ફ્રીજમાં બાંધીને મૂકી રાખેલ લોટ થઇ શકે છે સ્વાસ્થ્ય માટે હાનીકારક!.. વાંચો અને શેર કરો…

આજના આધુનિક હાડ એન્ડ ફાસ્ટ યુગમાં એક વાત સાવ સામાન્ય બની ચૂકી છે કે, હવે સ્ત્રીઓ કામ કરતી થઇ છે. સ્ત્રીઓ માટે ઘરનું કામ અને ઓફીસ વર્ક બધું જ સંભાળવું અશક્ય છે. ત્યારે આજની નારી રાત્રે જ લોટને બાંધીને ફ્રીજમાં મૂકી દેતી હોય છે. જેનાથી ઘર અને જોબ બંનેનું વર્ક મેન્ટેન કરી શકે. સમય મુજબ કામ કરવામાં પણ સરળતા રહે.

સાચું ને ? પણ સાવધાન! જો તમે આવું જ કરતાં હોય તો ચેતી જાજો. કારણ કે એક સગવડતા સાચવતા સાચવતા આખી જિંદગી અગવડતા ભોગવવી પડશે.

હિન્દુ ધર્મ મૂજબ જોઈએ એનું કારણ :

કારણ કે, આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ બાંધેલ લોટને પિંડમાં સ્થાન અપાયું છે. તેમજ પિંડમાં હંમેશા આત્માઓનો જ વાસ હોય છે. જ્યારે આપણે ફ્રીજમાં લોટને મૂકી રાખીએ છીએ ત્યારે હવા સ્વરૂપે પણ અમુક આત્મા આપણા ઘરમાં પ્રવેશ કરતી હોય છે. અને એ આત્માનો વાસ એ બાંધીને મૂકી રાખેલ લોટમાં થાય છે. ત્યાર પછી આપણે એ લોટની રોટલી બનાવીને જમતા હોઈએ છીએ.

એ પછી જેવો આત્મા એવી અસર ઘરમાં જોવા મળતી હોય છે. કોઈને કોઈ બીમારી ઘર કરી જાય. સતત કજિયા ને કંકાસ રહ્યા કરે. શારીરિક અને માનસિક રીતે વ્યક્તિ સતત પીડાયા કરે. આવું બધું ઘરમાં એક લોટ બાંધીને રાખવાથી થયા કરતુ હોય છે. જેના વ્યક્તિને પરેશાનીઓનો ઘેરો સહન કરવો પડે છે.

વિશેષજ્ઞોનુ માનવું છે કે :

વિશેષજ્ઞોનાં કહ્યાં મૂજબ અનુસરીએ તો, લોટ પલાળતા તરત જ ઉપયોગ કરવો જોઈએ. નહી તો તેમા રાસાયણિક ફેરફાર થઈ જાય છે જે આરોગ્ય માટે ખૂબ હાનિકારક સાબિત થઈ શકે છે.

આયુર્વેદમાં પણ વાસી લોટ કે વાસી ખોરાક આરોગવાની મનાઈ ફરમાવી છે.

જો તમે તરત બાંધેલો લોટમાંથી બનેલી રોટલીનો ઉપયોગ કરો છો તો તે તમારા માટે ખુબ લાભદાયક સાબિત થશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ ઉપયોગી માહિતી દરેક મિત્ર સાથે અને દરરોજ અવનવી અને માહિતીસભર પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *