પેટમાં ગૅસ(વાયુ) થાય છે? તો અપનાવો આ રામબાણ ઘરગથ્થુ ઊપાય

ભારે ખોરાક અને બેઠાડું જીવન ગૅસ, પેટનો ફુલાવો અને અપચો જેવી તકલીફોને નોતરે છે. કસરત ન કરવી, પૌષ્ટિક ભોજન ન ખાવું અને ફાસ્ટફુડને કારણે આજકાલ મોટાભાગના ઘરમાં ગૅસથી પરેશાન લોકો જોવા મળે છે. ગેસની તકલીફ બહુ જ ખરાબ હોય છે અને તે પોતાની સાથે અનેક રોગોને નિમંત્રણ આપે છે. તેના કારણે અપચો થાય છે, માથુ દુખવા લાગે છે અને ખાટા ઓડકાર પણ આવે છે. પેટ દુખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી.

જ્યારે ખાધા પછી ખાટા ઓડકાર આવે અને છાતીમાં બળતરા થાય ત્યારે પેટમાં ગેસ ભરાતો હોય છે. જે સામાન્ય રીતે દરેકને થતો હોય છે, પરંતુ જેમની ચયાપચય નબળી હોય અને તેને કારણે તેમને એસિડિટી કે કબજિયાતની તકલીફ સામાન્ય કરતા વધારે રહે છે અને ગૅસ પણ અત્યંત છૂટતો હોય છે. પેટમાં વાયુ જો વધારે સમય સુધી રહે છે તો તેને કારણે પેટ ફૂલી જાય છે અને ભારેપણું, અલ્સર તથા બવાસીર જેવી અન્ય બીમારીઓ થવાની શક્યતા હોય છે. અમુક સમયે આંતરડામાં જો ગૅસથી પેટમાં દુખાવો થાય છે અને આ દુખાવો જો આંતરડાની ડાબી બાજુ જાય તો એપેન્ડિક્સનો દર્દ પણ થઈ શકે છે.

ગૅસની તકલીફોને દૂર કરવા માટે મોંધી દવાઓ લેવાને બદલે એકવાર ઘરઘથ્થું ઉપચાર અજમાવી જોજો. જેનાં માટે તમારે કોઈ પૈસા પણ ખરચવા નહીં પડે અને ગેસથી પણ ઝડપથી છૂટકારો મેળવી શકાશે. તો આજે તમને અમે અમુક ઘરેલું ઉપચાર જણાવી રહ્યાં છીએ જે એલોપેથીની દવાઓ કરતા વધાર અસરદાર છે અને જેની કોઈ સાઈડ ઈફેક્ટસ પણ નથી થતી.

ગૅસ બે પ્રકારનાં હોય છે

ગૅસ બે પ્રકારનાં હોય છે, એક જે પેટનાં નીચેનાં ભાગમાં થાય છે અને એક પેટનાં ઉપરનાં ભાગમાં થાય છે. જે વાયુ પેટનાં ઉપરનાં ભાગમાં થયો હોય છે, જે આપણી ઝડપથી ખાવા- પીવાની ટેવને કારણે થાય છે. આ વાયુ ઓડકારનાં રુપમાં બહાર નીકળતો હોય છે. આ પ્રકારનાં વાયુને જે તે ખોરાક ધીરે-ધીરે ચાવીને ખાવાથી દૂર કરી શકાય છે. અન્ય વાયુ જે પેટનાં નીચેનાં ભાગમાં થાય છે જે ખોરાક બરાબર ન પચવાને કારણે થાય છે.

આટલી વાતો ધ્યાનમાં રાખો

 • ખોરાક સાથે પાણી ઓછું પીવું અથવા શક્ય હોય તો ન પીવું.
 • વધુ ચરબીવાળા ખોરાક (તેલ-ઘીમાં તળેલાં ફરસાણ, ઘી-માવાની મીઠાઇઓ, મોણવાળી વસ્તુઓ વગેરે) લેવાનું ટાળો.
 • ચોકલેટ, પીપરમિંટ, અન્ય મિંટવાળી વસ્તુઓ, સોડા વગેરે ન લેવા કારણકે એનાથી અન્નનળી અને જઠરને નુકસાન થઈ શકે છે. જેના કારણે એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
 • જે વસ્તુ ખાવાથી તકલીફ વધતી હોય તે વસ્તુ ખાવાનું ટાળો. જુદી-જુદી વ્યક્તિ માટે જુદી-જુદી વસ્તુ નુકસાન કરતી હોય એવું બને છે.
 • ખૂબ જ વાયુ થયો હોય તો, દિવસમાં ત્રણવાર અડધી ચમચી અજમો ગરમ પાણીમાં ચાવી જવો. જેના કારણે પેટના દુખાવામાં રાહત મળશે.
 • ક્યારેય ખાઇને તરત સૂવુ નહીં. સૂતી વખતે પલંગના માથા તરફનો ભાગ છ ઇંચ ઊંચો રહે એમ સૂવું.
 • નિયમિત રૂપે કસરત અથવા યોગ કરવાનું રાખો, જેથી શરીરમાં પેટની સાથે સાથે અન્ય તકલીફો પણ ન નડે.


ગૅસને દૂર કરવાનાં ઘરઘથ્થું ઉપાયો

 • રોજ રાત્રે સૂતાં પહેલાં દૂધમાં બે સચચી ઇસબગુલ નાખીને પીવાથી ગૅસની તકલીફ દૂર થાય છે. જોકે ઇસબગુલ લાંબો સમય લેવાથી સ્નાયુઓને નુકસાન પહોંચે છે, એટલે જ્યારે ગૅસની સમસ્યા હોય ત્યારે જ આ ઉપાય અજમાવવો.
 • જીરા પાવડર સાથે થોડી હિંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ ગૅસ દૂર થાય છે.
 • મેથી અને સૂવાનું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી વાયુ, પેટનો ફુલાવો, ઉબકા આવવા અને ખાટા ઓડકારમાં બહુ ફાયદો થાય છે.
 • ગોળ અને સૂંઠને ભેળવી દિવસ દરમિયાન ત્રણ વાર લેવાથી વાયુની સમસ્યા દૂર થાય છે.
 • થોડાક લસણનાં ટૂકડાને એક કપ પાણીમાં ઉકાળો, ત્યાર બાદ તેમાં જીરાનું ચૂરણ અને કાળાં મરચાનાં ભૂક્કાને મિક્સ કરો. આ ઉકાળાને છાણીને મૂકી રાખો અને દિવસ દરમિયાન ત્રણ વાર આ પીણું લો, તેનાથી જલદી રાહત મળશે.
 • તાજી છાશ પણ વાયુ પ્રક્રિયાને સુધારે છે. રોજ જો છાશનું સેવન કરવામાં આવે તો ગૅસ છૂટો થાય છે અને ચયાપચય પણ સુધરે છે. તેમાં પણ ખાસ જો છાશમાં શેકેલા જીરાનો ભૂક્કો નાખીને પીવાથી પણ અધધ ફાયદા થાય છે.
 • અમુક સમય ગૅસને કારણે એવું લાગતું હોય છે કે પેટમાં કંઈક ખૂચે છે, તો તેના ઉપચાર માટે હુંફાળું પાણી પીવાની ટેવ રાખો. દરરોજ જો હુંફાળું પાણી પીવાની ટેવ રાખો છો તો પેટની સમસ્યાઓ દૂર રહે છે.
 • લવીંગને ચાવીને ખાવથી પણ વાયુ મટે છે, જો તમને લવીંગનો ટેસ્ટ ન ગમતો હોય તો તમે લવીંગનાં તેલનો પણ ઉપયોગ કરી શકો છો. લવીંગ સરળતાથી ગૅસને દૂર કરે છે.
 • અઢી ગ્રામ મેથી અને અઢી ગ્રામ સુવાને અધકચરા સેકી ખાંડી લો. આ ચૂર્ણને પછી એક એરટાઇટ ડબામાં મૂકી રાખવું. દિવસમાં ત્રણ વાર અડધી ચમચી ફાકી જવાથી વાયુ, પેટનાં ફૂલવાથી, ખાટા ઓડકાર, પાતળા ઝાડાની સમસ્યા દુર થાય છે.
 • વાયુના નિકાલ માટે સૂંઠ, સંચળ અને અજમો ભેગાં કરી, સોડા બાયકાર્બન સાથે પાણીમાં ભેળવી પીવું.
 • ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્ષ કરીને પીવો જોઇએ. મોટાભાગના રોગનું મૂળ ગેસ જ છે.
 • જે લોકોને ગૅસની સમસ્યા વધારે હોય તેમણે રોજ તુલસીના રસમાં લીંબુનો રસ ભેળવી પીવો જોઇએ.
 • આમળાં ખૂબ જ લાભદાયી હોય છે, જેનાથી પેટ, વાળ, હાર્ટ, સ્કીન વગેરેની તકલીફને દૂર કરવામાં મદદ કરે છે. રોજ સવારે આમળાંનો રસ ખાલી પેટે લેવો જોઈએ. તેમાં ફાઈબર અને વિટામિન સીની માત્રા સારા પ્રમાણમાં હોય છે, જેને કારણે એસિડિટિ અને કબજિયાતની સમસ્યા મટી જાય છે.
 • નારિયેળ પાણીમાં પ્રોટિનની માત્રા વધારે હોય છે, જો રોજ તમે નારિયેળ પાણી પીવો છો તો વાયુ મટે છે.
 • ફુદીનાનાં પાનને એક કપ પાણીમાં ઉકાળી લો અને પછી તેમાં સિંધવ મીઠું અને લીંબુનો રસ નાખીને પી જાઓ. આનાથી પેટ માંથી વાયુ ઝડપથી છૂટો થાય છે.

મિત્રો ફક્ત ખોરાકમાં ફેરફાર કરવાથી અને દરરોજ કસરત કરવથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે, જેનાં કારણે ગેસ કે અન્ય બીમારીઓ આજુબાજુ પણ નથી આવતી. જો તમને વાત સાચી લાગી હોય તો અન્યને પણ આ માહિતી દ્વારા હેલ્પ મળે તેનાં માટે અચૂકથી શેર કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ પણ જરૂરથી જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *