આજની મોર્ડન યુવતીઓ માથા પર ચાંદલો લગાવવામાં શરમ અનુભવે છે. તેઓ હવે તો ઈન્ડિયન ડ્રેસિંગ પર પણ બિન્દી લગાવવાનું ટાળે છે. હિન્દુ પરંપરા અનુસાર, માથા પર ચાંદલો એ પરિણીત સ્ત્રીની નિશાની હોય છે. જેના માથા પર ચાંદલો, તેના લગ્ન થયા હોય તેવું કહેવાય છે. એક તરફ ચાંદલો પરંપરા, અને મહિલાનું સૌંદર્ય વધારવાનું કામ કરે છે. પણ બહુ જ ઓછા લોકોને ખબર હશે કે, પ્રાચીન કાળમાં ચાંદલો સુંદરતા માટે નહિ, પણ સ્વાસ્થયની દ્રષ્ટિએ લગાવવામાં આવતો હતો. ચાંદલો લગાવવા પાછળ અનેક ફાયદા છુપાયેલા છે. તો ચાલો આજે જાણીએ, માથા પર ચાંદલો લગાવવાના ફાયદા
મનને શાંત રાખે
કપાળની વચ્ચેનો હિસ્સો બહુ જ સંવેદનશીલ હોય છે. તણાવ કે ડિપ્રેશન થવા પર આપણા શરીરનો આ ભાગ દુખવા લાગે છે. ચાંદલો તેને શાંત કરીને તેની ક્ષતિ પૂર્ણ કરવામાં મદદ કરે છે.
અનિંદ્રમાં રાહત મળે
ચાંદલો લગાવવાથી ચહેરો, ગરદન, પીઠ અને શરીરના ઉપરના ભાગના મસલ્સને આરામ મળે છે. જેમ કે, અનિંદ્રાની બીમારીમાં મુખ્યત્વે રાહત મળે છે.
ચહેરા પરની કરચલીઓ દૂર
ચાંદલો લગાવાવથી ચહેરા પરના મસલ્સનો રક્ત પ્રવાહ વધે છે. જેને કારણે ચહેરા પરની કરચલીઓ દૂર થઈ જાય છે.
એકાગ્રતા વધે છે
ચાંદલાને કપાળના એકદમ મધ્ય ભાગમાં લગાવવામાં આવે છે. આ જગ્યાને ત્રીજુ નેત્ર પણ કહેવામાં આવે છે. ચાંદલો લગાવવાથી મન શાંત તો થાય છે, સાથે જ તણાવ અને થાક પણ ઓછો થઈ જાય છે.
માથાના દર્દમાં રાહત
માથાના આ બિન્દુ પર મસાજ કરવાથી માથાના દર્દમાં તરત રાહત મળે છે. કેમ કે, તેનાથી નસ અને રક્ત કોશિકાઓને આરામ મળે છે. જે કામ ચાંદલો કરે છે.
સાયનસમાં આરામ
આ પોઈન્ટ પર મસાજ કરવાથી સાયનસના સોજા દૂર થઈ જાય છે. તેમજ નાક પણ ખૂલી જાય છે.
લેખન સંકલન : દીપેન પટેલ
શેર કરો આ ઉપયોગી માહિતી દરેક સ્ત્રી મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ.