ફક્ત એક ટુવાલ અને રોજની પાંચ મિનીટ, તમારા શરીરની ચરબી ઘટાડવા માટે બસ આટલું કરો..

વજન ઘટાડવું એ ખરેખર બહુ મોટો ટાસ્ક છે, કારણકે વજન ઘટાડવા માટે ઘણી મહેનત કરવી પડે છે. થોડું વજન ઘટાડવું હોય તો પણ રોજની કલાકોની કસરત અને નિયમિત ડાયટ કરવું પડે છે. ઘણા લોકો ફટાફટ વજન ઘટાડવા વધુ ને વધુ કસરત કરે છે અને સ્ટ્રીક્ટ ડાયટ કરે છે. તો કેટલાક લોકો કઈંક નવા જ પ્રકારનું ડાયટ ફોલો કરે છે, જેનાથી તેમની કેલરી જલદી બર્ન થાય. જેમકે બેબી ફૂડડાયટ, સ્લીપડાયટ વગેરે. આવો જ એક નવો ટ્રેન્ડ આજકાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જે છે ટૉવેલરોલની મદદથી જાપાનિઝ સ્ટાઇલમાં વજન ઘટાડવાની રીત :

જાપાનિઝ ડૉક્ટર તોશિકિફુકુત્સુડ્ઝીએ આ સિમ્પલ મેથડ જણાવી છે વજન ઘટાડવા માટે, જેમાં રોલ કરેલા ટોવેલને યોગ્ય સ્ટાઇલમાં મૂકવાનો હોય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ આ સ્પેશિયલ રીત વિશે.

રોજની માત્ર 5 મિનિટની આ કસરતથી મળે છે જબરજસ્ત પરિણામ:

સૌપ્રથમ એક ટોવેલનો ગોળ રોલ બનાવી દો.

હવે જમીન પર બેસી પગને સીધા રાખો. બે પગ વચ્ચે 8-10 ઈંચ જેટલું અંતર રાખવું. હવે રોલ કરેલો ટોવેલ કમરની પાછળ મૂકી દો. હવે કમરની બરાબર નીચે ટોવેલ રાખી જમીન પર સીધા સૂઈ જાઓ. હવે તમારા બંન્ને પગના અંગૂઠાને એકબીજાની નજીક ખેંચવાનો પ્રયત્ન કરો અને એડીની જગ્યા બદલાવી ન જોઇએ. પગ આ સમયે ત્રિકોણાકાર શેપમાં આવશે, જ્યારે અપર બોડીની સ્થિતિ બદલવી જોઈએ નહીં. હવે બંન્ને હાથને ઊંચા કરી માથાની પાછળ સીધા કરો, હાથ જમીન પર અડી જવા જોઇએ અને બંન્ને હાથની ટચલી આંગળીને એકબીજા સાથે અડાડો.

હવે તમારી બોડી ઇન્વર્ટેડ બોટના આકારમાં આવી જશે. આ પોઝિશનમાં લગભગ 5 મિનિટ પડ્યા રહો. તમારી આખી બોડીમાં બર્નિંગ સેન્સેશનનો અનુભવ થશે અને સ્નાયુઓમાં થોડો દુખાવો પણ અનુભવાશે.

નોંધ: દેખાવમાં સહેલી લાગતી આ પ્રોસેસમાં વધુ સમય સુધી ટકી નથી શકાતું. જેટલો સમય કંફર્ટેબલ લાગે એટલો સમય જ રહેવું. કમરના દુ:ખાવાથી પીડિત લોકો ડૉક્ટરનો સંપર્ક કર્યા બાદ જ આ ટેક્નિક ઘરે કરવી.

જાપાનિઝ ટોવેલ એક્સરસાઇઝના ફાયદા:

આ કસરતથી માત્ર વજન જ ઘટે છે એવું નથી, કમરના દુ:ખાવામાં પણ રાહત મળે છે અને શરીરના સ્નાયુઓ મજબુત બને છે. કમરની આજુબાજુ ચરબીના થર જામ્યા હોય તો બહુ જલદી ઓગળે છે. કમર ના સ્નાયુઓ ને મજબૂત કરે છે.

તો રાહ કોની જૂઓ છો? ફટાફટ કબાટ માથી ટોવેલ કાઢો અને આજ થી જ અરે ના અત્યાર થી જ આ નુસ્ખો અપનાવો. અને હા તમારા ડાયેટ કરવા વાળા દોસ્તો ને ટેગ કરવા નું ભૂલતા નહી.

લેખન : દર્શિતા પટેલ

સૌજન્ય : ચટાકો

દરરોજ આવી અનેક ઉપયોગી ટીપ્સ વાંચો ફક્ત અમારા પેજ પર. તમે લાઇક કર્યું કે નહિ??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *