ફ્રિજનું પાણી પીવો છો તો બંધ કરી દેજો, નહીંતર થશે આ…

આજ કાલ તો એટલી ગરમી પડી રહી છે કે તેની વાત જ ના પૂછો. હવે ગરમી છે તો મસ્ત મજાનું ચિલ્ડ પાણી પીવા મળે તો મજા આવી જાય નઈ મિત્રો? ઘરે, ઓફિસ, રેસ્ટરૉમાં જાવ કે પછી કોઈ સગા સંબંધીને ત્યાં જ કેમ ન ગયા હોવ, સૌ પહેલા પાણી સર્વ કરશે અને એ પણ ઠંડું ફ્રિજ વાળું, સાચી વાત ને? આપણે બધા આવું કરતા હોઈએ છીએ, બસ ફ્રિજ ખોલો અને ચિલ્ડ પાણી ગટગટાવી જાઓ અને જો ઘરે કોઈ આવ્યું હોય તો તેને પણ ફ્રિજનું જ પાણી આપતા હોઈએ છીએ. દરેકને ઠંડા પાણી સિવાય ચાલતુ જ નથી, એટલે ઘરમાં લોકોએ માટલું પણ મૂકવાનું બંધ કરી દીધુ છે. તમને ખબર છે કે આ ઠંડા કે બરફ વાળા પાણીથી શરીરને કેટલા નૂકશાન થાય છે? તો જલદીથી જાણી લો આનાં વિશે અને વહેલી તકે ઠંડું પાણી પીવાનું બંધ કરો.

મિત્રો ગમે તેટલી ગરમી પડી રહી હોય, પણ બરફ વાળું કે ફ્રિજમાં મૂકેલું પાણી પીવાનું બંધ કરો. આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શરીરમાં ગરમી ઓછી કરવા અને ખાસ તો ઉનાળાની સિઝનમાં માટલાનું જ પાણી પીવું જોઈએ. આયુર્વેદમાં પણ આ વાત ઉપર ભાર મુકવામાં આવ્યો છે કે ફ્રિજનું પાણી પીવું જ ન જોઈએ. આયુર્વેદમાં ઠંડા પાણી વિશે જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિનાં શરીરનું તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ હોય છે. જે ૧૦ ડીગ્રી જેટલાં નીચા તાપમાનનાં પાણીને સહન કરી શકે છે. સામાન્ય રીતે આપણે ૨૭ કે તેનાથી નીચી ડીગ્રી નીચેનાં ઠંડા પાણીને પીતા હોઈએ છીએ.
ગરમી લાગવાથી સૌથી પહેલાં ઠંડું પાણી પીતા હોઇએ છીએ, ત્યારે પેટમાં ઠંડું પાણી જાય છે ત્યારે મુશ્કેલી ઉભી થતી હોય છે. પેટમાં ગયેલ ઠંડું પાણી ઉંધી રીતે અસર કરતું હોય છે, જેમ કે પેટમાં ગરમાશની અનુભૂતિ થતી હોય છે અને ઠંડા પાણીને કારણે પેટ પાણીને ગરમ કરે છે અને પાણી પેટને ઠ્ંડું કરે છે.
હમમમ…વિચારો કે તમે એકદમ ચિલ્ડ પાણી પીધું છે જેનાં કારણે પેટમાં પણ ઠંડકનો અનુભવ થાય છે. પણ તમને ખબર છે આવું થવાથી આની સીધી અસર તમારા હ્રદય પર થતી હોય છે. પેટ અને હ્રદય એક સાથે જોડાયેલા છે અને બરફ વાળું પાણી પીવાથી હ્રદય પણ તે સમયે ઠંડું પડિ જતું હોય છે. તમને એ પણ ખબર હશે કે જ્યારે કોઈ માણસનું મૃત્યુ થયું હોય તો તેમનું શરીર એકદમ બરફ જેવું ઠંડું પડી જાય છે. હવે તમે પણ સમજી લો કે આપણે જે રીતે ફ્રિજનું ચિલ્ડ બરફ વાળુ પાણી પીતા હોઈએ છીએ તેની અસર ધીરે ધીરે શરીરમાં દેખાશે જ. તો સમજીને આજ પછી ફ્રિજનું કે બરફ વાળું પાણી પીવાનું બંધ કરો અને હેલ્ધી લાઈફ અપનાવો.

બીજી રીતે સમજાવીએ તો….
ભગવાને જે રીત મનુષ્યનાં શરીરની રચના કરી છે તે પ્રમાણે લોહી શરીરને ગરમાશ પુરી પાડે છે. જ્યારે પેટમાં ઠંડું પાણી જાય છે તો પેટ તે પાણીને પણ ગરમ કરશે જ, તેનાથી શરીરનાં દરેક અંગ ઉપર અસર થશે. હવે તમે વિચારો કે શરીરનું આખું લોહી જો પેટમાં જમા થઈ જાય તો શું? સૌથી પહેલા તો દરેક અંગમાં લોહીની ઉણપ સર્જાશે, તેમાં પણ જો મગજને ૩ મિનિટમાં બ્લડ પસાર ન થાય તો તે બંધ પડી શકે છે. આ જ રીતે જો હાર્ટને એકથી દોઠ મિનિટમાં લોહી ન મળે તો તે કામ કરવાનું બંધ કરી દે છે અને અંત્તે વ્યક્તિનું મૃત્યુ થાય છે. આથી જ કહેવાય છે કે ઠંડું પાણી પીવું એ જીવનમાં એક જોખમ સમાન જ છે.

આગળ જાણીએ તો….
આપણા શરીરમાં બે આંતરડા હોય છે. એક નાનું અને એક મોટું, તેમાંથી મોટા આંતરડાનું કામ શરીર માંથી મળ કાઢવાનું છે. દરેકને ખબર હશે કે મોટું આંતરડું ખુલ્લી પાઈપ જેવું હોય છે. હવે જો તમે ચિલ્ડ પાણી પીવો છો તો મોટા આંતરડા તરત જ સંકોચાઈ જતા હોય છે, જેનાં કારણે આપણી પાચન શક્તિ નબળી પડે છે. હવે પાચન શક્તિ વીક છે તો કૉન્સ્ટિપેશન એટલે કે કબજિયાત થવાની જ છે.
આયુર્વેદમાં કબજિયાતને બધા રોગોનું મૂળ ગણાવવામાં આવ્યું છે. જો તમને પણ સતત કબજિયાતની તકલીફ રહે છે તો સૌથી પહેલા તો ફ્રિજના પાણી પીવાની ટેવને બદલો. આ કબજિયાતનાં કારણે શરીરમાં ધીરે ધીરે અન્ય બીમારીઓ પોતાનું ઘર બનાવે છે. યુરીક એસીડ, કોલેસ્ટ્રોલ, હાર્ટ અને સુગર જેવી અન્ય ગંભીર બીમારીઓ તમને થઈ શકે છે.
વિદેશમાં લોકો ચિલ્ડ પાણીમાં પણ ઉપરથી બરફનાં ટુકડા નાખીને પીતા હોય છે, જેનું પરિણામ જાણીને તમને નવાઈ લાગશે. આવા બરફ વાળા પાણીને કારણે તેમની પાચન શક્તિ સાવ નબળી પડી જાય છે. રોજ સવારે તેઓ કલાક ટોયલેટમાં જ પસાર કરતા હોય છે. તેમનાં ટોયલેટમાં તો કલાક પસાર કરવા માટે તેઓ છાપું, મેગેઝિન કે બુક પણ વાંચતા હોય છે. અમુકનાં બાથરુમમાં તો નાની લાયબ્રેરી પણ હોય છે. જેનાં વિશે વિદેશીઓનું કહેવું છે ક ઈન્ડિઅન સ્ટાઈલ ટોયલેટમાં વધારે સમય સુધી બેસી નથી શકાતું. પેટ બરાબર સાફ ના થવાને કારણે વેસ્ટર્ન ટોયલેટની સીટ પર કલાકોને કલાક બેસવામાં સરળ રહે છે.
આપણા ભારતમાં પણ વર્ષોથી વેસ્ટર્ન ટોયલેટની સુવિધા વધારે જોવા મળે છે. તેમાં પણ અમુક મૂર્ખાઓ બાથરુમમાં લાયબ્રેરી બનાવડાવે છે અને આવું કરીને તેમને લાગે છે કે તેઓ ફૉર્વર્ડ બની ગયા છે. નકલમાં પણ અકલ જોઈએ મિત્રો, વેસ્ટન કન્ટ્રીમાં આ ફેશન ટ્રેન્ડ નથી, એ તેમની મજબૂરી છે.
ઠંડા પાણીને કહો ના અને ઘરમાં વસાવો માટીનાં બનેલા ઘડાને, જેમાં પાણી હંમેશા ૩૦ ડીગ્રીની આજુબાજુ  જ રહે છે. જે આપણા શરીર માટે ઉત્તમ છે, એટલા માટે આયુર્વેદ પણ કહે છે કે ઘરમાં માટીનો બનેલો ઘડો તો હોવો જ જોઈએ. ઘડાનું પાણી પીવાથી તમને કોઈ નુકસાન નહીં થાય.

માટલાનું પાણી પીવાથી થાય છે ફાયદા –
માટલાનાં પાણીથી આપણી રોગ પ્રતિકારક ક્ષમતા તંદુરસ્ત રહે છે એટલે બીમારીઓ પણ ઓછી થાય છે. માટીમાં ક્ષારીય ગુણ હોય છે, જે શરીરમાં એસિડિટી અને પેટનાં દુખાવાને દૂર કરવામાં મદદરુપ રહે છે. આ સિવાય વાત્ત પિત્તને પણ કંન્ટ્રોલમાં રાખે છે. ઘડાનું પાણી ગર્ભવતી સ્ત્રીઓ અને બાળક માટે ખુબ જ લાભ દાયક છે. તો હવે ઘરમાં જો માટલુ ન હોય તો વસાવ જો અને ગરમી લાગે તો પણ માટલીનું જ પાણી પીજો.
તમારા સારા સ્વાસ્થ્ય માટે આ વાત અમે તમને જણાવી. તમે પણ તમારા મિત્રો કે કુટુંબીજનોના સારા સ્વાસ્થ્ય માટે આ વાત તેમને વંચાવો. આવી અવનવી રસપ્રદ માહિતી સતત મેળવવા રહેવા અમારું ફેસબૂક પેજ – “જલ્સા કરોને જેંતીલાલ” લાઈક કરવાનું ભૂલશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *