બાથરૂમમાં આવતી વાસને ચપટીમાં દૂર કરો, એ પણ સાવ સસ્તામાં

બાથરૂમમાંથી આવતી વાસને કારણે મૂડ વારંવાર ખરાબ થઈ જાય છે. તેમજ ઘરમાં કોઈ મહેમાન આવે તો તેમની સામે પણ શરમ અનુભવવી પડે છે. બાથરૂમની વાસ દૂર કરવા માટે તમે મોંઘામાં મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કરતા હશે, પરંતુ બાથરૂમમાંથી વાસ જતી નહિ હોય. આવામાં કેટલાક ઘરેલુ અને અસરદાર રીતે તમે વાસને દૂર કરી શકો છો. કિચનમાં જ રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને તમે બાથરૂમની વાસમાંથી છૂટકારો મેળવી શકો છો.

લીંબુનો રસલીંબુના રસને બાથરૂમ ફ્લોર પર રેડીને થોડા સમય બાદ બાથરૂમનો દરવાજો બંધ કરી દો. બાદમાં પાણીથી બાથરૂમને ધોઈ લો. તમારા બાથરૂમમાંથી વાસ આપોઆપ જતી રહેશે.

વિનેગરપાણીમાં વધુ માત્રામાં વિનેગર મિક્સ કરીને બાથરૂમમાં ફેલાવી દો અને થોડો સમય બાથરૂમનો દરવાજો બંધ રાખો. બાદમાં પાણીથી બાથરૂમ ધોઈ લો. સપ્તાહમાં એકવાર આવી રીતે બાથરૂમ ધોઈ લેવું.

પ્લાન્ટ્સ લગાવવાબાથરૂમમાં ખુશ્બુ આવે તેવા પ્લાન્ટ્સ લગાવીને તમે બાથરૂમની વાસને દૂર કરી શકો છો. આ ઉપરાંત તમે જ્યારે બાથરૂમનો ઉપયોગ ન કરી રહ્યા હોય તો તેને બંધ કરી લો. તેનાથી વાસ આવવાની સમસ્યા પણ દૂર થઈ જશે.

બેકિંગ સોડાબેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરીને રોજ બાથરૂમ ધોઈ લેવું, તેનાથી પણ વાસ જતી રહેશે. આવી રીતે તમે ઘરની ટાઈલ્સ પણ સાફ કરી શકો છો.

મીણબત્તીનો ઉપયોગરાતના સમયે બાથરૂમમાં સુગંધીદાર મીણબત્તી લગાવવાથી સવાર સુધી વાસ ગાયબ થઈ જશે. આ ઉપરાંત બાથરૂમને હંમેશા ભીનો રાખવાથી પણ તેમાંથી વાસ આવતી રહે છે. તેથી બાથરૂમને લાંબા સમય સુધી ભીનો ન રાખવો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી અને ઉપયોગી ટીપ્સ મેળવો ફક્ત અમારા પેજ પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *