બરફના આ ફાયદાઓ વિષે તમે જાણી ચોંકી જશો.
૧. કડવી દવા ખાતા પેહલા મોમાં બરફ મૂકી દો દવા કડવી નહી લાગે.
૨. જો તમે વધુ પડતું ખાઈ લીધું હોય ને નાં પચતું હોય તો એક બરફનું ટુકડો ખાઈ જાવ ખાવા પછી જશે.
૩.જો તમારી પાસે ટાઇમ ના હોય મેકઅપ માટે અને ચેહરા પર ગ્લો લાવવો હોય તો એક કપડા પર બરફ મૂકી ને ચેહરા પર ઘસો ચેહરો એવો ખીલશે જેવો કદી નહિ ખીલ્યો હોય.
૪. પ્લાસ્ટીકમાં બરફ મૂકી માથે ઘસવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.
૫. શરીરમાં જ્યાં લોહી નીકળતું હોય ત્યાં બરફ ઘસવાથી લોહી નીકળતું બંધ થઇ જાય છે.
૬.કાંટો કે ફાંસ પેસી ગઈ હોય ત્યાં બરફ લગાડી બહેરું કરી પછી કાઢવાથી દુખાવો નહિ થાય.
૭. અંદરનો માર વાગ્યો હોય ત્યાં બરફ ઘસવા થી લોહી નહિ જામે અને ઓછુ દુખશે
૮. નાકમાંથી લોહી નીકળે ત્યારે બરફને નાક ની ચારે બાજુ ઘસવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થઇ જાય છે.
૯.ધીમે ધીમે બરફનો ટુકડો ચૂસવાથી ઉલટી બંધ થઇ જાય છે.
૧૦. પગની એડીમાં દુખાવો થાય તો બરફ લગાડવાથી રાહત મળે છે.
૧૧.જો આંખ નીચે કાળા કુંડાળા થયા હોય તો ખીરા ના મિશ્રણમાં ગુલાબ જળ મેળવી તેનો બરફ બનાવી આંખ પર લગાવવાથી જલ્દી રાહત મળે છે જો તમે વધારે સમય મોબાઈલ કે કોમ્પુટર બેસતા હોય તો આંખ પર બરફ નો ટુકડો મુકવાથી રાહત મળે છે.
૧૨.આઇબ્રો કરાવતી વખતે દુખતું હોય તો બરફ ઘસ્યા પછી કરાવવાથી દુખાવો નહિ થાય આ ઉપાય શરીરના બીજા દરેક હિસ્સા પર લાગુ પડે છે.
૧૩.બરફ નો ટુકડો ગાળાની બહાર ધીરે ધીરે ઘસવાથી તેની ખાંસી માટે છે.
૧૪. દાજ્યા પછી તરત એ જગ્યાએ બરફ ઘસવાથી બળતરા શાંત થાય છે વધારે નિશાન પણ નહી પડતું.
૧૫. ઇન્ફેશન કે પગમાં મચકોડ આવી હોય તો બરફ ઘસવાથી રાહત મળે છે. અને દુખાવો ઓછો થાય છે ને સોજો પણ નથી આવતો.