શિયાળામાં બાજરી ખાવાના આ છે ઘણાબધા ફાયદા..
બાજરી એટલે શિયાળા દરમિયાન ખાવા લાયક અત્યંત આરોગ્યવર્ધક ખોરાક! શિયાળો આવતા જ આપણા ખાવાના વ્યંજનોમાં પણ ફેરફાર આવી જાય છે. આપણે શરીરના અંદરની ગરમી કાયમ રાખવા માટે જુદા જુદા પ્રકારના ભોજન કરીએ છીએ.
મોટાભાગના ઘરોમાં ઘઉંની રોટલી બને છે પણ મકાઈ, જુવાર, બાજરી પણ પૌષ્ટિક અનાજ છે. તેમા બાજરી એક સારો સ્વાદિષ્ટ અને શિયાળાના દિવસોમાં ખાવાલાયક અનાજ છે. બાજરીમાં બધા ગુણો છે જે આપણા આરોગ્યને સ્વસ્થ બનાવે છે. ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના શિયાળા દરમિયાન લોકો રોટલા, લાડુ અને પાક બનાવીને આરોગે છે. બાજરીના ફાયદા વિશે જાણીને તમે નવાઈ પામશો..
બાજરીમાં આવશ્યક ઘટકો છે
1. મેગ્નેશિયમ 2 કેલ્શિયમ 3 મેંગેનીઝ 4 ટ્રિપ્ટોફાન 5 ફોસ્ફરસ 6 ફાઇબર 7 વિટામિન બી 8 એન્ટીઑકિસડન્ટ.
1. આ કેલ્શિયમથી ભરપૂર હોય છે અને તેના સેવનથી શિયાળામાં થનારી સાંધાની સમસ્યાથી છુટકારો મળે છે.
2. બાજરી ખૂબ ભારે હોય છે જેથી તેની ભાકરી ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. તેમા ટ્રાયપ્ટોફેન અમીનો એસિડ જોવા મળે છે. જેનાથી પેટ ભરેલુ લાગે છે.
3. વધતુ વજન આજકાલ દરેકની સમસ્યા છે. આવા લોકો માટે બાજરી એક વરદાન સાબિત થાય છે. શિયાળામાં ભૂખ વધુ લાગે છે અને તેનાથી વજન વધી જાય છે. જો તમે વજન ઓછુ કરવા યત્નો કરી રહ્યા છો, તો પછી બાજરી ખોરાક તમને લાભદાયી રહેશે. વાસ્તવમાં બાજરી ખાવાથી લાંબા સમય સુધી ભુખ નથી લાગતી. બાજરીની રોટલી ખાવાથી વજન ખૂબ કંટ્રોલમાં થઈ જાય છે.
4. પાચન ક્રિયા માટેઃ બાજરીમાં ફાઇબર અને ડાયટ્રી ફાઈબર ભરપુર માત્રામાં હોય છે, જે પાચનક્રિયાને યોગ્ય બનાવવામાં આવશ્યક છે. જે પાચનમાં લાભકારી હોય છે. જેનાથી કોલેસ્ટ્રોલનુ સ્તર ઓછુ થઈ જાય છે અને દિલની બીમારીનુ સંકટ રહેતુ નથી.
5. ગર્ભવતી સ્ત્રીઓએ કેલ્શિયમની ગોળી ખાવાને બદલે રોજ બાજરીની બે રોટલી ખાવી જોઈએ. ગર્ભવતી સ્ત્રીઓને બાજરીનો રોટલો અથવા ખીચડી આપવામાં આવે તો સંતાન તંદુરસ્ત જન્મે છે અને બાળકને રોગ નથી થતા. બાજરી ખાતી સ્ત્રીઓનેં પ્રસુતીમાં થતી અસામાન્ય પીડામાં પણ રાહત મળે છે.
6. બાજરીમાં આયરન પણ એટલુ અધિક હોય છે કે લોહીની કમીથી થનારા રોગ પણ થતા નથી. ઘણા અભ્યાસોથી જાણવામાં આવ્યુ છે કે બાજરી કેંસરને મટાડવામાં અત્યંત આવશ્યક છે. બાજરીનો નિયમિત વપરાશ કરવાથી ડાયાબિટીસનું જોખમ પણ ઓછું થાય છે. ડાયાબિટીસના દર્દીઓને નિયમિત આહારમાં બાજરી લેવાની સલાહ આપવામાં આવે છે.
7. લીવરની સુરક્ષા માટે પણ આનુ સેવન લાભકારી છે.
8. બાજરી કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે. હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે. આ ઉપરાંત, મેગ્નેશિયમ અને પોટેશિયમનો સારો સ્રોત પણ છે જે બ્લડ પ્રેશરને અંકુશમાં રાખવામાં ઉપયોગી છે. અસ્થમાં જેવી બીમારીઓ માટે પણ આ ખૂબ લાભકારી છે.