ફેન્સ માટે ખરાબ સમાચાર, લોકપ્રિય ટીવી શો ‘યે હૈ મોહબ્બતે’ થઈ જશે બંધ?
દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલ સ્ટાર ટીવીની લોકપ્રિય સીરિયલ યે હૈ મોહબ્બતે નાં ફેન્સ માટે ખરાબ સમાચાર છે. સ્ટાર પ્લસ પર હવે આ શો સાંજે 7.30 વાગે જોવા નહીં મળે. આ સ્લોટમાં નવો શો મરિયમ ખાન રિપોર્ટિંગ લાઈ જોવા મળશે.
જો કે, ફેન્સ માટે સારા સમાચાર એ છે કે એકતા કપૂરનો લોકપ્રિય શો યે હૈ મોહબ્બચે ઓફ એર નહીં થાય. ચેનલે આ શોનો સમય બદલવાનો નિર્ણય કર્યો છે. 21 મેથી આ સીરિયલ રાતે 10.30 વાગે બતાવવામાં આવશે. તેમજ થોડાક સમય પહેલાં જ અભિનેત્રી શહેનાઝ રિઝવાન આ શોને અલદિવા કહી દીધું હતું.
સ્ટાર પ્લસની નવી ટીવી સીરિયલ ‘મરિયન ખાન રિપોર્ટિંગ લાઈવ’ આઠ વર્ષની નાની બાળકી મરિયમની કહાની છે, જે જિંદગીને પોતાના દ્રષ્ટિકોણથી જુવે છે. આ કહાની ભોપાલની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. 9 વર્ષની દેશમા દુગડ આ શોંમાં મુખ્ય કેરેકટરમાં જોવા મળશે. ઈન્દોરમાં રહેતી દેશના ટીવી સીરિયલ ઈસ પ્યાર કો ક્યા નામ દૂ અને બાળ કૃષણમાં પણ જોવા મળી હતી.
ટીવી સીરિયલ મરિયન ખાન રિપોર્ટિંગ લાઈવના ટ્રેલરને લોકો પંસદ કરી રહ્યાં છે. ટીઆરપીની રેસમાં પોતાની લોકપ્રિયતાને જાળવી રાખવા માટે સ્ટાર પ્લસએ શો અને થીમ પર ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. મહિલાઓ પછી હવે તેવા શોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે જેની મુખ્ય ભુમિકામાં એક બાળકી હોય. હાલમાં ચેનલે સીરિયલ ‘કુલ્ફી કુમાર બોજેવાલા’ લોન્ચ કરી છે. તે પણ એક બાળકીની કહાની છે જે મોટી થઈને સિંગર બનવા માંગે છે.
તો બીજી તરફ યે હૈ મોહબ્બચેની વાત કરીએ તો તેની લોકપ્રિયતા જોતા તેના પ્રોડ્યૂસર્સએ તેને સ્પિન-ઓવર પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. સ્પિન-ઓવર શોનું નામ ‘યે હૈ ચાહતે’ રાખવામાં આવ્યું છે.
તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘કુછ રંગ પ્યાર કે એસ ભી’ માં સોનાક્ષીનું કેરેક્ટર પ્લે કરીને લોકપ્રિયતા હાંસિલ કરનારી એરિકા ફર્નાન્ડીઝ યે હૈ ચાહતમાં મુખ્ય ભુમિકામાં જોવા મળશે.
લેખન સંકલન : પ્રિયંકા પંચાલ
દરરોજ બોલીવુડના આવા અનેક સમાચાર વાંચો ફક્ત અમારા પેજ પર,રેગ્યુલર પોસ્ટ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.