બૉલીવુડની અભિનેત્રીઓ અને તેના ધનવાન પતિ! તમે જાણો છો આ માહિતી??

આજના જમાનામાં, રૂપિયા બધા માટે ખુબ જરૂરી છે. એવું કહેવાય છે કે રૂપિયા તમને બધું આપી શકે પણ ખુશી નહીં. પરંતુ બી-ટાઉન અભિનેત્રીઓ એ આને ખોટું સાબિત કર્યું છે. ઘણી અભિનેત્રીઓ એ વિખ્યાત બિઝનેસ ટાયકૂન સાથે પરણીને પોતાના ભવિષ્યને સુરક્ષિત બનાવ્યું અને તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ ત્યારપછી છોડી દીધી. અહીં આવી થોડી અભિનેત્રીઓ અને તેમના ધનવાન પતિની યાદી છે.

૧. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા

શિલ્પા શેટ્ટીએ એક બ્રિટિશ બિઝનેસમેન અને ભારતીય મૂળના એવા રાજ કુન્દ્રા સાથે વિવાહ કર્યા. રાજ કુન્દ્રાનું નામ સકસેસ મેગેઝીનમાં ૧૯૮માં સૌથી ધનવાન બ્રિટિશ એશિયન તરીકે આવ્યું હતું. તેઓ 2009 માં એસેન્શિયલ જનરલ ટ્રેડિંગ એલએલસીના ચીફ ક્ઝિક્યુટિવ ઓફિસર હતા. તેઓએ રાજસ્થાન રોયલ્સની ટીમને આઇપીએલ ૨૦૦૯માં પ્રાયોજિત કરી હતી. શિલ્પાએ એવો દુલ્હો પસંદ કર્યો કે જે તેને એક કિંમતી જીવનશૈલી આપી શકે.

૨. શ્રીદેવી અને બોની કર્પૂર

શ્રીદેવી બોલીવુડની ટોચની હીરોઇનમાંની એક હતી. તેણે એક એવો દુલ્હો પસંદ કર્યો કે જે બિલકુલ યોગ્ય ન્હોતો અને પૈસા એક એવું કારણ હોઈ શકે જેથી તેણીએ બોની કપૂરને પસંદ કર્યો તેના પતિ તરીકે. બોની કપૂર બોલીવુડના ટોચના પ્રોડ્યૂસરમાંના એક છે.

૩. વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર

વિદ્યા બાલનએ સિદ્ધાર્થ રોય કપૂરને પસંદ કર્યો. તેઓ ડિઝની ઇન્ડિયાના મેનેજીંગ ડિરેક્ટર હતા અને જાતે એક અગ્રણી ફિલ્મ પ્રોડ્યૂસર છે. તેઓ એવા પરિવાર થી આવે છે જે હંમેશા ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો હોય. વિદ્યા બાલન એક ખુબ સફળ અભિનેત્રી રહી છે અને તેણી પાસે ઘણા વિકલ્પ હતા. તેણે સિદ્ધાર્થ રોય કપૂરને પસંદ કર્યા જેનું કારણ હોઈ શકે કે તેને એક ધનવાન અને હાઈ સ્ટેટ્સ પરિવારમાં જવું હોય.

૪. અમૃતા અરોરા અને શકીલ લડાક

અમૃતા એક બિઝનેસ મેન શકીલ લડાકને પરણી છે, કે જે મુંબઈ કન્સ્ટ્રકશન કંપની, રોડસ્ટોન ગ્રુપના મલિક છે.

૫. આયેશા ટાકિયા અને ફરહાન આઝમી

આ સુંદર અભિનેત્રી આયેશા ટાકિયાએ અબુ આઝમીના પુત્ર ફરહાન આઝમી સાથે વિવાહ કર્યા, જે રેસ્ટોરેટયોર. ફરહાનના નામે સંપત્તિ છે અને તેણી પાસે ખુબ ગૌરવ અને શક્તિ છે.

૬. જુહી ચાવલા અને જય મેહતા

જુહી ચાવલા બોલીવુડમાં એક સફળ કારકિર્દી માણે છે અને તેના લગ્ન પણ સફળ છે. તેણે મેહતા ગ્રુપના ઉદ્યોગસાહસિક એવા જય મેહતા સાથે લગ્ન કર્યા. મેહતા ગ્રુપ એક વિખ્યાત નામ છે જે ઘણા દેશોમાં વિસ્તરાયેલું છે જેમાં આફ્રિકા, યુએસએ, કેનેડા અને ભારતનો સમાવેશ થાય છે.

૭. અસીન થોટુમકલ અને રાહુલ શર્મા

બોલીવુડમાં અમુક ફિલ્મ કર્યા પછી, અસીનએ માઇક્રોમેક્સના કો-ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા. અક્ષય આ બંને વચ્ચે એક જોડાવ નું માધ્યમ બન્યા જયારે હાઉસફુલ ૨ ના પ્રોમોશન ચાલી રહ્યા હતા. રાહુલની પોતાની કમાણી ૧૦૦ બિલિયન ડોલરથી વધુ છે અને તેની પાસે એક ૩- એકર નું ફાર્મ હાઉસ છે. આ સિવાય, રાહુલ પાસે ઘણી ફાસ્ટ કાર છે જેમકે ઓરેન્જ બેન્ટલી, મર્ક અને બીમર.

૮. સેલિના જેટલી અને પીટર હેંગ

સેલિનાએ એક બિઝનેસમેન અને માર્કેટર સાથે લગ્ન કર્યા છે, પીટર હાગ, તે ઓસ્ટ્રિયાના છે. તેને બોલીવુડમાં વધુ સફળતા ના મળી એટલે તેને પીટરની સાથે લગ્ન કરવાનું નકી કર્યું જે તેને કિંમતી જીવન આપી શકે.

૯. ટીના મુનીમ અને અનિલ અંબાણી

 

ટીના મુનીમે અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા છે, ધીરુભાઈ અંબાણીના પુત્ર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના રચયિતા. અંબાણીની નેટ વર્થ ૩.૩બિલિયન ડોલરની હતી ફોર્બ્સ મેગેઝીનની યાદી પ્રમાણે વર્ષ ૨૦૧૬માં.

૧૦. રાની મુકરજી અને આદિત્ય ચોપરા

ફિલ્મ અભિનેત્રી રાની મુકરજીએ આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા છે, એક જાણીતા ફલ્મ નિર્માતા, પ્રોડ્યૂસર અને સ્ક્રીન રાઇટર. આદિત્ય ખ્યાતનામ બેનર યશ રાજ ફિલ્મસના મલિક પણ છે. રાની એ આદિત્યની બીજી પત્ની છે જેની સાથે તેણે ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. આ લગ્ન રાની માટે ખુશીવાળા અને નસીબવંતા રહ્યા હતા.

લેખન : ભૂમિ મેહતા 

શેર કરો આ રસપ્રદ માહિતી તમારા બધા મિત્રો સાથે, લાઇક કરો અમારું પેજ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *