બજાર જેવું એકદમ પરફેક્ટ અને ફટાફટ દહીં જમાવવા માટે અપનાવો આ ટિપ્સ:
દહીં જમાવવાની સૌથી જૂની રીત એ છે કે, સૌ પ્રથમ દૂધને ઉકાળો અને ઠંડુ થવા દો. જ્યારે દૂધ થોડુ ગરમ ઓછુ થાય ત્યારે તેમાં દહીંનુ જામણ નાખો અને સારી રીતે મિક્સ કરો.
તમે ઇચ્છો તો બે વાસણોમાં દૂધને સારી રીતે ઉલટ-પલટ કરીને પછી પણ મેળવી શકો છો. ત્યારબાદ તેને ઢાંકીને 3-4 કલાક જામવા માટે મુકી દો. જો કે દહીં જામી ગયા પછી તેને એક કલાક માટે ફ્રિજમાં મુકી દો જેનાથી તે થોડુ સખત થઈ જાય.
જો તમે દહીંને જલ્દી જમાવવા માંગતા હોવ તો એ માટે માઈક્રોવેવ કે ઓવનનો ઉપયોગ પણ તમે કરી શકો છો. દૂધ થોડુ ગરમ ઓછુ થાય પછી તેમાં દહીંનું મેલવણ નાખીને માઈક્રોવેવને 180 ડિગ્રી પર બે મિનિટ માટે પ્રી હીટ કરીને સ્વિચ બંધ કરી દો. આમ કરવાથી તમને બહાર જેવું દહીં માત્ર 2 કલાકમાં મળી જશે.
ઘરે દહીં જમાવતા આ વાતોનુ રાખો ધ્યાન…
– ઘટ્ટ દહીં જમાવવા માટે ફુલક્રીમ દૂધનો ઉપયોગ કરો.
– જે વાસણમાં દૂધ ઉકાળો તેમા જ દહીં ન જમાવો.
– ખૂબ જ ગરમ દૂધમાં દહી મિક્સ કરીને દહીં ન જમાવો. તેનાથી દહી પાણી છોડી દે છે.
– દહીં જમાવતી વખતે દૂધ ખૂબ જ વધુ ગરમ કે એકદમ ઠંડુ ન હોવુ જોઈએ.