સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે માત્ર બાળકનો જ જન્મ નથી થતો પણ એક માતાનો પણ જન્મ થાય છે. માતા બનવું એ પરમસૌભાગ્યની વાત છે. માતૃત્વ એ એક અવિસ્મરણીય અનુભવ છે. આ સમય દરમિયાન સ્ત્રી ઘણા બધા ઉતાર ચડાવમાંથી પસાર થતી હોય છે પછી તે માનસિક હોય કે શારીરિક હોય. માતા બન્યા બાદ સ્ત્રીનું શરીર ઘણું નબળુ પડી જતું હોય છે. તેને પોષણની ખુબ જરૂર હોય છે. આ ઉપરાંત માતાએ પોતાના થકી જ પોતાના બાળકને પણ પોષણ પુરુ પાડવાનું હોય છે. માતા બન્યા બાદ સ્ત્રી પહેલાં કરતાં વધારે સંવેદનશીલ બની જાય છે. માતૃત્વ ધારણ કર્યા બાદ પતિ-પત્નીના સંબંધોમાં પણ ઘણા બધા પરિવર્તનો આવે છે. તે બન્નેની પ્રાયોરિટી તેમનું બાળક થઈ જાય છે.
આમ જ્યારે ઘરમાં બાળક આવે ત્યારે ઘણા બધા સમિકરણો બદલાઈ જતા હોય છે પણ માણસની જરૂરિયાતો તો તેની તે જ રહે છે. પ્રસુતિ બાદના શારીરિક સંબંધને સુરક્ષિત માનવામાં નથી આવતો. આવા સમયે પતિ-પત્ની માટે એક પ્રશ્ન ઉભો થાય છે કે તેઓએ ક્યારે શારીરિક સંબંધ બાંધવો જોઈએ ? તો તેવા મુંઝણવમાં મુકાયેલા લોકો માટે અહીં ઉકેલ આપવામાં આવ્યો છે.
– બાળકના જન્મ બાદ જો સામાન્ય પ્રસુતિ હોય તો તેમાં ટાંકા લેવામાં આવે છે. જ્યાં સુધી તે ટાંકા સુકાઈ ન જાય ત્યાં સુધી પતિ-પત્નીએ પોતાની લાગણીઓ પર કાબુ રાખવો જોઈ. આ જ નિયમ સિઝેરિયનમાં પણ લાગુ પડે છે.
– બને ત્યાં સુધી માતાએ પોતે સૌપ્રથમ તો પોતાનું સ્વાસ્થ્ય પુનઃપ્રાપ્ત કરી લેવું જોઈએ ત્યાર બાદ જ સેક્સ વિષે વિચારવું જોઈએ. કારણ કે પ્રસૂતિ દરમિયાન તેમજ ત્યાર બાદ બાળકના શરૂઆતના દિવસો દરમિયાન સ્ત્રી ખુબ જ નબળી થઈ ગઈ હોય છે. માટે સૌ પ્રથમ તો તેણીએ પોતાના સ્વાસ્થ્યનો જ વિચાર કરવો જોઈએ અને થોડા દિવસ સંભોગથી દૂર રહેવું જોઈએ કારણ કે પ્રસૂતિ દરમિયાન સ્ત્રીના આંતરિક અંગો નબળા પડી ગયા હોય છે અને સંભોગના કારણે બની શકે કે એકબીજાને સંક્રમણ પણ થઈ શકે.
– બાળકને જન્મ આપ્યા બાદ માતાને લગભગ 3 અઠવાડિયા સુધી રક્તસ્ત્રાવ થાય છે. અને તેના પેટમાંથી બધો જ બગાડ નીકળતો હોય છે. આવા સંજોગોમાં જો સેક્સ માણવામાં આવે તો ઇન્ફેક્શન થવાનો ભય રહે છે. માટે રક્ત સ્ત્રાવ બંધ થયા બાદ જ સંભોગ કરવો જોઈએ.
– ગર્ભાવસ્થા દરમિયાન, પ્રસુતિ દરમિયાન તેમજ પ્રસુતિ બાદ સ્ત્રી સતત એક માનસિક તાણમાંથી પસાર થતી આવી હોય છે. માટે તેને સૌ પ્રથમ તો માનસિક રીતે સ્વસ્થ અને તાજી થવા દેવી જોઈએ ત્યાર બાદ જ સેક્સનો વિચાર કરવો જોઈએ.
– આપણા સમાજમાં સવા મહિનાની પ્રથા છે જેને સુવાવડ પણ કહેવામાં આવે છે. આ પરંપરા દરેક રીતે સ્ત્રી તેમજ બાળકને સ્વસ્થ બનાવવા માટે જ ચાલતી આવી છે. માટે સ્ત્રી-પુરુષે ધીરજ રાખવી જોઈએ. તેમ છતાં જો કોઈ પ્રશ્ન હોય તો તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
દરરોજ અવનવી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.