પોંઆનો ચેવડો…
દરેક ગુજરાતી ના ઘરે બનતો આ ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. આ ચેવડો નો ખાટો મીઠો સ્વાદ ચા સાથે નાસ્તા માં કે સાંજ ની બાળકો ની નાની ભૂખ માટે પરફેક્ટ છે. આમ તો તળેલો હોવાથી કેલરી વધુ કહેવાય પણ જો આપ આ ચેવડા ને વધુ હેલ્થી બનાવવા માંગતા હો તો શીંગ , દાળિયા અને ડ્રાય ફ્રૂટ્સ શેકી ને નાખી શકાય. શેકેલા મમરા પણ ઉમેરી શકાય.
આ ચેવડા ની કોઈ પરફેક્ટ એક જ રીત નથી. દરેક ના ઘરે કાંઈક કાંઈક અલગ પદ્ધતિ મળી જશે . આજે અહીં જોઈશું આપણે મારી રીત. મારા ઘરે હું ઘણા વર્ષો થી આવી રીતે બનાવું છું..
સામગ્રી ::
• 1/2 kg. પોંઆ
• 1/2 વાડકો કાચી શીંગ
• 2/3 વાડકો દાળિયા
• થોડા કટકા કાજુ
• થોડી કિશમિશ
• થોડા લીમડા ના પાન
• મીઠું
• આમચૂર
• હળદર
• લાલ મરચું
• ખાંડ નો ભૂકો
• થોડી મસાલા સેવ
રીત :
સૌ પ્રથમ પોંઆ ને ચાળી ને તૈયાર કરી લો. ચેવડો બનાવવા ની શરૂઆત કરતા પહેલા બધી જ સામગ્રી તૈયાર રાખવી.. કડાય માં તેલ ગરમ કરો. પોંઆ નો ચેવડો બનાવતી વખતે હંમેશા ઓછું તેલ લેવું. અડધી પોણી કડાય ભરી તેલ ગરમ કરવું નહીં. બન્યા બાદ તેલ કાળું પડશે …સૌ પ્રથમ શીંગ , દાળિયા , કાજુ , કિશમિશ અને લીમડો તળી લેવા.. તળી ને સાઈડ પર એક કાગળ પર રાખી લો.. વધારા નું તેલ નીકળી જશે..
થોડા થોડા કરી ફૂલ ગેસ પર પોંઆ તળી લો. પોંઆ ફૂલ ગેસ પર જ તળવા નહિ તો કાચા રહી જશે. તળી ને પોઆ પણ પેપર પર રાખતા જાઓ.. પોંઆ તળવા માટે નાની ચાયણી પણ વાપરી શકાય.
પોંઆ બધા તળાય જાય ત્યાર બાદ પેહલા એમાં મીઠું , લાલ મરચું ને હળદર ઉમેરો… થોડા ગરમ પોંઆ માં આ મસાલા ઉમેરવા થી સરસ મિકસ થઈ જાશે..
ત્યારબાદ પોંઆ માં તળેલી શીંગ , દાળિયા , કાજુ, કિશમિશ , લીમડો ઉમેરો. સાથે આમચૂર નો ભૂકો અને ખાંડ નો ભૂકો ઉમેરો…
સરસ રીતે મિક્સ કરો અને સેવ ઉમેરો. ઘરે બનાવેલ મસાલા સેવ હાજર હોવાથી મેં એ ઉમેરી છે. આપ ચાહો તો સાદી સેવ પણ ઉમેરી શકો છો.ચેવડો એકદમ ઠરે એટલે એર ટાઈટ ડબ્બા માં ભરો ..
નોંધ ::
• મેં અહીં કોઈ પણ મસાલા નું માપ નથી આપ્યું કેમ કે એ ખાલી આપના સ્વાદ પર આધાર રાખે છે ..
• આ ચેવડા માં આપ મકાઈ ના પોંઆ પણ ઉમેરી શકો છો.
રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.