ભારતીય પરિવારોમાં કોઈ ઘર એવું નહિ હોય જ્યાં ચોખા નહિ ખવાતા હોય. તેમાં પણ ભારતના કેટલાક પ્રાંત તો એવા છે, જ્યાં માત્ર ભાત જ ખાવામાં આવે છે. તેમના રોજના આહારમાં ભાત ન હોય તો, તેમને જમવાનું અધૂરુ અધૂરુ લાગે છે. પરંતુ ભાત ખાવાના શોખીનોને ભાત એકદમ પરફેક્ટ બનાવેલા હોય તો જ ખાવા ગમે છે. આજકાલ અનેક મહિલાઓ ભાત બહુ જ ઉતાવળ ઉતાવળમાં બનાવી લે છે. જેને કારણે ક્યારેક ચોખા વધુ ઉકળી જાય છે, તો ક્યારેક કાચા રહી જાય છે, આવામાં ઘરના લોકોનો ભાત ખાવાનો મૂડ બગડી જાય છે. ભાત બનાવવા માટે શુ રેસિપી હોય, એવું બોલીને કેટલાક લોકો તેની મજાક ઉડાવે છે. પણ હકીકતમાં ભાત બનાવવા માટે પરફેક્ટ સમય અને ગેસની આંચ બહુ જ મહત્ત્વ ધરાવે છે. જો તમે તે જાણી લેશો તો તમારો ભાત હંમેશા પરફેક્ટ બનશે. અને પરિવારજનો પણ વાહ કહેશે. તો હમણા જ શીખી લો આ રીત.
ખુલ્લા ખુલ્લા સાદા ચોખા બનાવવા બહુ જ સરળ છે. આ રીતમાં ભાતમાંથી પાણી કાઢવામાં આવે છે, જેને કારણે શરીરમાં મોટાપો નથી આવતો. આ સાદા ભાત તમે કઢી, દાળ, સાંભાર કે રસમની સાથે ખાઈ શકો છો.
સાદા ચોખા બનાવવા માટેની સામગ્રી
- 250 ગ્રામ ચોખા,
- 1 લિટર પાણી,
- 1 મોટો ચમચો દેશી ઘી.
સાદા ચોખા બનાવવાની રીત
ખુલ્લા ખુલ્લા ચોખા બનાવવા માટે એક વાસણ લો. તેમાં ચોખાને 15 મિનીટ સુધી પલાળી રાખો. જેનાથી દાણો મોટો થાય.
હવે ચોખાને હળવા હાથથી ધોઈ લો અને પાણી ભરીને ગેસ પર રાખી લો.ચોખા ઉકાળવા લાગે તો ગેસને ધીમો કરી દો.- 10 મિનીટ બાદ કાંણાવાળા વાસણમાં થોડા ચોખા કાઢી લો.
એક ચોખાના દાણાને તમારી આંગળી પર દબાવીને જોઈ લો. જો તે બરાબર બની ગયો હય તો સમજો કે ભાત તૈયાર છે. કાંણાવાળા વાસણમાં હવે બધા ભાત કાઢી લો.
થોડીવારમાં પાણી નિતરી જાય એટલે તેને બીજા વાણસમાં કાઢી લો. તેમાં એક ચમચી દેશી ઘી નાખો.
તમારા ફેટ ફ્રી ચોખા હવે તૈયાર છે. તેને કોઈ પણ સાથે ખાઈ શકો છો.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ આવી અનેક અવનવી અને ઉપયોગી ટીપ્સ માટે લાઇક કરો અમારું પેજ.