આજે નવ ગ્રહમાંથી સૌથી નાનો ગ્રહ એટલે કે બુધ મેષ રાશિમાંથી નીકળીને શુક્રની રાશિ વૃષભમા આગમન કર્યું છે. ત્યારે આ રાશિમા પહેલાથી જ ગ્રહોના રાજા એવા સૂર્ય બિરાજમાન છે. તેવામા બુધના આગમનથી વૃષભ રાશિમા બુધ અને સૂર્યનો અનેરો સંયોગ બનશે. જેનાથી બુધાદિત્ય યોગ નિર્માણ પામશે. આ યોગ જૂન મહિના ના થોડા દિવસો સુધી રહેશે. જે દરેક રાશિ પર વિવિધ અસર કરશે.
જાણો તમારી રાશિ પ્રમાણે શુ થશે તમને લાભ.
મેષ
મેષ રાશિ માટે આ આગમન મિશ્ર અસર કરશે. પુરુષોને સાથ-સહકાર મળશે. નાણાંકીય સહાયતા પણ મળશે. જો તમે કોઈ નવુ કામ શરુ કરવા માટે વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ પ્રતિકુળ સમય છે.
વૃષભ
બુધ તમારી રાશિમા પરિભ્રમણ કરી રહ્યો છે. આ આગમનથી તમારી વાણી અને મહેનતની છાપ અનેક લોકોને પ્રભાવીત કરી શકે છે. તમારુ લગ્ન જીવન પણ સુખમય રહેશે. વિદ્યાર્થીઓને ભણતરમા ખુબ જ સફળતા મળશે. નવા વસ્ત્ર અને આભૂષણોની ભેટ મળવાની શક્યતાઓ છે.
મિથુન
બુધનુ આ પરિભ્રમણ તમને ફાયદાકારક થશે. આ પરિભ્રમણમા તમારે આરોગ્ય બાબતે થોડી સાવધાની રાખવી પડશે. આ સમય દરમિયાન વિદેશ યાત્રા ના યોગ પણ સંભવિત છે. તમારા સંતાનોની ભવિષ્યની ચિંતા તમને થશે પરંતુ આ ચિંતાને માનસિક તણાવમા પરિવર્તિત થવા દેતા નહીં.
કર્ક
કર્ક રાશિના લોકોને પારિવારીક સંબંધમા ખુશાલી મળશે. આર્થિક પ્રગતિનો પણ સારો એવો યોગ માલુમ પડી રહ્યો છે. પ્રેમ સંબંધ મધુર બનશે. લાંબાગાળાની કોઈ ખાસ ઇચ્છા પૂરી થવાના સયોંગ દેખાય છે. મિત્રો સાથે પ્રવાસે જવાની ઉતમ તક મળશે.
સિંહ
બુધ તમારી રાશિના દસમા ભાગમા પરિભ્રમણ કરી રહ્યો છે. જેનાથી તમને આર્થિક લાભ સાથે બૌદ્ધિક લાભ મળવાની પુરેપુરી શક્યતાઓ છે. ઓફિસમાં અધિકારી અને સાથે કામ કરવાવાળા તમારા કામમા પૂર્ણ રીતે સહયોગ આપશે. ઘરમા શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. દાન-પુણ્ય કરવાથી તમને માનસિક શાંતિ પણ મળશે.
કન્યા
બુધનો વૃષભમા આગમન આ રાશિના જાતકો માટે નસીબના દરવાજા ખોલી નાખશે. તમને સમાજમા માન-સમ્માન પ્રાપ્ત થશે. તો કાર્યસ્થળે તમારી ઓળખ એક નિષ્ઠાવાન અને મહેનતી વ્યક્તિ તરીકે ઉભરશે. આ દિવસો દરમિયાન તમને અચાનક આર્થિક લાભ પણ મળશે. ધાર્મિક પ્રક્રિયાઓમા તમારી રુચી વધશે. બુધવારના દિવસે ટચલી આંગળીમા પન્ના નો નંગ ગ્રહણ કરવાથી વધારે લાભ મળી શકે છે.
તુલા
બુધ તમારી રાશિના આઠમા ભાગમા પરિભ્રમણ કરી રહ્યો છે. જે દરમિયાન ઓફિસ અને વેપારના સ્થળે સાવધાની રાખવી જરૂરી બને છે. તમને તમારી ઇચ્છા વિરુદ્ધ પણ પ્રવાસ પર જવુ પડી શકે છે. વાણી પર સંયમ રાખો અને કોર્ટ કચેરીના કામકાજમા પડવાથી દૂર રહો તો જ તમા તમારુ ભલુ છે.
વૃશ્ચિક
આ પરિભ્રમણ તમારા લગ્નજીવનમા થોડી ખટાશ પેદા કરી શકે છે. તમારા આરોગ્યમા પણ મુશ્કેલી સર્જાય તેવી શક્યતાઓ માલુમ પડે છે. જો તમે ભાગીદારીમા વેપાર કરતા હશો તો જરુર તમને લાભ મળી શકે છે. બુધવારને દિવસે લીલા કપડા અથવા લીલા શાકભાજી દાનમા આપવાથી ફાયદો મળી શકે છે.
ધન
બુધ તમારી રાશિના છઠ્ઠા ભાવમા પરિભ્રમણ કરી રહ્યો છે. જેનાથી તમારા પાર્ટનરને થોડી ઘણી મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે. તમારે પાર્ટનરના આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને છે. ખર્ચ પર કાબૂ રાખવો. જ્યારે કામકાજના સ્થળે તમારુ પ્રદર્શન સારુ બની રહેશે.
મકર
બુધ તમારી રાશિના પાંચમા ભાવમા પરિભ્રમણ કરી રહ્યો છે. વિદ્યાર્થીઓ માટે આ પરિભ્રમણ ખૂબ જ સારી વાત છે. આનાથી તમારા જ્ઞાનમા ઘણી વૃદ્ધી થશે. ઉચ્ચ શિક્ષણ માટે તમે અન્ય દૂરના સ્થળે જઈ શકશો. તમારુ પ્રેમ જીવન ખૂબ જ રોમેન્ટિક રહેશે.
કુંભ
આ પરિભ્રમણ તમારા માટે પદ અને પ્રતિષ્ઠામા ખુબ જ વૃદ્ધી કરશે. શત્રુઓ પણ પરાસ્ત થશે. સંતાન અંગે સારા સમાચારથી આનંદ મળશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામા સફળતા મળવાના યોગ માલુમ પડી રહ્યા છે. તમને અચાનક લાભ પણ મળી શકે છે.
મીન
બુધ આ રાશિના બીજા ભાવમા પરિભ્રમણ કરી રહ્યો છે. જે તમને વધુ કાર્યક્ષમ બનાવશે. અંગત સંબંધોમા નવી તાજગી નો અનુભવ કરશો. આર્થિક દ્રષ્ટીએ પરિભ્રમણનો પ્રભાવ અનુકૂળ પરિસ્થિતિ તરફ જતો જણાય રહ્યો છે. દાંપત્ય જીવનમા મધુરતા આવશે. આ સમય દરમિયાન તમે અચાનક કોઈ પ્રવાસે પણ જઈ શકો છો.