ફ્લાવરમાંથી બનતા મન્ચુરિયન ખાવ ને હાર્ટ પ્રોબ્લેમથી પણ બચો!!!!

શિયાળામાં આવનારા બધા જ શાકમાં ફ્લાવર એક એવું શાક છે જે આ સિઝનમાં સૌથી સરસ આવે છે. ફ્લાવર જેટલું દેખાવમાં સરસ હોય છે એટલું જ ખાવામાં સ્વાદિષ્ટ અને શરીર માટે ફાયદાકારક છે.

ફ્લાવર ખાવાથી પાચન અંગેની બીમારીથી દૂર રહો છો. હાડકાના પ્રોબ્લેમ હોય એવા લોકો એ બને એટલું આનું સેવન કરવું જોઈએ. ફ્લાવર ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને હાર્ટ પ્રોબ્લેમથી પણ બચો છો.

આજે જ માર્કેટમાંથી લઈ આવો અને બનાવો આ સરળ અને પૌષ્ટિક એવા ફ્લાવરના મન્ચુરિયન.

સામગ્રી:-

  • 1 નાનું ફ્લાવર,
  • 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ,
  • 12 કળી લસણ,
  • 1 કટકો આદુ,
  • 3 લીલી ડુંગળી,
  • 1 લીલું મરચું,
  • 2 ચમચા સોયા સોસ,
  • 1 ચમચો રેડ ચીલી સોસ,
  • 1 ચમચો ટોમેટો સોસ,
  • 1 ચમચી કોર્નફ્લોર,
  • 2 ચમચી પાણી,
  • 1 ચમચી લીંબુ.
  • 4 ચમચી મેંદો,
  • 2 ચમચી કોર્નફલોર,
  • 1/2 ચમચી મરચું,
  • મીઠું સ્વાદાનુસાર,
  • કોર્નફ્લેક્સ નો ભૂકો કે બ્રેડ ક્રમબ્સ,
  • તેલ તળવા માટે.

રીત:-

સૌ પ્રથમ ફ્લાવરના નાના નાના ફૂલ જુદા કરો.

મીઠાના પાણીથી ધોઈ લો.

એક તપેલામાં ગરમ પાણી મુકો . તેમાં મીઠું , આદું મરચાંની પેસ્ટ અને 5 લસણની કળીની પેસ્ટ ઉમેરો.

પાણી ઊકળે પછી તેમાં ફ્લાવર ના ફૂલ નાખી ને 2 મિનીટ તેજ આંચ પર અધકચરા થાય ત્યાં સુધી બાફી લો. હવે ફલાવર ને પાણી માંથી નીકાળીને કોરા કરી લો.

એક બાઉલ માં 4 ચમચી મેંદો અને 2 ચમચી કોર્નફ્લોર મિક્સ કરીને પાણી ઉમેરો અને મિડિયમ ઘટ્ટ સ્લરી બનાવો . આમાં મીઠું અને લાલ મરચું સ્વાદ મુજબ ઉમેરો.

હવે બાફી ને કોરા કરેલા ફ્લાવરના ભાગને આ ખીરામાં બોળો. અને તેમાથી નિકાળીને કોર્નફ્લેક્સના ભુકામાં રગદોળી ને ગરમ તેલમાં તેજ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

તેલમાંથી નીકાળી ન પેપર નેપકીન પર રાખો.

હવે એક કડાઈમાં તેલ લો. તેમાં ઝીણું સમારેલું લસણ, ડુંગળી, મરચું અને આદુંના કટકા નાખી ને તેજ આંચ પાર 1 મિનિટ માટે સાંતળો .

ત્યારબાદ સોયાસોસ, રેડચીલી સોસ અને ટોમેટો સોસ નાખી ને બરાબર હલાવો .. હવે મીઠું , લાલ મરચું ઉમેરી ને ફ્લાવર ના કટકા ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.

એક વાડકી માં 1 ચમચી કોર્નફ્લોર અને 2 ચમચી મણિ નું મિશ્રણ બનાવો અને એ આ ફ્લાવર ઉપર નાખી ને તેજ આંચ પર એક મિનીટ પકાવો. છેલ્લે ઉપર થી લીંબુ નીચોવી ને મિક્સ કરો.

લીલી ડુંગળીથી ગાર્નિશ કરીને સર્વ કરો.

નોંધ:- ફ્લાવર એકદમ તાજું લેવું. પાણીમાં ફ્લાવર અધકચરું જ બફાઇ એનું ખાસ ધ્યાન રાખો. નહીં તો મન્ચુરિયન જેવું ક્રિસ્પી અને chewy નહીં લાગે અને તળવામાં પણ બહુ ઓઈલી રહી જશે. મેં વિનેગારની બદલે લીંબુ ઉમેર્યું છે તમે ઇચ્છો તો 1 ચમચી વિનેગાર ઉમેરી શકો છો. ગળપણ વધુ જોવે તો ખાંડ પણ ઉમેરી શકાય.  આખી પ્રોસેસ તેજ આંચ પર જ કરવી જેથી વધુ સરસ ક્રિસ્પી બને. ફ્લાવરને મેંદા અને કોર્નફ્લોરની સ્લરીમાં બરાબર બોળીને કોર્નફ્લેક્સના ભુકાનું કોટિંગ ચારેબાજુથી કરવું નહીં તો તળવામાં ઓઈલી થઈ જશે ફ્લાવર.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *