મનોકામના પૂર્તિ માટે કેટલી વાટનો દીવો કરવો જાણો છો તમે ?

ઘરમાં પ્રજ્વલિત થતાં દીવાનો પ્રકાશ અંધકારને દૂર કરી દે છે. આમ તો દરેક ધર્મમાં પ્રકાશનું મહત્વ છે જ પરંતુ હિંદૂ ધર્મમાં દીવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. દીવો કોઈપણ પૂજાનું સૌથી પહેલું ચરણ હોય છે. સૌથી પહેલા દીવો પ્રજ્વલિત કરવામાં આવે છે અને ત્યારપછી જ પૂજા-પાઠ શરૂ થાય છે. દેવી-દેવતાઓ સમક્ષ સવારે અને સાંજે પણ દીવો પ્રજ્વલિત કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક પવિત્ર સ્થાન પર અખંડ દીપક પ્રજ્વલિત કરવામાં આવે છે. જો કે પુરાણોમાં કોઈપણ પૂજા શરૂ થાય ત્યારે પ્રગટાવેલો દીવો તે પૂજા પૂર્ણ થાય ત્યાં સુધી પ્રજ્વલિત રહે તેને જરૂરી ગણાવ્યું છે. દીવો કરવાથી થતાં લાભ અને તેના મહત્વ વિશે તો તમે જાણ્યું હવે જાણો કે દીવો કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે.– ભગવાન સમક્ષ ગાયના શુદ્ધ ઘીનો જ દીવો કરવાનું જ વિધાન છે. ગાયના ઘીથી કરેલો દીવો જ ભગવાન સ્વીકાર્ય ગણે છે. આ સિવાયના ઘીનો ઉપયોગ પૂજામાં ન કરવો જોઈએ.

– આરોગ્ય અને ધન સંપત્તિની પ્રાપ્તિની ઈચ્છા હોય તો સવારે અને સાંજે તુલસીના છોડ પાસે દીવો કરવો.

– બીમારી અને અકાળ મૃત્યુથી બચવા માટે કૃષ્ણ પક્ષની ચૌદશની રાત્રે 14 દીવા મંદિરમાં પ્રજ્વલિત કરવા.

– ઘરમાં શુદ્ધ ઘીનો દીવો કરવાથી ધનની આવક વધે છે. – શત્રુઓ પર વિજય મેળવવો હોય તો ભૈરવ બાબા સમક્ષ સરસવના તેલનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ.

– શનિ કૃપા પ્રાપ્ત કરવા માટે તલના તેલનો દીવો કરવો જોઈએ.

– સૌભાગ્યની કામના માટે મહુઆના તેલનો દીવો કરવો.

કેટલી વાટનો દીવો કરવો.– એક વાટનો દીવો સામાન્ય લાભ માટે.

– બે વાટનો દીવો- પરીવાર અને સંબંધીઓમાં પ્રેમભાવ જાળવી રાખવા માટે.

– ત્રણ વાટનો દીવો- સંતાનના આશીર્વાદ માટે.– ચાર વાટનો દીવો- સર્વાગીણ સમૃદ્ધિ અને વૈભવશાળી જીવન માટે.

– પાંચ વાટનો દીવો- અખંડ ઐશ્વર્ય અને ધનની કામના પૂર્ણ કરવા માટે.– છ વાટનો દીવો- અખંડ જ્ઞાન અને વૈરાગ્યના આશીર્વાદ માટે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *