપર આ સુવિધા મળે જ છે. દીવાલ ઉપર ભવ્ય સંસ્કૃતિના ચિત્રો દોરવાથી એરપોર્ટ મહાન નથી થઇ જતું. એના માટે, મુસાફરોને તમામ જરૂરી સુવિધાઓ આપવી પડે. મારો અનુભવ કહે છે કે એરપોર્ટ ઉપર મુસાફરોને સૌથી વધુ જરૂર ઇન્ટરનેટની પડે છે.

ડિજિટલ ઇન્ડિયાના નારા પછી લગાવજો પહેલા એરપોર્ટ ઉપર અનલિમિટેડ વાઈ-ફાઈ આપો. બાકી પેલા ભૂરિયાની જેમ પરદેશી લોકો કિંમત કાઢી જશે આપણા દેશની !

લેખક ~ મૌલિક જગદીશ ત્રિવેદી

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *