ઘણા બધા ઔષધીયો ગુણોથી ભરપુર એવી સામાન્ય અને ખુબજ સસ્તા દરે મળતી શાકભાજી એટલે દૂધી. પણ એવું નથી કે વસ્તુ સસ્તી હોય તો તેના ફાયદાઓ ના હોય. બીજી કોઈ ભી વસ્તુ માં કદાચ ઉપર ના મારા વાક્યો ખોટા પડશે પણ ઔષધીય ગુણ ધરાવતી દુધી તેને ખોટા સાબિત કરી શકે છે.
દુધી નુ શાક થાય છે, એને કાચી પણ ઉપયોગ માં લેવાય છે તેમજ એનો રસ તો પેટ થી લગતી તમામ સમસ્યાઓ માટેનો અકસીર ઈલાજ દર્શાવે છે. તે પેટ સાફ કરે અને શરીર ને સ્વસ્થ રાખવામાં મદદ રૂપ થાય છે.
આના રસમાં વધારે પ્રમાણ માં વિટામિન સી, વિટામિન બી, આયર્ન, પોટેશિયમ અને સોડિયમ જોવા મળે છે. તેમજ આના રસનો દરરોજ સેવન થી શરીરને તમામ જરૂરી પોષક-તત્વો મળે છે અને સાથે-સાથે હ્રદય હુમલા અને હાઈ બી.પી. જેવી ખતરનાક બીમારીથી છુટકારો પણ મળી જાય છે.
આયુર્વેદ માં જણાવ્યા અનુસાર જો રોજે-રોજ આના રસ માં સપ્રમાણ મધ ભેળવીને પીવામાં આવે તો આનાથી રોગ પ્રતિકારક શક્તિયો માં વધારો થાય છે. તો ચાલો જાણીએ કે જો નિયમિત પણે ૧ ગ્લાસ દુધીનો રસ અને ૧ ચમચી મધ ભેળવીને પીવામાં આવે તો આનાથી કેવા-કેવા લાભ મેળવી શકાય છે…
ડાયજેશન :
પાચનક્રિયા મજબુત કરવા તેમજ પાચન સારું થાય એ માટે દૂધીના રસમાં મધ ભેળવી પીવાથી શરીરમાં બનતા એસિડ ના પ્રમાણ ને અટકાવી શકાય છે.
એસીડીટી :
અને આજ મિશ્રણ નુ સેવન કરવાથી ખાંટા ઓડકાર અને એસીડીટી જેવી સમસ્યાઓ પણ થતી નથી.
વજન :
વજન ઘટાડવા માં પણ દુધી નો ઉપયોગ કરવામાં આવે છે કેમકે ઉપરોક્ત મિશ્રણ થી શરીર માં મેટાબોલિજ્મની પ્રક્રિયાને વેગ મળે છે તેમજ ચરબી જલ્દીથી ઓગળે છે અને વજન ઘટે છે.
લીવર ડિસીઝ :
આ દૂધીનો રસ અને મધનુ સેવન કરવાથી લીવરમાં ઉત્પન્ન થતા ટોક્સિન્સ બહાર નીકળી જાય છે અને તેથી લીવરથી લગતી બીમારિયો નો જોખમ ઘટી જાય છે.
હાઈ બ્લડ પ્રેશર :
આ મિશ્રણ રોજ પીવાથી રક્ત-પ્રવાહ સુધરે છે અને તેનાથી હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારિયો ને અટકાવવા મદદ રૂપ થાય છે.
સ્વસ્થ હ્ર્દય :
કોલેસ્ટ્રોલ ને નિયત્રિત કરવામાં પણ આજ મિશ્રણ નો નિયમિત ઉપયોગ કરવાનું કેવાય છે અને આનાથી હ્રદય રોગ થી લગતી સમસ્યાઓ દુર રહે છે.
કબજિયાત :
આ મિશ્રણ માં વધારે પ્રમાણમાં ફાયબર અને એન્ટી ઓક્સીડેંટ્સ હોવાને લીધે કબજિયાત જેવી તકલીફો દુર થાય છે.
સ્વસ્થ સ્કિન :
આ મિશ્રણ ના નિયમિત સેવન થી ચર્મ રોગ માં પણ મુક્તિ મળે છે કેમકે આમાં એન્ટી ઓક્સીડેંટ્સ હોય છે જે ચામડી માં થતા રોગ થી આપળે ને બચાવે છે અને આપળી ચામડી ને સાફ તેમજ સ્વસ્થ રાખે છે.
મજબૂત દાંત :
દૂધીના રસમાં સારા પ્રમાણમાં ફોસ્ફરસ હોવાના લીધે મધની જોડે પીવાથી દાંત પણ મજબૂત અને સ્વસ્થ રહે છે.
સ્ટ્રોંગ મસલ્સ :
દૂધીનો રસ અને મધ સાથે લેવાથી શરીરને ઘણા પ્રમાણમાં પ્રોટીન અને કેલ્શિયમ મળી રહે છે તેથી આપળી ભુજાઓ ને તાકાત મળે છે અને ભુજાઓ મજબુત બને છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.